મહિલાઓએ શા માટે નથી વધેરતી શ્રીફળ… જાણો તેનું કારણ અને શ્રીફળના સ્ત્રીઓ સાથે જોડાયેલા રહસ્યો

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 મહિલાઓએ શા માટે ન વધેરવું જોઈએ શ્રીફળ… જાણો તેનું કારણ… 💁

🥥 મિત્રો આપણા સનાતન ધર્મમાં ઘણી બધી માન્યતાઓ પ્રચલિત છે અને તે માન્યતાઓ ક્યારેક વિચિત્ર પણ લાગે પરંતુ તેની પાછળ કોઈને કોઈ કારણ તો રહેલું જ હોય છે. તેમાંની જ એક માન્યતા શ્રીફળ સાથે પણ સંકળાયેલી છે. તો  આજે અમે તમારા માટે એક ખાસ જાણકારી લઈને આવ્યા છીએ. જે હિંદુ ધર્મમાં મહિલાઓ દ્વારા શ્રીફળ વધેરવાનું કાર્ય શા માટે વર્જિત ગણાય છે. તો આજે અમે અમારા લેખમાં તમને જણાવીશું કે આખરે શા માટે સ્ત્રીઓએ શ્રીફળ ન ફોડવું જોઈએ.

Image Source :

🥥 મિત્રો શ્રીફળનો ઉપયોગ પૂજાથી લઈને ભોજનની થાળી સુધી થતો હોય છે. આ ઉપરાંત શ્રીફળ શારીરિક નબળાઈ દુર કરવા માટે પણ ઉપયોગી છે. હિંદુ ધર્મમાં શ્રીફળનું ખુબ જ મહત્વ છે તેથી જ શ્રીફળ વગર દરેક પૂજાને અધુરી ગણવામાં આવે છે. પરંતુ મિત્રો તમે જોયું હશે કે લગભગ પૂજામાં શ્રીફળ પુરુષો દ્વારા જ વધેરવામાં આવતું હોય છે. હિંદુ ધર્મમાં સ્ત્રીઓએ  શ્રીફળ ન વધેરવું જોઈએ તેવી માન્યતા પ્રચલિત છે. જેનું પાલન કરતા પૂજામાં પુરુષો દ્વારા જ શ્રીફળ વધેરવામાં આવતું હોય છે.

Image Source :

🥥 મિત્રો સામાન્ય રીતે તમે જુઓ તો હિંદુ ધર્મમાં સ્ત્રીઓને સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે. “યત્ર નારીયસ્તુ પૂજયન્તે તત્રે રમન્તે દેવતા” અર્થાત, જ્યાં નારીઓને પૂજનીય ગણવામાં આવે છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે. આવા વાક્યોચ્ચારથી નારીની શ્રેષ્ઠતાનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ પારંપરિક રીતે પૂજા દરમિયાન મહિલાઓને શ્રીફળ વધેરવાનો અધિકાર નથી આપવામાં આવ્યો. શ્રીફળ વધેરવાનો વિશેષ અધિકાર પુરુષોને મળેલો છે. તમારા મનમાં પણ એવો સવાલ થયો હશે કે આવું શા માટે ? તો આજે અમે તમને તમારા સવાલનો જવાબ આપીશું.

Image Source :

👩‍💼 મિત્રો શ્રીફળને પરંપરાગત રીતે નવી સૃષ્ટિનું બીજ માનવામાં આવે છે. તેની કથા બ્રહ્મઋષિ વિશ્વમિત્ર દ્વારા નવી સૃષ્ટિના સર્જન કરવા સાથે જોડાયેલી છે. ત્યારે તેમણે સૌથી પહેલી રચના રૂપે શ્રીફળનું નિર્માણ કર્યું હતું અને તેને માનવનું જ પ્રતિરૂપ માનવામાં આવ્યું હતું. શ્રીફળને બીજનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને તેને પ્રજનન એટલે કે ઉત્પાદનનું પ્રતિક પણ માનવામાં આવ્યું છે.

👩‍💼 જ્યારે સ્ત્રીઓ સંતાન ઉત્તપત્તીની કારક હોય છે. તેથી સ્ત્રીઓ માટે શ્રીફળને  વધેરવું તે એક વર્જિત કર્મ માનીને સ્ત્રીઓનું શ્રીફળ વધેરવા પર નિષેધ લગાવવામાં આવ્યો છે. કહેવાય છે કે શ્રીફળ એક ફળ નહિ પરંતુ બીજ છે અને બીજ દ્વારા જ કોઈ બાળકનો જન્મ થતો હોય છે. મહિલાઓ પણ બાળકને જન્મ આપે છે તો પછી મહિલાઓના હાથે એક બીજને નુકશાન કંઈ રીતે પહોંચાડી શકાય. આ ભાવથી સ્ત્રીઓને શ્રીફળ વધેરવા પર નિષેધની કરવામાં આવ્યો છે.

Image Source :

👩‍💼 આ ઉપરાંત આ બાબત પર એક અન્ય કારણ પણ રહેલું છે. એવું કહેવાય છે કે પહેલા દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે બલી ચડાવવામાં આવતી. પરંતુ તે પરંપરા પર પ્રતિબંધ લાગ્યો ત્યારથી શ્રીફળને ફોડીને તેની બલી ચડાવવાની પ્રથા શરૂ થઇ ગઈ હતી. જો આ પ્રથા અનુસાર માનીએ અને શ્રીફળને બલી સ્વરૂપ માનવામાં આવે તો સ્ત્રીઓ દ્વારા ક્યારેય બલી નથી ચડાવવામાં આવતી. બલી માત્ર પુરુષો દ્વારા ચડાવવામાં આવે છે તેથી શ્રીફળ સ્ત્રીઓ ન વધેરી શકે તેવી માન્યતા પ્રચલિત છે.

Image Source :

🥥 તો મિત્રો ઉપર્યુક્ત કારણોને ધ્યાનમાં રાખીને એવી માન્યતા અસ્તિત્વમાં છે કે સ્ત્રીઓએ શ્રીફળ ન વધેરવું જોઈએ. તો તેના વિશે તમારો શું અભિપ્રાય છે. તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment