એક જ ડીશમાં વાપરો બે અલગ અલગ ટીવી…. જાણો તેની ખુબ જ સરળ ટેકનીક, વધારાનો ખર્ચો બચી જશે.

એક જ ડીશમાં વાપરો બે અલગ અલગ ટીવી…. જાણો તેની ખુબ જ સરળ ટેકનીક, વધારાનો ખર્ચો બચી જશે.

મિત્રો આજકાલ વધતી જતી સુવિધા માટે લોકો ખુબ જ મહેનત કરતા હોય છે. જેનાથી તે પોતાના પરિવારને બધું જ ઐશ્વરીય આપી શકે. આજે મિત્રો દરેક ઘરોમાં ખુબ જ સુખ સુવિધા ઉપલબ્ધ હોય છે. જેના પગલે આજની જીવન શૈલી ખુબ જ સરળ અને સુવિધા સભર થઇ ગઈ છે. તો આજે અમે એક એવી જ સુવિધા વિશે તમને જણાવશું જેના વિશે જાણીને તમે ખુબ જ ખુશ પણ થશો અને તમને આર્થિક ફાયદો પણ થશે. તો ચાલો જાણીએ કંઈ છે એ સુવિધા.

આજકાલ દરેક લોકોના ઘરમાં ટીવી તો ફરજીયાત હોય છે. પરંતુ મિત્રો હવે સમય પ્રમાણે એક જ ઘરોમાં બે પણ ટીવી હોય છે અને અમુક ઘરોમાં ત્રણ ત્રણ ટીવી પણ હોય છે. તો મિત્રો જે ઘરમાં બે ટીવી હોય ત્યાં સ્વાભાવિક છે કે ટીવી કનેક્શન પણ બે જ હોવાના અથવા તો ડીશ હોય તો એ પણ બે જ હોય. તો તેના ભાડું પણ આપણે દર મહીને બે જ ભરવા પડે. પરંતુ આજે અમે તમને એક એવી ટેકનીક વિશે જણાવશું જેનાથી તમારા પૈસા પણ બચશે અને બે ટીવી પણ જોવાશે. અને ડીશ માત્ર એક જ.

આજકાલ આપણે જોઈએ છીએ કે બધી જ કંપનીના DTH પ્લાન ખુબ જ મોંઘા આવવા લાગ્યા છે. જેનું દર મહિનાનું ભાડું 250 રૂપિયા’થી શરૂ થાય છે અને 600 થી 700 રૂપિયા સુધીનું હોય છે. તો દર મહીને આપણે ઘરમાં બે ટીવી હોય તો બે ડીશનું રીચાર્જ કરાવવું પડે છે. પરંતુ અમે જે ટેકનીક વિશે જણાવશું તમે તમારે માત્ર એક  જ ડીશમાં બે ટીવી ચાલશે. દર મહીને જો બે DTH નું રીચાર્જ કરવામાં આવે તો ડબલ ખર્ચ થાય છે.

પરંતુ અમે જે ટેકનીક તમને જણાવશું તેનાથી એક ડીશમાં બે રૂમમાં અલગ અલગ ટીવી જોઈ શકાય છે. અને તેના માટે માત્ર એક વધારાની વસ્તુની જરૂર છે એ છે સેટટોપ બોક્સ. કેમ કે એક જ સેટટોપ બોક્સમાં માત્ર એક જ ટીવી ચાલી શકે એટલા માટે ખાલી સેટટોપ બોક્સ બે જોઈએ.

કોઈ પણ કંપનીનું સેટટોપ બોક્સ હોય તેમાં તેમાં LNB in માટેનો પોર્ટ મુકવામાં આવ્યો હોય છે. જ્યારે બીજું સેટટોપ બોક્સ એવું લેવાનું જેમાં LNB આઉટ પ્લગ પોર્ટ હોય. તે બંને સેટટોપ બોક્સ આ પ્રમાણે ન હોય તો બે ટીવી ન ચાલે

એટલા માટે જ આપણી પાસે બે ટીવીને જોવા માટે બે સેટટોપ બોક્સની પણ જરૂર પડે. જેમ આ બે પ્રકારને સેટટોપ બોક્સ જોઈએ એક MPEG-4, MPEG-2 નામના બોક્સ હોવું આવશ્યક છે.

તો MPEG-2 નામના બોક્સમાં LNB in અને LNB આઉટ નામના બંને ઓપ્શન્સ હોય છે તેમાં બંને પ્લગ હોય છે. DTH નો જે મુખ્ય કેબલ હોય છે તેને સેટટોપ બોક્સના in પોર્ટમાં લગાવવો. અને આઉટ પુટનો બીજો છેડો MPEG-4 ના કનેક્શન LNB માં પ્લગ ઇન કરવાનો રહેશે. પછી તમારા બીજા રૂમ પર જે ટીવી હોય ત્યાં MPEG-4 સેટટોપ બોક્સને રાખવાનું રહેશે.

માત્ર આ પ્રોસેસ કરીને એક વાર ચેક કરી લેવાનું તમારું ટીવી ચાલુ થઇ જશે. આ ઉપાય દ્વારા માત્ર એક જ ડીશમાં તમે બે કનેક્શન ચલાવીને ટીવી જોઈ શકશો. અને આ ટેકનીકની સૌથી મોટી ખાસિયત એ છે કે બંને ટીવીમાં તમે અલગ અલગ ચેનલો પણ જોઈ શકો છો. તો આ ઉપાય દ્વારા તમે આર્થિક રીતે પણ મદદ થાય છે.

હા, તમને જો આ કામ ના ફાવે તો કોઈ અનુભવી પાસે આ કામ કરાવવું, તો મિત્રો કોમેન્ટ કરો અને જણાવો કે કેવી લાગી અમારી માહિતી…આ માહિતી ઈન્ટરનેટ પરથી લેવાયેલ માહિતી પરથી લખાયેલ છે.અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

3 thoughts on “એક જ ડીશમાં વાપરો બે અલગ અલગ ટીવી…. જાણો તેની ખુબ જ સરળ ટેકનીક, વધારાનો ખર્ચો બચી જશે.”

Leave a Comment