મિત્રો આમ તો આપણે તુલસીના પાનનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. તુલસીનો છોડ ઘર આંગણે હોવાથી નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થતો નથી. તુલસી એ ખુબ પવિત્ર મનાય છે અને પૂજાની સામગ્રીમાં પણ ઉપયોગ થાય છે.
તુલસીના પાન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીના બીજ એ પણ એટલા જ લાભદાયક હોય છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ કે તુલસીના બીજનો ઉપયોગ કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભ અને બીમારીઓ દૂર રહે છે.
મિત્રો તુલસીના બીજમાં મુખ્યત્વે પ્રોટીન, વિટામીન A અને વિટામિન C ભરપૂર પ્રમાણમાં હોય છે અને આ તુલસીના બીજની તાસીર ઠંડી હોય છે. તુલસીના બીજનું સેવન કરવાથી જાતીય રોગ, ટેન્શન, ડિપ્રેશન, માઈગ્રેઇન(એક બાજુનો માથાનો દુખાવો), અને મગજમાં થતા તણાવને દૂર કરે છે. તો મિત્રો ચાલો જાણીએ કેે કેવી રીતે તુલસીના બીજનો ઉપયોગ કરી બીમારીઓ દૂર કરી શકાય.
તુલસીના બીજ ખુબ જ ગુણકારી હોય છે. તુલસીનો સૌપ્રથમ તો શરદી ઉધરસને દૂર કરવા માટે ઉપયોગ થાય છે. તેથી લવિંગ અને તુલસીના બીજને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ તેમાં થોડું મીઠું નાખી તેને દિવસમાં બે વખત પીવાથી શરદી ઉધરસની સમસ્યા દૂર થાય છે.
બીજો તુલસીના બીજનો ઉપાય છે જો તમને માથામાં દુખાવો થતો હોય તો કપૂર અને તુલસીના બીજને પીસી માથા પર માલિશ કરવાથી. થોડા જ સમયમાં માથામાં થતો દુખાવો દૂર થશે.
તેની સાથે સાથે જ જાતિય રોગ એટલે કે પતિ-પત્નીના જીવનમાં સમસ્યાઓ આવે છે તો પુરુષની શારીરિક ખામીને દૂર કરવા મદદરૂપ થાય છે. આ બીજનું નિયમિત ઉપયોગ કરવાથી યોન રોગ અને નપુંસકતા જેવી સમસ્યા મટાડવા માટે ઉપયોગ થાય છે.
આ સિવાય સામાન્ય રીતે તુલસીના બીજએ પાચન તંત્રની સમસ્યાઓને પણ દૂર કરે છે. ફાઇબર અને પાચક એન્જાઈનથી ભરપૂર આ બીજ પાચનતંત્રને મજબૂત કરે છે. આ બીજનું સવારમાં સેવન કરવાથી ભૂખ કાબૂમાં રહે છે જેથી તમારું વજન કાબૂમાં રહે છે.
યોનિમાં ઇન્ફેક્શન થયું હોય તો તુલસીના બીજને મધ અને પાણીમાં મિક્સ કરી દિવસમાં બે વખત પીવાથી, લોહી, કિડની અને યોનિમાં ઇન્ફેક્શન જેવી સમસ્યા ઓ દૂર થાય છે.
ત્યારબાદ એક્ઝીમા અને સોરાયસિસ(ચામડી ના રોગ) જેવી સમસ્યાને દૂર કરવા માટે તુલસીના બીજને પીસીને નારિયેળના તેલ સાથે મિશ્રિત કરી લગાડવાથી ચામડીના રોગ દૂર થાય છે.
આ સિવાય પેટમાં દુખાવાની સમસ્યા માટે રાત્રે સુતા પહેલા આ બીજને દૂધમાં નાખીને પીવાથી પેટમાં કબજિયાત, પેટમાં દુખાવો એસીડીટી અને પેટમાં ગેસ જેવી સમસ્યાઓ દૂર થાય છે.
તુલસીના બીજથી તમે તમારું વજન પણ ઘટાડી શકો છો આ બીજમાં આલ્ફા લીનોલીઈક એસીડ ખુબ વધુ પ્રમાણમાં હોય છે જેથી તમારા શરીરમાં અપચા અને વધારાની ચરબીને દૂર કરવામાં મદદ રૂપ થાય છે.
તુલસીના બીજનો એક લાભદાયક ઉપાય એ પણ છે કે આ બીજ ફાઈબરથી ભરપૂર હોય છે જેથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને આ બીજનો ઉપયોગ દહીં સાથે કરવાથી ભૂખમાં સંતુષ્ટિ આવે છે.
ડાયાબિટીસની સમસ્યા માટે તુલસીના બીજ ખુબ જ લાભદાયક સાબિત થાય છે. કારણ કે આ બીજ બ્લડશુગરને નિયંત્રણ કરે છે અને ચયાપચનને પણ ધીમું કરે છે અને શરીરમાં ગ્લુકોઝની માત્રા પણ વધે છે.
આ સાથે જ તુલસીના બીજ અને દૂધ સાથે સવારમાં નાસ્તામાં લેવાથી અનેક ઘણા લાભ થાય છે. ખાસ તો કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. અને આ બીજ તમારા વાળ અને ચામડી માટે પણ લાભદાયક સાબિત થાય છે. તો આ હતી મિત્રો તુલસીના બીજની માહિતી.
મિત્રો તમે કમેન્ટ કરીને જરૂર જણાવશો કે આ તુલસીના બીજ તમને લાભદાયક થયા કે નહી.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી