સુરતના વ્યક્તિના અંગોથી મળ્યું 5 લોકોને નવું જીવન.. દાનવીર કર્ણની યાદ અપાવી આ ભાઈએ, જાણો પૂરી માહિતી.
મહાભારતમાં એક એવો વ્યક્તિ હતો જે દાનવીર તરીકે ઓળખાયો, અને સદીઓ સુધી તે દાનવીર તરીકે જ ઓળખાશે નામ છે તેનું કર્ણ.. દાનવીર કર્ણ. જેણે મરતા સમયે શ્રી કૃષ્ણ પાસે વરદાન માગ્યું હતું કે તેના અંતિમ સંસ્કાર કુવારી જમીન પર થાય, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને તેના અંતિમ સંસ્કાર સુરતમાં કર્યા હતા. આ દાનવીર કર્ણએ જીવતા જીવ પોતાના શરીરના અંગ સમાન કવચ અને કુંડળનું દાન કર્યું હતું.. તેને ખબર હતી કે કવચ વગર તેનું મૃત્યુ નિશ્વિત છે છતા પણ દાન કરી દીધું હતું.આજના કળીયુગના સમય પણ અમુક ઘટના બનતી રહે છે જે સાક્ષી પૂરે છે કે હજી દુનિયામાં અને આપણી આસપાસ આધુનિક કર્ણ જીવિત છે, અને આવીજ એક ઘટના હાલમાં સુરત ખાતે બની જે માનવતાની મીઠી સુવાસ ફેલાવે છે. તે આધુનિક કર્ણ ના દર્શન કરાવે છે.
સુરતના અદાણજ વિસ્તારના રાજવર્લ્ડ ખાતે રેહતા 42 વર્ષીય વ્રજેશ નવીનચંદ્ર શાહનું બ્રેનડેડમાં મૃત્યુ થતા તેના પરિવારજનોની સંમતિથી તેમના અંગોના દાન કરવામાં આવ્યું
તેમના આ અમુલ્ય વિચારએ પાંચ લોકોને નવું જીવન બક્ષુ છે. તેઓ સુરતના અડાણજ વિસ્તારના આઈ.ટી.ટ્રેનીગ એકેડમી ખાતે કાર્યરત હતા. અગમ્ય કારણોસર અચાનક ૧૨ મેં ના રોજ તેમની તબિયત બગડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, આગળની સારવાર પ્રક્રિયામાં સીટી સ્કેનમાં જાણવા મળેલ કે તેમની મગજની નસ ફાટી જવાના લીધે મગજમાં લોહી જામી જવાના કારણે ડોકટરોએ તેમને બ્રેનડેડ જાહેર કર્યા.વાતની જાણ સુરતની ડોનેટલાઈફ કરીને કાર્યરત સંસ્થાને થતા તેમને વ્રજેશ ભાઈના પરિવારજનોને અંગદાન માટે સમજાવ્યા અને પરિવારના સભ્યોએ માનવતા દાખવી અંગદાન માટે સંમતિ આપી. મૃતકના ઘરડા માતાપિતા તેમજ તેમના પત્ની જેમનું નામ વૈશાલી બહેન છે અને બન્ને દીકરીઓએ પણ પિતાના અંગોનું દાન કરવા સંમતિ અને માનવતા માટે સૌથી મોટું પગલું ભર્યું. મૃતકના ફેફસા, હદય, કીડની, લીવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું જેના દ્વારા 5 લોકોને નવું જીવન બક્ષુ હતું.
પહેલી વહેલી ઘટના ગુજરાતની કે જેમાં અંગોના દાનમાં ફેફસાનું પણ દાન કરવામાં આવ્યું, ડોનેટલાઈફની ટીમે અને મુંબઈની ફોર્ટીસ હોસ્પિટલના કાર્ડિયાક સર્જનએ હ્દય સ્વીકાર્યું. ફેફસાનો સ્વીકાર બેંગલોરના તબીબોએ કર્યો.
આ રીતે ગુજરાતમાં ક્યારેય આવી ઘટના બની ના હતી જેમાં ફેફસાનું દાન આપવામાં આવ્યું હોય.. આ રીતે વ્રજેશ ભાઈના ફેફસાના દાનએ ગુજરાતની સાથે દુનિયામાં પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું.. હદયના દાનને કારણે મુંબઈમાં સુરતના રેહવાસી 44 વર્ષીય એવા પ્રકાશ શાંતિલાલ શાહને નવું જીવન દાન મળ્યું. ફેફસાના દાનને કારણે 59 વર્ષીય અશોક ચૌધરીને નવું જીવન મળ્યું. એક કીડની અમદાવાદના 20 વર્ષીય નવયુવાન યશપાલસિંહ કનકસિંહ માટીએડા ને જયારે બીજી કીડની 28 વર્ષના કમલેશ નારણભાઈ સોલંકીને ટ્રાન્સપ્લાન્ટ કરાયું. લીવરનું દાન ઊંઝાનિવાસી 47 વર્ષીય એવા ઇન્દુબેન દિનેશભાઈ પટેલને કરાયું. આંખોનું દાન સુરતના લોકદ્ર્ષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટએ સ્વીકાર્યું.
ફેફસા અને હદયના સુરતથી ટ્રાન્સપ્લાન્ટ માટે ગ્રીન કોરીડોરની રચના કરવામાં આવી હતી. તેમના પરિવારના આ અંગ દાનના નિર્ણયે સમાજમાં અવિસ્મરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સમાજમાં માનવતાની મિસાલ કાયમ કરી છે.સુરતમાં 22મી વાર આ ઘટના દ્વારા હદયદાન થયું છે, ડોનેટલાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 22 હદયદાન કરવવામાં, જેમાંથી 16 મુંબઈ, 3 અમદાવાદ, 1 હદય ચેન્નાઈ, 1 ઈન્દોર અને 1 હદય દિલ્હી મોકલવામાં આવ્યું છે.. આ સાથે એક બીજી વાત પણ જણાવી દઈએ કે સુરતની ધરતી પર દાનવીર કર્ણના અંતિમ સંસ્કાર થયા હતા જેને જીવતે જીવ જ તેના શરીર સાથે જોડાયેલા કવચ અને કુંડળનું દાન કર્યું હતું.. તો એ જ ધરતી પણ આવા અંગદાન કરી શકે એવા વિરલા જન્મ લે છે.. ધન્ય છે સુરતની ધરતીને, ધન્ય છે ગુજરાતની ધરતીને અને ધન્ય છે ભારત માતાને..
તેમનો આત્મા પરમાત્મામાં સમાઈ ગયો છે.. પણ વ્રજેશ ભાઈના શરીરના દાન થકી આજે તે પાંચ લોકોમાં જીવિત છે, તેમના આત્માને શાંતિ માટે કોમેન્ટમાં Om Shanti જરૂર લખજો.