મફતમાં મળતા આ પાંદડાનો રસ કાઢી ને પીવો, ફેફસા સહિત આખું શરીર ડીટોક્સ કરી રગે રગ કરી નાખશે સાફ

આપણી આસપાસ રહેલા ફૂલ, છોડ, ઝાડ તથા અસંખ્ય વનસ્પતિઓ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આવી વનસ્પતિઓ જડીબુટ્ટી થી સહેજ પણ ઓછી હોતી નથી. તેવામાં એક પીપળાનું વૃક્ષ છે જેના પાંદડા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પીપળાના પાંદડાનો રસ પીવાથી સ્વાસ્થ્ય ને ઘણા લાભ થાય છે. એવું એટલા માટે કારણ કે પીપળાના પાંદડા અનેક જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે, જેનાથી આ શરીરને પૂરતું પોષણ પ્રદાન કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.

સાથે જ આમાં અનેક ઔષધીય ગુણો પણ હાજર હોય છે જેનાથી આ અનેક પ્રકારના ગંભીર રોગોથી બચાવે છે અને તેનાથી દૂર રાખવામાં મદદ કરે છે. પીપળાના પાન કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, ફાઇબર, મેંગનીઝ,કોપર જેવા મિનરલ નો સારો સ્ત્રોત છે. તેવી જ રીતે આમાં એન્ટિઓક્સિડન્ટ એન્ટી એમ્નેસિક, દર્દ નિવારક, એન્ટી ડાયાબિટીક, એન્ટી ઈમ્ફ્લેમેટરી, એન્ટી બેકટેરિયલ ગુણ પણ પ્રચુર માત્રામાં હોય છે.

જે તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી બનાવે છે. આયુર્વેદ ડોક્ટરના જણાવ્યા પ્રમાણે પીપળાના પાનના રસનું સવારમાં સેવન કરવાથી ન માત્ર શરીરને એનર્જી મળશે પરંતુ આ તમને સ્વાસ્થ્ય મંદ પણ રાખશે. આજે અમે તમને આ લેખના માધ્યમથી પીપળાના પાનનો રસ પીવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા વિશે જણાવીશું.

પીપળાના પાન નો રસ પીવાના ફાયદા:-

1) ઉધરસ અને લાળ દૂર કરે:- પીપળાના પાન નો રસ પીવાથી છાતીમાં જામેલી લાળ ને બહાર કાઢવામાં મદદ મળે છે. આ ઉધરસ ની સમસ્યા દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે.

2) ફેફસાને સ્વસ્થ રાખે:- અસ્થમા અને શ્વાસ સંબંધિત રોગોથી ગ્રસ્ત લોકો માટે પીપળાના પાનનો રસ પીવો ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. આ ફેફસાને ડીટોક્ષ કરીને સોજા ને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ શ્વાસ લેવામાં તકલીફની સમસ્યાથી પણ બચાવે છે.3) ઝાડામાં ફાયદાકારક:- ઝાડાની સમસ્યા થવા પર જો તમે સવારમાં પીપળાના પાનનો રસ પીવો છો તો તેનાથી ઝાડા ના લક્ષણો જેમ કે ઉલટી, ઉબકા, મળ ત્યાગ દરમિયાન પાતળો મળ કે પાણી જેવા મળની સમસ્યાથી રાહત પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે. આ પેટમાં ગેસ, બ્લોટીંગ, અપચો, કબજિયાત જેવી સમસ્યાઓમાં પણ લાભદાયક છે અને પાચનમાં સુધારો કરે છે.

4) મોઢાને સ્વસ્થ રાખે:- મોઢામાં હાજર હનીકારક બેક્ટેરિયાનો સફાયો કરે છે. આ દાંતને કેવિટી થી બચાવે છે અને તેને સ્વસ્થ રાખે છે. તેવી જ રીતે પેઢામાંથી લોહી નીકળવા અને ઢીલા થવાની સમસ્યાને દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.5) લોહી શુદ્ધ કરે:- લોહીમાં હાજર ગંદકી અને હાનીકારક કણોને સાફ કરીને તેને શુદ્ધ કરવામાં મદદ કરે છે. માત્ર રક્ત જ નહીં પરંતુ તમારા સંપૂર્ણ શરીર માટે એક નેચરલ ડીટોક્ષ ડ્રિન્ક છે. ત્વચા સંબંધી સમસ્યાઓ જેમ કે એલર્જી, ખંજવાળ, રેસીસ, ખીલ, ફોલ્લીઓ અને ડાઘ-ધબ્બા દૂર કરવાની સાથે જ આ અનેક ગંભીર રોગોથી તમને દૂર રાખે છે.

6) બ્લડ શુગર નિયંત્રિત રાખે:- ડાયાબિટીસના દર્દી જો નિયમિત સવારમાં પીપળાના પાન નો રસ પીવે છે તો તેનાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. આ ભોજન બાદ બ્લડ શુગરમાં સ્પાઈક થી બચાવે છે અને લો બ્લડ પ્રેશરને સામાન્ય બનાવી રાખવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment