સફરજનની આ ખાસ વાનગી શરીર માટે છે મોંઘી દવાઓ કરતા પણ વધુ કારગર. હૃદય, કોલેસ્ટ્રોલ અને કબજિયાતનો છે રામબાણ ઈલાજ… જાણો રેસિપી અને ફાયદા..

મિત્રો સફરજન એક એવું ફળ છે જેને કદાચ દરેક લોકો પસંદ કરે છે. તેમજ તેમાં રહેલ પોષક તત્વો તમારા શરીરને અનેક રોગોથી બચાવે છે. તેમજ એવું કહેવાય છે કે, એક બીમાર વ્યક્તિ માટે સફરજન એ રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. જો કે લોકો તેને અલગ અલગ રીતે સેવન કરે છે. કોઈ તેનું જ્યુસ બનાવીને પીવે છે, તો કોઈ ટુકડાઓ કરીને ખાઈ છે, તો કોઈ તેને સલાડમાં નાખીને પણ ખાઈ છે. આ સિવાય સફરજનનો મુરબ્બો પણ બનાવાય છે. ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.

સફરજનનું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તેમાં રોગો સામે લડવા માટેના અનેક આવશ્યક તત્વો રહેલા છે. પણ શું તમને ખબર છે કે સફરજનનો મુરબ્બો ખાવાથી પણ અનેક ફાયદાઓ મળે છે. તે સ્વાસ્થ્ય અને સ્વાદ માટે પણ ખુબ જ સારો છે. તેના સેવનથી હાડકાઓના સોજા, સંધિવા, મસ્તિષ્ક અને હૃદય રોગની સમસ્યાઓમાં પણ આરામ મળે છે. તેનાથી તણાવ અને ચિંતામાં રાહત મળે છે. સફરજનમાં પ્રોટીન, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામીન સી, અને વિટામીન એ મળે છે. તેમજ તેમાં સોડીયમ, અને ઝિંક પણ રહેલ છે. તો ચાલો જાણીએ સફરજનના મુરબ્બના ફાયદાઓ.

કબજિયાત : સફરજનનો મુરબ્બો ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. તેમાં ફાઈબર વિપુલ પ્રમાણમાં રહેલ છે. તે જૂનામાં જૂની કબજિયાતની તકલીફને પણ દુર કરી શકે છે. જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો તમારે સફરજનનો મુરબ્બો જરૂરથી ખાવો જોઈએ. તેનાથી ગેસ અને હળવા કબજિયાતની સમસ્યા દુર થાય છે.

તણાવ : જો તમે કોઈ કામકાજને લઈને કોઈ ચિંતા કે તણાવમાં રહો છો તો તમારે સફરજનનો મુરબ્બાનું સેવન કરવું જોઈએ. તેનાથી તમને સ્ટ્રેસ ઓછું કરવામાં મદદ મળે છે. તે મનને શાંત કરીને સારી નિંદર લાવવામાં સહાયક થાય છે. તે ખુબ જ સ્વસ્થ અને નરમ હોય છે.

સ્કીન : સફરજનનો મુરબ્બો સ્કીનની સમસ્યામાં ખુબ જ ફાયદાકારક છે. તેનાથી ડાઘ, ધબ્બે, ખીલ અને કરચલીઓ ઓછી કરવામાં મદદ મળે છે. તેમાં એન્ટી ઓક્સીડેંટ અને પ્રોટીન મળે છે. જે કોલેજનના ઉત્પાદનમાં ઘણું સારું માનવામાં આવે છે. તેના સેવનથી ત્વચામાં નિખાર આવે છે.

હાઈ બ્લડ પ્રેશર : હાઈ બ્લડ પ્રેશર જેવા રોગમાં સફરજનનો મુરબ્બો ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે હૃદયની માંસપેશીઓને મજબુત બનાવે છે, જેનાથી રક્તચાપના લક્ષણો ઓછા કરવામાં મદદ મળે છે. આ સિવાય સફરજનના મુરબ્બામાં પોટેશિયમ પણ ભરપુર માત્રામાં મળે છે, જે હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ : સફરજનનો મુરબ્બો ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે.જો તમને હાઈ કોલેસ્ટ્રોલ ની સમસ્યા છે, તો તમને સફરજનના મુરબ્બાથી લાભ મળી શકે છે. તેનાથી ગભરાહટ, કમજોરી, અને બેચેની અનુભવ થવા પર તેનું સેવન કરવાથી રાહત મળે છે.

સફરજનનો મુરબ્બો કેવી રીતે બને : સફરજનનો મુરબ્બો બનાવવા માટે તમે એક કિલો સફરજનને ધોઈને સાફ કરી લો. હવે તેની ઉપરની છાલ કાઢી લો, અને તેના બીજને કાઢી લો. હવે પ્રેશર કુકરમાં 2 લીટર પાણી નાખીને સફરજન નાખો. યાદ રાખો કે સફરજન પાણીમાં યોગ્ય રીતે ડૂબી જવા જોઈએ.

આ પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી સફરજન નરમ, અને કોમળ ન થઈ જાય. હવે ચાસણી બનાવવા માટે તમે એક લીટર પાણીમાં એક કિલો ખાંડ નાખો. હવે આ ચાસણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તેમાં તાર ન આવે. પછી ઉકાળેલા સફરજન ચાસણીમાં નાખો. તેને ત્યાં સુધી થવા દો જ્યાં સુધી તેમાં ચાસણી બે તારની ન થઈ જાય. હવે આ મિશ્રણને ઠંડુ થવા દો. પછી તેમાં કેસર નાખો. સફરજનના મુરબ્બાનો સ્વાદ વધારવા માટે તમે એલચી, બદામ, અને કાજુ પણ નાખી શકો છો. હવે આ મિશ્રણને એક કાચના વાસણમાં ભરી લો.

સફરજનનો મુરબ્બો ક્યારે ખાવો જોઈએ : સફરજનનો મુરબ્બો તમે સવારે ખાઈ શકો છો. સાંજે પણ ખાઈ શકાય છે, પણ સવારે ખાવાથી તમને વધુ લાભ મળે છે. આ સિવાય એક દિવસમાં એક સફરજનનો મુરબ્બો જ ખાવો જોઈએ. જો તમને સ્વીટ વધુ પસંદ નથી તો તમે તેની અડધી માત્રા પણ લઈ શકો છો. સીમિત માત્રામાં તેનું સેવન કરવું જોઈએ.

સફરજનના મુરબ્બાના નુકશાન : સફરજનના મુરબ્બાના ફાયદાઓ છે પણ સાથે તેના નુકશાન પણ છે. સફરજનના મુરબ્બાના બીજ ન ખાવા જોઈએ કારણ કે તે નુકશાનકારક છે. આ સિવાય ડાયાબિટીસના દર્દીએ તેનું સેવન ડોકટરની સલાહ અનુસાર કરવું. જો તમને તેનાથી એલર્જી કે રેશેજ થાય છે તો તેનું સેવન બંધ કરી દો. ગર્ભાવસ્થા અને સ્તનપાન સમયે ડોક્ટરની સલાહ અનુસાર તેનું સેવન કરવું. તેમાં રહેલ ખાંડનું પ્રમાણ તમને નુકશાન કરી શકે છે. આમ તમારે સફરજનનો મુરબ્બો ખાતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. કોઈ પણ વસ્તુનું વધુ સેવન નુકશાન કરી શકે છે. પરંતુ સફરજનનો મુરબ્બો સ્વાદમાં ખુબ જ ટેસ્ટી અને હેલ્દી છે. તેનાથી તમને અનેક પોષકતત્વો પણ મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment