જાણી લ્યો વિમાનનો રંગ સફેદ, લાલ, પીળો કે ભૂરો કેમ નથી હોતો ? દરરોજ ઉડાવવા વાળા પણ નથી જાણતા આ હકીકત… બેસતા પહેલા જરૂર વાંચો આ માહિતી..

દુનિયામાં ઘણી બધી એરલાઇન્સ કંપનીઓ છે. તેમની સેવાઓ અને તેમના દ્વારા ઉપયોગમાં આવતા હવાઈ જહાજોમાં અનેક બધી વિવિધતાઓ હોય છે. પરંતુ એક કિસ્સા માં તો તેઓ બધા એક જ નિયમનું પાલન કરે છે. તે છે વિમાનનો રંગ. દુનિયામાં યાત્રી વિમાનનો રંગ સફેદ જ હોય છે. જોકે વિમાનના એક નાનકડા ભાગ પર અલગ અલગ રંગોની કેટલીક પટ્ટીઓ તો હોઈ શકે છે પરંતુ સફેદ રંગ સિવાય કોઈ અન્ય રંગનું આખું વિમાન નથી હોતું. ઘણા બધા લોકોના મનમાં આ પ્રશ્નો ઉઠે છે કે આખરે વિમાનના ભાગમાં માત્ર સફેદ રંગ જ કેમ આવે છે. તેને લાલ કાળા પીળા કે ભૂરા રંગથી કેમ પેન્ટ કરવામાં નથી આવતું?.

હવાઈ જહાજ નો રંગ માત્ર સફેદ રાખવા પાછળ પણ અનેક કારણ છે. તેમાં સુરક્ષા થી લઈને આર્થિક કારણ સુધી શામેલ છે. વિમાનની સુરક્ષા, યાત્રીઓની સુવિધા અને કંપનીઓના ખર્ચાને ધ્યાનમાં રાખીને જ સફેદ રંગની પસંદગી કરવામાં આવી છે. તેથી જો તમે એ વિચારતા હોય કે શરૂઆતમાં વિમાનને સફેદ રંગથી રંગવાના કારણે આ રંગ હવે પ્રથા બની ચૂકી છે તો તમે ખોટું વિચારી રહ્યા છો.1) વિમાનને ગરમ થતા બચાવે:- વિમાન રનવેથી લઈને આકાશ સુધી તાપમાં જ રહે છે. એક હવાઈ જહાજ પોતાની ઉડાન દરમિયાન સમુદ્ર તટથી 35,000 ફીટની ઊંચાઈ સુધી ઉડે છે. આવી સ્થિતિમાં હવાઈ જહાજને સુરજની ખૂબ જ તેજ રોશની નો સામનો કરવો પડે છે. એવામાં પ્લેન નો સફેદ રંગ તાપમાનને નિયંત્રિત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સફેદ રંગ એક સારો રિફ્લેકટર હોય છે. તે સૂર્યના કિરણોને 99% સુધી રિફ્લેક્ટ કરી દે છે જેથી વિમાન ગરમ નથી થતું.

2) ડેન્ટ્સ અને તિરાડો સરળતાથી દેખાય છે:- સફેદ રંગ હોવાના કારણે પ્લેનમાં આવેલી કોઈપણ પ્રકારની ડેંટ્સ અને તિરાડો સરળતાથી દેખાઈ જાય છે. જો સફેદ ની જગ્યાએ પ્લેનનો કોઈ બીજો કલર હોય તો તે છુપાઈ જાય છે. એવામાં સફેદ રંગ પ્લેનની તપાસમાં પણ મદદરૂપ થાય છે. 

3) વધારે વિઝીબીલીટી:- બીજા રંગોની તુલના એ સફેદ રંગની વિઝીબીલીટી વધારે હોય છે. સૂરજની તેજ રોશનીમાં પણ સફેદ રંગને સરળતાથી જોઈ શકાય છે. તેથી હવાઈ દુર્ઘટનાઓને રોકવામાં પણ ખૂબ જ મદદ મળે છે. આજ કારણ છે કે વિમાન ને સફેદ રંગથી રંગવામાં આવે છે.4) ઓછું વજન:- તમને એ જાણીને હેરાની થશે કે સફેદ રંગ અન્ય રંગોની તુલના એ હલકો હોય છે. આ પણ હવાઈ જહાજ નો રંગ સફેદ હોવાનું એક કારણ છે. જો વિમાનને સફેદ સિવાય કોઈ અન્ય રંગથી પ્રિન્ટ કરવામાં આવે તો તેનું વજન વધી જશે. વિમાન ચલાવવામાં વજનનું ખૂબ જ મહત્વ હોય છે. તેથી વજન ઓછું રાખવા માટે સફેદ રંગને અપનાવવામાં આવ્યો છે 

5) ઓછો ખર્ચ વધુ ઉંમર:- સફેદ રંગથી વિમાનને પ્રિન્ટ કરવાથી બીજા રંગોની તુલનામાં ખર્ચ પણ ઓછો થાય છે. તેના સિવાય સફેદ રંગ અન્ય રંગની તુલનામાં વધારે ટકે છે. હવાઈ જહાજ તેજ તાપ, વરસાદ વગેરેનો સામનો કરે છે. બીજા રંગ આવી પરિસ્થિતિઓમાં જલ્દી ફીકા પડી જાય છે. આ કારણે જલ્દી જલ્દી વિમાનો ને રંગની જરૂર નથી પડતી અને વિમાન કંપનીઓને પૈસા બચે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment