કપડાં ધોયા પછી વધેલું ડિટર્જન્ટ પાણી ઢોળવાના બદલે કરશો આ કામ, તો થશે ફાયદા અને સાથે સાથે પૈસા પણ બચી જશે.

ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ તો આપણા બધાના ઘરોમાં થાય છે. જેનો ઉપયોગ મોટાભાગે કપડાં ધોવા માટે કરવામાં આવે છે અને કપડાં ધોવાયા બાદ ડિટર્જન્ટ વાળા પાણીને ફેંકી દેવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે કપડાં ધોયા બાદ પણ આ ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરી શકાય છે. જી હા તમે ડિટર્જન્ટ વાળા પાણીનો ઉપયોગ અનેક કામોમાં કરી શકો છો. જેને જાણ્યા બાદ કદાચ તમે ક્યારેય પણ તેને વ્યર્થ નહીં જવા દો.

1) બાથરૂમ અથવા ફ્લોરની સફાઈમાં ઉપયોગ કરો:- કપડાં ધોવાયા બાદ ડિટર્જન્ટ વાળા પાણીને આપણે એકદમ વ્યર્થ માનીએ છીએ પરંતુ તમે આ પાણીને ફેંકવાની જગ્યાએ તમારા ઘરના ફ્લોર અને બાથરૂમની સફાઈ કરી શકો છો. કારણ કે સર્ફ વાળા પાણીથી ફ્લોર પર જામેલી ગંદકી સરળતાથી દૂર થઈ જાય છે. તો હવેથી તેને વ્યર્થ સમજીને બિલકુલ ન ફેકવું.2) વોશબેસિન ચમકી જશે:- આપણા ઘરમાં લાગેલા વોશબેસિનમાં જ્યારે ગંદકી જામી જાય છે તો એવામાં તેને સાફ કરવાનું ખૂબ મુશ્કેલી ભર્યું કામ લાગે છે. મોટાભાગે લોકો આ કારણે ગંદા વોશબેસિનનો ઉપયોગ કરતા રહે છે. પરંતુ તમે ડિટર્જન્ટ વાળા પાણીના ઉપયોગથી ખૂબ જ સરળતાથી તેના ડાઘ સાફ કરી શકો છો.

તેના માટે તમે ડિટર્જન્ટ વાળા પાણીમાં સરકો કે બેકિંગ સોડા મેળવી લો. ત્યારબાદ આ ઘોળને વોશબેસિન પર નાખીને બ્રશથી ઘસો. તમે જોશો કે ખૂબ જ સરળતાથી વોશબેસિનના જિદ્દી ડાઘ હટી ગયા. જેના માટે તમારે કોઈ બીજો ખર્ચો કરવાની પણ જરૂર નહીં પડે અને તમારું વોશબેઝિન એકદમ નવા જેવું ચમકવા લાગશે.

3) ચપ્પલ પણ સરળતાથી થશે સાફ:- ડિટર્જન્ટના પાણીથી તમે ચપ્પલ ને પણ ખૂબ જ સરળતાથી સાફ કરી શકો છો. જી હા તમે કપડા ધોયા બાદ બચેલા પાણીને ચંપલ પર નાખીને બ્રશની મદદથી તેને ખૂબ જ આરામથી સાફ કરી શકો છો. તેના માટે તમે કાતો ફૂટવેર પર સર્ફ નું પાણી નાખો કે વોશ કરવા લાયક ફૂટવેર ને સર્ફ ના પાણીમાં નાખીને છોડી દો. ત્યારબાદ થોડું બ્રશ ઘસ્યા બાદ સ્વચ્છ પાણીથી ધોઈ લો.

4) જીવજંતુ નાશક રૂપે કરો ઉપયોગ:- કપડાં ધોયા બાદ લગભગ ફેંકવામાં આવતું ડિટર્જન્ટ કે સર્ફ વાળા પાણીનો ઉપયોગ જીવજંતુના નાશ રૂપે પણ કરી શકાય છે. જી હા તમારે સર્ફ ના પાણીનો ઉપયોગ ઘરની એવી જગ્યાઓ પર સ્પ્રે કરીને કરી શકો છો. જ્યાં કીડી મકોડા જમા થવાનું જોખમ વધારે હોય છે. તેના માટે તમે આ પાણીને સ્પ્રે મશીનમાં ભરીને સ્ટોર રૂમ, વોશરૂમ, ફર્નિચરની આસપાસ જ્યાં ઉધઈ જોવા મળે છે. આ સાથે તમે આ પાણીને ઝાડ અને છોડ પર પણ લગાવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment