જ્યોતિષમતિ એક ઔષધીય જડીબુટ્ટી છે. તેના બીજ, ફળ, જડ, પાન વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં જ્યોતિષમતિનું વિશેષ સ્થાન છે. તેને માલકાંગની પણ કહેવામાં આવે છે. તે સ્વાદમાં કડવી હોય છે, તેના પાન ગોળ, અને પાનની કિનાર કાંટાવાળી હોય છે. જ્યોતિષમતિને ખાવાથી બુદ્ધિ તેજ થાય છે.
કમળો, માથાનો દુઃખાવો, પીરિયડ જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. જ્યોતિષમતિના ફળ ગોળ હોય છે. આ ક્યારે કાચા હોય છે ત્યારે લીલા દેખાય છે અને જ્યારે પાકી જાય છે ત્યારે પીળા દેખાય છે. તેનું સેવન કરવાથી અનેક રોગ ખત્મ થાય છે. જ્યોતિષમતિનું તેલ હાલ બજારમાં પણ મળે છે. ચાલો તો જ્યોતિષમતિના ફાયદાઓ વિશે જાણી લઈએ.યાદશક્તિ : માલકાંગનીનો પ્રયોગ બુદ્ધિ તેજ કરવા માટે પણ કરવામાં આવે છે. બજારમાં મળતા તેના તેલના બે થી ત્રણ ટીપા દુધમાં નાખીને સવારે ખાલી પેટ પીવાથી બુદ્ધિ તેજ થાય છે. જ્યારે તેનું એક બીજ નિયમિત ખાલી પેટ ખાવાથી પણ બુદ્ધિ તેજ થાય છે. જે બાળકોની યાદ શક્તિ નબળી હોય છે અને બધી વસ્તુઓ ભૂલી જાય છે તેને જ્યોતિષમતિનું સેવન કરવું જોઈએ. તેની સ્મૃતિ તેજ થશે અને સફળતા મળશે.
સોજા અને દુઃખાવા માટે : માલકાંગની અથવા જ્યોતિષમતિનો ઉપયોગ શરીરના સોજા અથવા દુઃખાવા દુર કરવામાં થાય છે. તે ગઠીયા રોગમાં ખુબ જ અસરકારક છે. વાસ્તવમાં જ્યોતિષમતિના અર્કમાં એન્ટી ઇફ્લેમેટરી ગુણ મળે છે જે સોજા અને દુઃખાવાને દુર કરે છે. આજકાલ વૃદ્ધોમાં ગઠીયાનો રોગ ખુબ હોય છે. આ એક કષ્ટદાયી રોગ છે જેમાં પીડિત વ્યક્તિને સાંધામાં ખુબ જ દુખાવો થાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે જ્યોતિષમતિનો પ્રયોગ કરવો જોઈએ.માથાનો દુઃખાવો દુર કરવા : જે લોકોને માથાનો દુઃખાવો રહે છે તેમણે તેના પાનને પીસીને માથા પર લગાવવા જોઈએ. તેનાથી માથાના દુઃખાવામાં રાહત મળશે.
પેટના રોગો :
આજકાલ ખરાબ ખાનપાનને કારણે લોકોને કબજિયાત, એસીડીટી, પેટનું ફુલાવું, પેટમાં ગેસ વગેરે જેવી સમસ્યા થઈ રહી છે. પહેલા શુદ્ધ ખાનપાન થતું હતું જેનાથી આ પરેશાની ઓછી થતી હતી. પણ આજકાલ ખાનપાન જ એવું ખરાબ થઈ ગયું છે કે આ બીમારી મોટાભાગના લોકોમાં જોવા મળે છે. જો તમને પણ પેટને લગતી પરેશાની છે તો તેના નિવારણ માટે જ્યોતિષમતિનો ઉપયોગ કરો.આંખ માટે અસરકારક : આજે વધુ પડતા ઈલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગથી લોકોને આંખની સમસ્યા વધી રહી છે. ઘણી વખત આંખમાં ડ્રાઈનેસ તો ક્યારેક ખંજવાળ જેવી પરેશાની રહે છે. લોકોને કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ જેવી સમસ્યા થઈ રહી છે. તેવામાં જ્યોતિષમતિનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યોતિષમતિનું તેલને તાળવે લગાવો. તેનાથી માલીશ કરો તેનાથી આંખની સમસ્યા દુર થાય છે.
પીરિયડનો દુઃખાવો દુર કરવા :
જે મહિલાઓને માસિક ધર્મને લગતી પરેશાની થાય છે, તેમણે જ્યોતિષમતિનો ઉપયોગ કરવો જોઈએ. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે, ગુડહલના ફૂલને બીટની સાથે પીસી લો. ત્યાર પછી જ્યોતિષમતિના પાનને પણ ઘીમાં શેકી લો. હવે આ પાનને પીસી બીટની સાથે મિક્સ કરી લો. તેનું સેવન કરવાથી માસિક ધર્મની પરેશાની દુર થાય છે.આમ જ્યોતિષમતિનો ઉપયોગ તમે બુદ્ધિને તેજ કરવા માટે કરી શકો છો. તેમજ તેનાથી તમને અન્ય લાભો પણ થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી