નોટબંધી બાદ ફરીવાર મોદીજીએ દેશવાસીઓ સમક્ષ કરી આ સત્તાવાર જાહેરાત… જાણો અચાનક જ કેમ? શું કહ્યું મોદીજીએ?

નોટબંધી બાદ ફરીવાર મોદીજીએ દેશવાસીઓ સમક્ષ કરી આ સત્તાવાર જાહેરાત… જાણો અચાનક જ કેમ? શું કહ્યું મોદીજીએ સત્તાવાર જાહેરાતમાં?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ફરી એકવાર દેશને સંબોધિત કરીને આખા દેશને હચમચાવી નાખ્યો છે. આ પહેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી બાબતે આખા દેશને હચમચાવી નાખેલો. આજે ફરીએકવાર આ એક નવી બાબતે નરેન્દ્ર મોદીજીએ દેશને સંબોધ્યો છે. તો ચાલો જાણીએ આ કઈ બાબત છે અને તેનાથી ભારતને ફાયદો થયો છે કે નુકશાન.. જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ   દેશને કઈ બાબતે સંબોધ્યો છે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી એક પોસ્ટ મુકેલી કે તેઓ આજ સવારે ૧૧.૪૫ થી ૧૨ વાગ્યા   સુધીમાં દેશને સંબોધશે. આ પોસ્ટ સમગ્ર ભારતમાં આગની જેમ ફેલાઈ ગઈ કેમ કે જયારે નોટબંધી  કરી ત્યારે મોદીજીએ દેશને એવો અણધાર્યો જટકો આપેલો કે સમગ્ર દેશ સહીત દુનિયા પણ ધ્રુજી ઉઠી હતી.

તો મોદીજીએ કરેલી આ ટ્વીટ થી તેઓ શું કહેવા માંગે છે તે જાણવા આખા દેશમાં આ ખબર ૧૦-૧૫ મીનીટમાં ફેલાઈ ગઈ, અમુક લોકોનું અવનવી ધારણાઓ લગાવતા હતા અને પૂરો દેશ આ શું ખબર હશે તે જાણવા માટે ઉત્સુક થઇ રહ્યો હતો.

આ બાજુ બપોરે ૧૨ વાગી ગયા તો લોકોની ઉત્સુકતા પણ ચરમસીમા એ પહોચી ગઈ હતી કે ક્યારે સંબોધન થશે, શું સંબોધન થશે… અંતે ૧૨.૧૫ વાગ્યા પછી સ્વયં વડાપ્રધાન લાઈવ થયા, અને દેશને સંબોધવા આવ્યા ત્યારે આખો દેશ શ્વાસ રોકીને આ ખબર જાણવા માટે TV સામે બેસી ગયા હતા.

ચાલો હવે જાણીએ કે શું કહ્યું વડાપ્રધાન મોદીજીએ…
વડાપ્રધાને દેશને સંબોધતા કહ્યું કે, આજે ભારતે એક અદભૂત સફળતા મેળવી લીધી છે, ભારતે આજે અંતરિક્ષના ઈતિહાસમાં પોતાનું નામ રોશન કર્યું છે. આ સફળતા ભારતે અંતરીક્ષ ક્ષેત્રે મેળવી છે. વધુમાં આગળ જણાવ્યું કે, ભારતે આજે LEO (લો અર્થ ઓરબીટ) માં LIVE સેટેલાઈટને ASET મિસાઈલ દ્વારા તોડી પાડ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે આવી સફળતા દુનિયામાં ફક્ત ૩ દેશોએ જ મેળવેલી છે. આ સફળતા અમેરિકા, રશિયા અને ચાઈના એ જ મેળવેલી છે. ત્યાર બાદ આ સફળતા મેળવનારો ભરત ચોથો દેશ બન્યો છે. આ વાત આખા દેશ માટે ગર્વની છે.

ભારતે આ મિશનને “મિશન શક્તિ” નામ આપ્યું હતું.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના શબ્દોમાં આગળ જણાવ્યું હતું કે   આ પૂર્વનિર્ધારિત  લક્ષ હતું, આ  LIVE સેટેલાઈટને LEO માં  ૩૦૦ કીલોમીટરના અંતરે ASET મિસાઈલ દ્વારા ૩ મીનીટની અંદર જ તોડી પડાયો હતો. અને આ ઓપરેશન ફક્ત 3 મીનીટમાં જ પૂરું કરવામાં આવ્યું હતું. આ સફળ ઓપરેશન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ DRDO ના તમામ વૈજ્ઞાનિકો તેમજ તેની સાથે જોડાયેલા તમામ સભ્યો અભિનંદન આપ્યા છે.

અને આ જે ઓપરેશન કયું તે માટે નરેન્દ્રમોદીએ જણાવ્યું કે આ મિશન કોઈ સાથે લડાઈ કરવા કે યુદ્ધ માટે નથી, આ ઓપરેશન ફક્ત ભારતની શાંતિ અને સુરક્ષા માટે હતું, આ ઓપરેશનથી કોઈ પણ રાષ્ટ્રીય કે અંતરરાષ્ટ્રીય સંધીને કોઈ નુકશાન પણ નથી થયું, તેમજ આ કોઈ રાષ્ટ્ર વિરોધી કામ પણ નથી.

ભારત હંમેશા હથિયાર અને યુદ્ધ  વિરોધી રહ્યું છે અને ભારતની નીતિઓમાં કોઈ હથિયાર કે યુદ્ધ વિરોધી કાર્ય નથી થતું. આ કામ સમગ્ર ભારતના કલ્યાણ માટે જ કરવામાં આવી રહ્યું છે.

આજે ભારત સ્પેસ પાવરના રૂપમાં ઉભરી આવ્યું છે, તેમજ તેમને પોતાની શક્તિનો પરચો બતાવ્યો છે, વધુમાં મોદીજીએ કહ્યું કે અત્યારે આ સમયમાં સેટેલાઈટ સંદેશા વ્યવહારનું એક મહત્વનું સાધન છે, ભારત પાસે પર્યાપ્ત ઉપગ્રહો છે જે અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહ્યું છે, જેમ કે મેડીકલ, શિક્ષણ, ખેતી, સમુદ્ર, હવામાન. આ સેટેલાઈટનો લાભ બધા લોકોને મળી રહ્યો છે.

અને ભારતે આ સેટેલાઈટમાં જે મહત્વનો કદમ ઉઠાવ્યો એ કાબિલે તારીફ છે. આ વાતની નોંધ સમગ્ર દુનિયામાં લેવાશે. આ સફળતા માટે સમગ્ર દેશવાસીઓને ખુબ ખુબ અભિનંદન.

આ રીતે વડાપ્રધાન મોદીજીએ નોટબંધી બાદ આવી જાહેરાત કરી હતી, કે આપણા દેશ ભારતે અદ્વિતીય સફળતા મેળવી. તો મિત્રો તમે પણ કોમેન્ટમાં અભિનંદન કે જય હિન્દ જરૂર લખજો… ભારત માતાકી જય  

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

Leave a Comment