ઘરમાં આ પ્રાણીનો ઉછેર કરો તો ક્યારેય પણ નહિ રહે પૈસાની તંગી, જાણો તે ક્યાં ક્યાં પ્રાણીઓ છે.

પ્રાણીઓ પ્રત્યે અનેક લોકોને લગાવ હોય છે અને આ લગાવને કારણે તેઓ પોતાના ઘરમાં આ પ્રાણીઓનો ઉછેર કરે છે. પરંતુ એ વાત બહુ ઓછા લોકો જાણતા હોય છે કે આ પ્રાણીઓનો પોતાના ઘરમાં ઉછેર કરવાથી અનેક લાભ પ્રાપ્ત  થાય છે. ચાલો તો જાણી લઈએ કે ક્યાં પ્રાણીનો ઘરમાં ઉછેર કરવાથી શો લાભ મળે છે. તે વિસ્તારથી જાણી લઈએ.

એ વાત સાચી છે કે માણસની બધી જ ભાગ્ય રેખાઓ એક બીજાથી વિરુદ્ધ હોય છે, પરંતુ મનુષ્યનું ભાગ્ય એવું છે કે તેમાં પરિવર્તન થાય છે, તો બીજાના જીવનને પણ અસર થાય છે. એ જ રીતે, ઘરમાં જોવા મળતા પ્રાણીઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તમારા જીવનને ઘણી ઉંડી અસર કરતાં હોય છે. તો આજે અમે તમને એવા પ્રાણીઓ વિશે જણાવશું. જે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે, જે તમારા જીવનમાં તમને સ્વસ્થ અને સુખી રાખે છે. તો ચાલો જાણીએ ક્યાં છે એ પ્રાણી. કૂતરાંને ઉછેરવાથી આ ફાયદો થાય છે : આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને ઘરમાં કુતરા પાળવાનો ખુબ જ શોખ હોય છે. આથી મોટાભાગના લોકો કૂતરાઓને તેમના ઘરે રાખે છે. જે સારું છે. વધુમાં એવું સામે આવ્યું છે કે વાસ્તુમાં કૂતરાને સંપત્તિ મેળવવાનું એક સરળ સાધન માનવામાં આવે છે. એક કૂતરો ઉછેર કરવાથી અને તેને સવાર-સાંજ રોટલી ખવડાવવાથી ઘરના સભ્યોની આવક વધે છે. આ સિવાય કૂતરાને ભગવાન ભૈરવનાથનો સેવક પણ માનવામાં આવે છે.

કાચબાનો ઉછેર શુભ માનવામાં આવે છે : જો તમે વાસ્તુશાસ્ત્રમાં માનતા હો, તો આપણે વાસ્તુનું પાલન કરીશું, આથી કાચબાને પાળવા ખુબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં કાચબાનો ઉછેર થાય છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. જો તમે કાચબા ઉછેરવાનું વિચારી રહ્યા છો, પરંતુ તે શક્ય નથી. તો પછી તમે પિતળનો કાચબો પણ ઘરે રાખી શકો છો.

દેડકા પાળવાના ફાયદા : વાસ્તુશાસ્ત્ર મુજબ દેડકાને ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં દેડકાને પાળવાથી અનેક રોગો નાબૂદ થાય છે. આની સાથે સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. જો તમને ઘરમાં અસલ દેડકા ન પાળી શકતા હો, તો પછી તમે પિત્તળનો દેડકો પણ લાવી શકો છો અને તેને સ્વચ્છ સ્થાન પર રાખી શકો છો. તેનાથી તમને ચોક્કસ લાભ થશે. આ સિવાય દરરોજ ઘરેથી તમારા કામ પર જતા પહેલા દેડકાને જોતાં જાવ એ ખુબ જ સારું માનવામાં આવે છે. આ તમારા કામને પ્રોત્સાહન આપે છે.માછલી એ સંપત્તિનો સ્ત્રોત છે : પુરાણોથી એવું જાણવા મળ્યું છે કે માછલીને ખુબ જ શુભ માનવામાં આવે છે. માછલીને પણ સંપત્તિનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. બીજી બાજુ, ઘરમાં સુવર્ણ માછલીને પાળવાથી આનંદ અને શાંતિ મળે છે. માછલીને દાણા નાખવાથી ગ્રહની સ્થિતિમાં સુધારો થાય છે, સાથે જ ઘરમાં ઉન્નતિ પણ થાય છે.

સસલા સફળતા મેળવવામાં ખુબ જ મદદરૂપ થાય છે : બધા લોકોને સસલા જોવાનું ગમે છે અને તે ઘર માટે પણ શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. ઘરમાં સસલાની જોડી રાખવાથી લગ્ન જીવનમાં ખુશી મળે છે. સાથે જ બિનજરૂરી લડત અને ઝઘડા પણ દૂર થાય છે. સસલાના જોડીવાળા લોકો તેમના જીવનમાં સફળ થાય છે.

પોપટ પાળવાથી આ ફાયદાઓ થાય છે : આ એક એવું પક્ષી છે, જેને ઘરમાં પાળવાથી ઘર પર આવતી અનેક સમસ્યાઓ વિશે પહેલાથી જાણ થઈ જાય છે. માનવી આગામી કટોકટી માટે અગાઉથી તૈયાર રહી શકે છે. પોપટનો ઉછેર કરવાથી ઘરમાં હંમેશાં સુખ રહે છે.ઘોડા પાળવાથી આ લાભ થાય છે : ઘોડા પાળવા સામાન્ય રીતે અમીર લોકોનો શોખ હોય છે. પરંતુ વાસ્તુમાં એવું કહેવામાં આવ્યું છે કે ઘોડા પાળવાથી ધનનો સતત પ્રવાહ બની રહે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર અથવા ઓફિસના દક્ષિણપૂર્વ ખૂણામાં ઘોડો રાખવાથી પૈસાની તકલીફ થતી નથી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment