માત્ર એક વર્ષની બાળકીના મગજમાં વિકાસ પામી રહ્યું હતું ભૃણ, ડોક્ટર પણ થઈ ગયા હેરાન, જાણો આખી ઘટના વિશ્વાસ નહિ આવે…

ચીનમાં એક ખૂબ જ હેરાન કરવા વાળો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા ડોક્ટર્સ એ એક વર્ષની બાળકીના મગજમાંથી એક જન્મ્યા વગરનું ભૃણ બહાર કાઢ્યું છે. ડોક્ટરનું કહેવું છે કે આ જન્મ્યા વગરના ભૃણનો વિકાસ બાળકીના મગજમાં એ સમયે થઈ રહ્યો હતો જ્યારે બાળકી પોતાની માતાના ગર્ભાશયમાં હતી. તો આવો જાણીએ સંપૂર્ણ વિગત, શું છે આ કિસ્સો.

મેડિકલ સાયન્સમાં એકદમ અજીબ અને વિચિત્ર કિસ્સાઓ સામે આવતા રહે છે. તાજેતરમાં જ એક બીજો એવો કિસ્સો સામે આવ્યો છે, જે આખી મેડિકલ દુનિયાને હેરાન કરવા વાળો છે. આ કિસ્સો ચીનનો છે. અહીંયા ડોક્ટરે એક વર્ષની બાળકીના મગજમાંથી એક ભ્રૂણને બહાર કાઢ્યું છે. ન્યુરોલોજી સર્જનમાં પ્રકાશિત આ સમાચાર એ બધાને સ્તબ્ધ કરી દીધા છે.જણાવીએ કે આ બાળકીનો જન્મ એક વર્ષ પહેલાં થયો હતો. જન્મ્યા બાદથી જ બાળકીના માથાની સાઈઝ સતત વધવા લાગતી હતી. એવામાં બાળકીના માતા-પિતા તેને હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું. તપાસ કર્યા બાદ ડોક્ટરને જાણ થઈ કે બાળકીના મગજની અંદર એક ભૃણ જોવા મળ્યું હતું. ડોક્ટરે જણાવ્યું કે બાળકીના મગજમાં આ જન્મ્યા વગરના ભૃણ ચાર ઇંચ સુધી વધી ચૂક્યું હતું. અને તેની કમર, હાડકા અને આંગળીઓ ના નખનો પણ વિકાસ થઈ રહ્યો હતો. ડોક્ટરે જણાવ્યું કે આ જન્મ્યા વગરના ભૃણ નો વિકાસ બાળકીના મગજની અંદર તે વખતે થઈ રહ્યો હતો જ્યારે બાળકી તેની માતાના પેટ માં હતી.

બાળકીના મગજમાંથી કાઢવામાં આવેલો આ ગર્ભના જીનોમ સિક્વન્સિંગથી જાણવા મળ્યું કે આ ગર્ભ આ બાળકીનો જોડિયા હતો. મેડિકલ સાયન્સમાં આ સ્થિતિને ગર્ભ માં ગર્ભ (ફિટ્સ ઈન ફિટું) કહેવાય છે. આ સ્થિતિમાં, માતાના ગર્ભાશયમાં વિક્સતા બે ભૃણમાંથી, એક ગર્ભ બીજા ગર્ભની અંદર વિકાસ કરવાનું શરૂ કરે છે. આવું ત્યારે થાય છે જ્યારે બે ભૃણ યોગ્ય રીતે અલગ થતા નથી. આ સ્થિતિમાં, માતાના ગર્ભાશયમાં વિક્સતા બે ભૃણમાંથી, એક ગર્ભ બીજા ગર્ભની અંદર વિકાસ કરવાનું શરૂ કરે છે. આવું ત્યારે થાય છે જ્યારે બે ભૃણ યોગ્ય રીતે અલગ થતા નથી.મેડિકલ હિસ્ટ્રીમાં અત્યાર સુધી ગર્ભમાં ગર્ભના લગભગ 200 કિસ્સા સામે આવી ચૂક્યા છે. તેમાં મગજની અંદર ભૃણ ના વિકાસ ના લગભગ 18 કિસ્સા સામે આવ્યા છે. કેટલાક કિસ્સામાં ગર્ભમાં ગર્ભ પેટ, આતરડા, મોઢું અને અંડકોષમાં પણ જોવા મળે છે.

તેના સિવાય ડોક્ટરે તે પણ જણાવ્યું છે કે બાળકીને હાઇડ્રોસેફલસ નામની સમસ્યા પણ હતી. આ એક એવી સ્થિતિ હોય છે જેમાં મગજમાં પ્રવાહી પદાર્થ જમા થવા લાગે છે. વધારે પાણી જમા થવાના કારણે આ મગજ પર અસર કરે છે અને તેને નુકસાન પહોંચાડી શકે છે. સામાન્ય રીતે આ સમસ્યાનો સામનો બાળકો અને વૃદ્ધોને કરવો પડે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment