આંખો બંધ કરીને ખરીદી શકો છો આ 5 સસ્તી કાર, બાઈકના ખર્ચામાં થઇ જશે મેન્ટેન… જાણો કિંમતથી લઈને એવરેજની સહીતની સંપૂર્ણ માહિતી….

મિત્રો દરેક લોકોનું સપનું હોય છે કે તે એક દિવસ કાર. પણ કાર એ દરેક લોકોના બજેટમાં નથી આવતી. આથી તેની ખરીદી માટે પુરતા પ્રમાણમાં બજેટ હોવું ખુબ જ જરૂરી છે. પણ જો તમને એમ કહેવામાં આવે કે ગાડી પણ તમને બાઈક જેટલા બજેટમાં જ ખરીદી શકાય છે. તો તેના વિશે જાણવા માટે તમારે આ લેખને અંત સુધી વાંચવો ખુબ જ જરૂરી છે. આથી જ આજે અમે તમારા માટે એવી 5 ગાડી વિશે માહિતી આપીશું જે એકદમ સસ્તી છે અને તમે પોતાના બજેટમાં ખરીદી પણ શકો છો. 

2023માં જો હવે તમે પણ પોતાના માટે એક ગાડી ખરીદવા માંગતા હોય અને તમારું બજેટ ઓછું હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભારતીય બજારમાં ઘણી એવી કાર છે, જેને ખૂબ જ ઓછા બજેટમાં ખરીદી શકાય છે. જો તમે એક સીએનજી કાર ખરીદી લો છો તો, ચલાવવાનો ખર્ચ પણ ખૂબ જ ઓછો આવે છે. સાથે જ અહીં જે કાર તમને બતાવવા જઈ રહ્યા છીએ, તેનું મેંટેનન્સ પણ ખૂબ ઓછું છે.

1) મારુતિ સુઝુકી અલ્ટો 800:- દેશની સૌથી સસ્તી સીએનજી કાર મારુતિ સુઝુકી અલ્ટો 800 છે અલ્ટો 800 સીએનજીની કિંમત 4.89 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કારમાં તમને 31.59 કિમી/કિગ્રાની માઇલેજ પણ મળી જાય છે. 

2) મારુતિ અલ્ટો K10:- આ કારને પાછલા વર્ષે જ એકદમ નવા અવતારમાં લોન્ચ કરવામાં આવી છે. તે અલ્ટો 800 પછી મારુતિની બીજા નંબરની સસ્તી કાર છે. તે 1.0-લિટર K10C એન્જિનથી લેસ છે. કારમાં તમને 33.85 કિલોમીટર પ્રતિ કિલોગ્રામનું માઇલેજ મળે છે. તેની કિંમત 5.95 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 

3) મારુતિ સુઝુકી એસ-પ્રેસો:- એસ-પ્રેસો 1.0 લિટર એનએ પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે, જેને સીએનજી કીટના વિકલ્પ સાથે પણ રાખી શકાય છે, જે 31.2 કિલોમીટર/કિગ્રાની માઇલેજ આપે છે. કિંમતની વાત કરીએ તો એસ-પ્રેસો સીએનજીની રેન્જ 5.24 લાખ રૂપિયા એક્સ-શોરૂમથી શરૂ થાય છે.4) મારુતિ સુઝુકી વેગેનાર:- 6.13 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતની સાથે વેગેનાર ભારતીય બજારમાં સૌથી વધારે વેચાતી સીએનજી કાર છે. તે 32.52 K/KG નું માઇલેજ આપવાનો દાવો કરે છે. વેગેનાર પોતાના સેગમેન્ટમાં સૌથી વધારે વ્યાવહારિક પેશકશ માંથી એક છે. 

5) મારુતિ સુઝુકી સેલેરીયો:- મારુતિ સુઝુકી સેલેરીયો એક કિલોગ્રામ સીએનજીમાં 35.60 કિલોમીટર માઇલેજ આપવાનો દાવો કરે છે. તેને ગયા વર્ષે એકદમ નવા અવતારમાં લોન્ચ કરવામાં આવી હતી. તેમાં હવે ઘણા નવા ફીચર્સ મળે છે. કિંમતની વાત કરીએ તો સેલેરીયો સીએનજીની શરૂઆતી કિંમત 5.72 લાખ રૂપિયા છે.આમ આ 5 ગાડીને તમે પોતાના બજેટમાં ખરીદી કરી શકો છો. અને આના માટે તમારે કોઈ વિશેષ બજેટ બનાવવાની જરૂર પણ નથી પડતી. તો આજે જ આ ગાડીની કિંમત જાણીને તમે પણ ગાડી ખરીદી શકો છો. અને આરામથી ગાડીમાં ફરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment