આમ જોઈએ તો દરેક લોકોનું એવું સપનું હોય છે કે પોતાનું ઘર, ગાડી હોય. આ માટે તેઓ રાતદિવસ મહેનત પણ કરતા હોય છે. ગાડી વિશે વાત કરીએ તો આજના સમયમાં ગાડી ખરીદવી ખુબ જ મોઘું છે. પણ તમે લોન લઈને ગાડી ખરીદી શકો છો. પણ લોન પણ વ્યાજદર ખુબ જ વધુ હોય છે. પણ જો તમે ટાટાની ગાડી ખરીદવા માંગતા હો તો તમે સરળ ફાઈનાન્સ અને ભારે ડિસ્કાઉંટ સાથે ટાટાની ગાડી ખરીદી શકો છો. જેમાં ખુબ જ ઓછો વ્યાજદર છે અને તમે બજેટ અને થોડા સમયના અંતરાલમાં ગાડી લઇ શકો છો. ચાલો તો આ સ્કીમ શું છે તેના વિશે જાણી લઈએ.
ટાટા મોટર્સના પેસેંજર વ્હીકલ ખરીદવાનું હવે સાવ સરળ થઈ ગયું છે. કંપનીએ જણાવ્યુ કે તેણે પોતાના ગ્રાહકોને સરળ ફાઇનાન્સ ઓપ્શનની સુવિધા માટે ઇંડિયન બેન્ક સાથે કરાર કર્યો છે. આ પાર્ટનરશીપ મુજબ, સફારી, હેરિયર અને અલ્ટ્રોઝ જેવી પોપ્યુલર કારને સરળ ફાઇનાન્સ ઓફર સાથે ખરીદી શકાય છે.
ટાટા મોટર્સે આ પગલું આવનાર ફેસ્ટિવ સિઝનને ધ્યાનમાં રાખીને ભર્યું છે. કંપની ગ્રાહકો માટે પોતાની પસંદના ઓપ્શનની ખરીદીને સરળ બનાવવા પર વિચાર કરી રહિ છે. તે સિવાય ગ્રાહક દેશ આખામાં ટાટા મોટર્સની ડિલરશિપના માધ્યમથી ફાઇનાન્સ વિકલ્પો માટે રજીસ્ટ્રેશન કરવાનો વિકલ્પ પસંદ કરે છે.
90 ટકા સુધી કરાવી શકાય છે ફાઇનાન્સ:- ટાટા મોટર્સે જણાવ્યુ કે, ટાટાના વાહનોને ફાઇનાન્સ કરાવવા પર વ્યાજ દર 7.80 ટકાથી શરૂ થશે. આ સ્કીમ સુધી લોનની સમય સીમા સાત વર્ષ સુધીની થશે. તે સિવાય વાહનની કિંમતના લગભગ 90 ટકા સુધી ફાઇનાન્સ કરાવી શકાશે. સૌથી સારી વાત એ છે કે, આ લોનને ગ્રાહક આંશિક ભૂગતાનના બધા ફોર્સ ક્લોજ કરી શકે છે. તેના પર અલગથી ચાર્જ લાગતો નથી.સરળ બનશે કાર ખરીદવાની પ્રક્રિયા:- ટાટા મોટર્સ પેસેંજર વ્હીકલના સિનિયર જનરલ મેનેજર રમેશ દોરેરાજને કહ્યું, અમારી સાજેદારીનું લક્ષ્ય અમારા ગ્રાહકોને પરેશાની મુક્ત અનુભવ પ્રદાન કરવાનું છે અને એ મુજબ આગામી તહેવારની સિઝનમાં વેચાણ વધારવાનું છે. અમને વિશ્વાસ છે કે આ પ્રકારની સાજેદારી ગ્રાહકો માટે કાર ખરીદવાની પ્રક્રિયાને સરળ બનાવશે અને તેમના સમગ્ર ખરીદીના અનુભવને સકારાત્મક રૂપથી પ્રભાવિત કરશે.
ટાટાની ગાડીઓ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઊંટ:- ચોમાસાની ઋતુ સાથે આખા દેશમાં ચોમાસાની ઓફર પણ શરૂ થઈ ગયી છે. એવામાં કાર કંપનીઓ પોતાના ગ્રાહકોને રીઝવવા માટે પોતાની ગાડીઓ પર ભારે ડિસ્કાઊંટ આપી રહ્યા છે. ટાટા મોટર્સની ગાડીઓ પર પણ ભારે છૂટ મળી રહી છે. આ ઓફર મુજબ, ટાટા ટિયાગો અને ટીગોર પર 23,000 રૂપિયા અને સફારી પર 40,000 રૂપિયા સુધીની છૂટ મળી રહી છે. આમ ટાટા ની ગાડી તમે સરળ વ્યાજદરે ખરીદી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી