સવારે ખાલી પેટ આનું સેવન દાંત, સાંધા અને હાડકાના દુખાવાને કરી કાયમી દુર, કબજિયાત, વજન અને ચામડીના તમામ રોગોથી મળી જશે છુટકારો…

આયુર્વેદ એ આપણું સદીઓ જુનું શાસ્ત્ર છે. આજે પણ આયુર્વેદ દ્વારા તમે કોઈપણ રોગને જડમૂળથી કાઢી શકો છો. તેમાં જણાવવામાં આવતા નુસ્ખાઓ દરેક રોગોનો રામબાણ ઈલાજ છે. આવી જ એક ઔષધી છે ત્રિફળા.

આપણા આયુર્વેદમાં ઘણી એવી વસ્તુઓ છે, જેનો ઉપયોગ સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ આપે છે. તેમાંથી એક ઔષધી છે ત્રિફળા. ત્રિફળાની અંદર અનેક પોષક તત્વો જેવા કે એન્ટી બેકટેરીયલ, એન્ટી વાયરસ, એન્ટી પાયરેટીક, વિટામીન સી, એન્ટી ડાયાબેટીક, એન્ટી ઇન્ફલેમેટરી, એન્ટી માઈક્રોબીલય્સ, એન્ટી ઓક્સીડેંટ, વગેરે ગુણો જોવા મળે છે. જે શરીરને અનેક રોગોથી બચાવે છે. આમ ત્રિફળાનું પાણી પણ સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ આપે છે. આજે આપણે આ લેખમાં ત્રિફળાના પાણીથી થતા ફાયદાઓ વિશે વાત કરીશું. જે તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

વજનને કંટ્રોલમાં રાખવા : જો તમે વજન ઓછું કરવા માંગતા હો, તો તમે ત્રિફળાના પાણીનું સેવન કરી શકો છો. જો કે લોકો વજન ઓછું કરવા માટે બજારમાંથી અનેક પ્રોડક્ટ્સ ખરીદતા હોય છે. આથી જો તમે પોતાની ડાયટમાં ત્રિફળાનું પાણી સામેલ કરો છો, તો વજન ઓછુ કરી શકાય છે. તમે સવારે ઉઠીને ગરમ પાણીની સાથે ત્રિફળા ચૂર્ણનું સેવન કરો. આમ કરવાથી વજન ઓછુ થાય છે અને સાથે તમારે યોગ અને કસરત પણ કરવી જોઈએ.

કબજિયાત માટે : આજના સમયમાં ખોટી જીવનશૈલી અને ખાનપાનની ખોટીને આદતને કારણે કબજિયાત જેવી સમસ્યા થઈ જાય છે. આ સમસ્યાને દુર કરવા માટે તમે ત્રિફળાના પાણીનું સેવન કરી શકો છો. ત્રિફળાની અંદર ટેનિક અને ગેલિક એસિડ હોય છે, જે કબજિયાતને દુર કરવાની સાથે પેટને પણ સાફ કરી દે છે. આમ તમે સવારે ઉઠીને ગરમ પાણીની સાથે ત્રિફળાનું સેવન કરો.

સંધિવા માટે :  સાંધાને લગતી સમસ્યાને દુર કરવા માટે ત્રિફળાનો પાવડર ખુબ જ અસરકારક છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ માણસના હાડકાઓમાં દુખાવો વધવા લાગે છે. આથી જો સવારે ઉઠીને ગરમ પાણીની સાથે ત્રિફળાના પાવડરનું સેવન કરવામાં આવે તો હાડકાઓ મજબુત થવાની સાથે સંધિવા જેવા રોગમાં રાહત મળે છે.

ઓરલ સ્વાસ્થ્ય માટે : શરીરનું મુખ્ય અંગ મુખ છે. આથી તમારે ઓરલ હેલ્થનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી બની જાય છે. ઓરલ હેલ્થમાં પેઢા, દાંત સાથે જોડાયેલ હોય છે. જો કોઈ વ્યક્તિ ઓરલ હેલ્થી પરેશાન છે તો તેના માટે ત્રિફળાનું પાણીનું સેવન ખુબ જ ફાયદાકારક છે. ત્રિફળાની અંદર એન્ટી માઈક્રોબોયલ ગુણ રહેલા છે, જે ઓરલ સ્વાસ્થ્ય માટે સારા છે. આ વ્યક્તિએ સવારે ઉઠીને ત્રિફળાના પાણીથી કોગળા કરવા જોઈએ. આમ કરવાથી દુખાવો અને સંક્રમણની સમસ્યા દુર થઈ શકે છે.

ત્વચા માટે : ત્વચાને યુવા બનાવવા માટે ત્રિફળા ખુબ જ ઉપયોગી છે. ત્રિફળાની અંદર એન્ટી ઓક્સીડેંટ ગુણ જોવા મળે છે. આથી જો વ્યક્તિ સવારે ઉઠીને એક ગ્લાસ પાણીમાં ત્રિફળાનું ચૂર્ણ મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ. ત્રિફળાના પાણીના સેવનથી ત્વચા એકદમ જુવાન દેખાવા લાગે છે. આ સિવાય આ પાણીના સેવનથી ખંજવાળ અને જલન જેવી સમસ્યાઓ પણ દુર થાય છે.

આમ તમે ત્રિફળાના પાણીનું સેવન કરીને પોતાના સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓને દુર કરી શકો છો. તેમાં રહેલ પોષક તત્વો તમારા સ્વાસ્થ્યને હંમેશા તંદુરસ્ત રાખે છે. આમ અહીં જણાવવામાં આવેલ ઉપાયથી તમે જો સવારે ઉઠીને ત્રિફળાના પાણીનું સેવન કરો છો, તો અનેક સમસ્યાઓ દુર થાય છે. પરંતુ જો તમને કોઈ શારીરિક સમસ્યા છે ઓ ત્રિફળાનું સેવન કરતા પહેલા કોઈ એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment