આજે આ સમયમાં ટેકનોલોજી ખુબ જ આગળ વધી ગઈ છે. તો લોકો આજે ઇલેક્ટ્રિક ઉપકરણોનો ખુબ જ ઉપયોગ કરતા થયા છે. આજે લોકો મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર, એસી, ફ્રીઝ, વોશિંગ મશિન, પંખા, બલ્બ વગેરે બધી જ વસ્તુઓ આજના માનવી માટે જીવન જરૂરિયાત વાળી વસ્તુ છે. જેના વગર આજે લોકો રહી નથી શકતા. પરંતુ આ બધી વસ્તુની આયુષ્ય મર્યાદા હોય છે. જે ચોક્કસ સમય બાદ કામ ન આપી શકે. તો આજે અમે તમને એક એવું જ ઇલેક્ટ્રિક ઉપકરણ વિશે જણાવશું જે લગભગ બન્યું છે ત્યારથી બંધ નથી પડ્યું. તો ચાલો જાણીએ શું છે એ ઇલેક્ટ્રિકની આઈટમ તો ચાલો જાણીએ તેના વિશે.
લગભગ મોટાભાગે તમે જોયું હશે કે કંપનીઓ વીજળીના બલ્બ પર એક વર્ષ અથવા બે વર્ષની ગેરેંટી આપે છે. પરંતુ તેની સામે તેના ભાવ પણ ખુબ જ લેવામાં આવે છે. આજના સમયમાં વીજળીના એવા ખુબ જ ઓછા બલ્બ હોય છે જે બે થી ત્રણ વર્ષ સુધી ચાલે. પરંતુ આજે અમ જે બલ્બ વિશે જણાવશું તે 118 વર્ષથી લગાતાર સળગતો આવી રહ્યો છે. તે બલ્બ આજે પણ સતત ચાલુ રહે છે અને આજ સુધીમાં ક્યારેય પણ બંધ નથી પડ્યો. આ વાત જાણીને વિશ્વાસ ન આવે પરંતુ આ એક સત્ય હકીકત છે. તો ચાલો જાણીએ તે બલ્બ વિશે.
દુનિયાના આ અનોખા બલ્બનું નામ છે સેન્ટેનિયલ. આ બલ્બ કેલીફોર્નીયાના લીવરમોર શહેરના દમકલ કેન્દ્રમાં લગાવેલો છે. આ લેમ્પને શેલ્બી ઈલેક્ટ્રોનિક કંપની દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ બળને પહેલી વાર વર્ષ 1901 માં આ બલ્બ ચાલુ કરવામાં આવ્યો હતો અને આજ સુધી તે તેમજ ચાલુ છે. આજ સુધીમાં ક્યારેય પણ તે બલ્બ ઉડ્યો નથી.
ખબરો અનુસાર, આ બલ્બને પહેલી વાર વર્ષ 1937 માં વીજળીના તારને બદલવા માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજ સુધી ક્યારેય પણ બંધ નથી થયો. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ બલ્બ લખવામાં પણ આવ્યું છે. પરંતુ મિત્રો તમન જણાવી દઈએ કે આ બલ્બને સીસીટીવી દ્વારા નિગરાનીમાં રાખવામાં આવે છે.
આ બલ્બને વીજળીના ચાર વોટ જોઈએ અને તે પુરા 24 કલાક સુધી સતત પ્રકાશ આપે છે. આ બલ્બનો 2001 માં જન્મ દિવસ હતો. અને તે ખુબ જ ધામધૂમ સાથે મનાવવામાં આવ્યો હતો. કેમ કે 2001 માં આ બલ્બનો 100 મો જન્મ દિવસ હતો. આ બલ્બના જન્મ દિવસ પર એક સંગીત પાર્ટી રાખવા આવી હતી.
આજે આ બલ્બને જોવા માટે આખી દુનિયામાંથી લોકો આવે છે. ઘણી વાર તો આ બલ્બને જોવા માટે લોકોની એટલી બધી ભીડ જામી જાય છે કે, ત્યાં મ્યુઝિયમ જેવું દ્રશ્ય ઉભું થઇ જાય છે. જેના કારણે એવું લાગે કે અહિયાં દમકલ કેન્દ્ર નહિ પરંતુ કોઈ મ્યુઝિયમ છે. લોકો આ બલ્બને સ્પેશીયલ જોવા માટે પણ આવે છે.
તમને જણાવી દઈએ કે આ બલ્બ વર્ષ 2013 માં પોતાની રીતે જ બંધ થયો હતો. ત્યાર બાદ લોકોને એવું લાગ્યુ કે આ બલ્બ ઉડી ગયો છે. પરંતુ ત્યાર બાદ તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ બલ્બનો વાયર ખરાબ થઇ ગયો છે. ત્યાર બાદ બલ્બના તારને બદલી નખવામાં આવ્યો અને બલ્બ ફરીવાર ચાલુ થઇ ગયો. જે આજે પણ ત્યાં ચાલુ અવસ્થામાં જોવા મળે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google