આ દીકરીને હાથ નથી, મહેનત અને લગન જાણીને ગર્વ થશે. આ રીતે પેપર લખી લખી પરીક્ષા પાસ કરી.

કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય અને જો આપણી સંકલ્પશક્તિ મજબુત હોય તો કોઈપણ કાર્ય અશક્ય નથી. માણસનું આ મનોબળ જ તેને સફળતાની એ ટોચ પર પહોંચાડી દે છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. આવું જ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કેરળની રહેવાસી આ છોકરીએ, જે ફક્ત 15 જ વર્ષની છે. આ છોકરી દરેક વ્યક્તિ માટે એક મિસાલ બની ગઈ છે. શું તમે પણ આ છોકરીની સ્ટોરી જાણવા માંગો છો ? તો આ લેખને જરૂરથી વાંચો. કેમ કે આ છોકરીની વાત સાંભળીને તમને પણ જીવનમાં કંઈક કરવાનું મન થશે.

આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ કાર્ય પૂર્ણ જોમ સાથે કરવામાં આવે તો તેને પૂર્ણ થતાં કોઈ અટકાવી ન શકે. આ વાત સાચી સાબિત કરાવી છે કેરળની દેવિકા નામની એક યુવતીએ. આ છોકરી એટલી હોશિયાર છે કે તેણે દસમાં ધોરણની બોર્ડની પરીક્ષામાં તમામ વિષયોમાં A+ મેળવ્યો છે. આ પછી તેણે દેશના ખૂણે ખૂણેથી અભિનંદનના સંદેશાઓ પ્રાપ્ત થઈ રહ્યા છે.

જાણવા મળતી માહિતી અનુસાર આ છોકરી દેવિકાનો જન્મ કેરળના મલપ્પુરમમાં થયો હતો. પરંતુ દેવિકાને જીવનમાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો છે. કારણ કે તેને પોતાની જ શારીરિક મુશ્કેલીઓ અટકાવી રહી હતી. પરંતુ તેણે ક્યારેય શારીરિક સીમાઓને પોતાના માર્ગમાં આવવા ન દીધી. આ છોકરીનો એક હાથ નહીં, પરંતુ બંને હાથ નથી.

પરંતુ જીવનની મુશ્કેલીઓથી હાર ન માનતા દેવિકાએ પોતાની બધી જ ઇચ્છાઓ પૂરી કરવા માટે પોતાના પગથી લખીને 10 માં ધોરણની પરીક્ષા પાસ કરી છે. પણ હવે તો દેવિકાને ઘણા બધા અવરોધોની સાથે ભેટો પણ મળી રહી છે. દેવિકાને જન્મથી જ હાથ ન હતા. પરંતુ તેની માતા સુજિતે ક્યારેય પોતાની દીકરીને એવું લાગવા જ નથી દીધું કે તેના હાથ નથી.

દેવિકાએ પોતાના સંઘર્ષની શરૂઆત કરી તેની વાત કરીએ તો એક દિવસ તેની માતાએ દેવિકાના અંગૂઠા વચ્ચે પેંસિલ બાંધી. ત્યારથી બસ દેવિકાએ પોતાના જીવનમાં ક્યારેય પાછું વળીને જોયું નથી. તે દિવસથી જ તે તેના પગ વડે બધું લખવા લાગી. દેવિકાના પિતા અને માતા બંને તેનો અભ્યાસ કરવામાં સંપૂર્ણ સહયોગ આપે છે. જ્યારે એવું પણ જણાવ્યુ છે કે તે આઈ.એ.એસ. બનવાનું સપનું જોવે છે.

જો દેવિકાને બંને હાથ ન હોવા છતાં જીવનમાં કંઈક કરી છૂટવાની તમન્ના છે, જ્યારે આજના યુવાનો પોતાના સામાન્ય પ્રશ્નના કારણે જીવન માર્ગ ભટકી જતા હોય છે. પરંતુ આ લેખ વાંચ્યા બાદ કદાચ લોકો પોતાની સફળતા માટે આગળ વધે તેવી આશા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment