યુવતીના હાથ ન હતા, સર્જરી કરી જોડ્યા એક યુવાનના હાથ.. પછી જે થયું તે ચોંકાવનારું હતું.

હાલ ટેકનોલોજી ખુબ જ આગળ વધી ગઈ છે, જેના કારણે લોકો વિચારી પણ ન શકે એવા સોલ્યુશન આવી રહ્યા છે. તો પુણેની 21 વર્ષની શ્રેયાએ ઈન્ટર-જેન્ડર હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યો હતો. શ્રેયાને હાથ ન હતા અને તેને પુરુષોના હાથ ટ્રાન્સપ્લાન્ટ કર્યા હતા. જેના કારણે બંને હાથનો રંગ અને શ્રેયાના શરીરનો રંગ અલગ પડતો હતો. તો તેના અનુભવ વિશે જણાવે છે.

શ્રેયા સિદ્દ્નાગોર મહારાષ્ટ્રના પુણેમાં રહે છે. તેને ત્રણ વર્ષ પહેલા ઈન્ટર-જેન્ડર હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. તે જણાવે છે કે હવે મારા હાથનો રંગ અને શરીરનો રંગ એક થવા લાગ્યો છે. જ્યારે મેં ઈન્ટર-જેન્ડર હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું ત્યારે શરીર અને હાથનો રંગ ખુબ જ અલગ પડતો હતો. સાથે શરૂઆતમાં મને એવું લાગતું જ ન હતું કે મારા આ હાથ હવે મારા છે. હાથોને લઈને મને ખુબ જ ચિંતા થતી હતી. પરંતુ હવે એ હાથ મારા છે તેવો અહેસાસ થાય છે.

પોતાની આપવીતીને લઈને શ્રેયા જણાવે છે કે, વર્ષ 2016 માં મારો અકસ્માત થયો હતો અને મેં હાથ ગુમાવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2017 માં કોચિમાં આવેલ અમૃતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) મારું ઓપરેશન થયું હતું. પુરા દોઢ વર્ષ સુધી મારી ફિઝિયોથેરાપી કરવામાં આવી હતી. આખા એશિયાનું એ પહેલું ઈન્ટર-જેન્ડર હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ત્યારે પહેલા પ્રોથેસ્ટિક હાથનો ઉપયોગ કરવાની કોશિશ કરવામાં આવી, પરંતુ પછી નિર્ણય કરવામાં આવ્યો કે સર્જરી કરવી. સર્જરી કરવામાં આવી ત્યારે હાથનો રંગ શરીર જેવો ન હતો. ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલ હાથ શ્યામ રંગના હતા. પરંતુ ધીમે ધીમે હાથનો રંગ બદલવા લાગ્યો.

એક આંકડા અનુસાર જાણવા મળ્યું છે કે, આખી દુનિયામાં 200 કરતા પણ ઓછા લોકોના હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. પરંતુ તેમાંથી કોઈ પણ કેસ એવો નથી જેમાં હાથનો રંગ અને આકાર બદલ્યા હોય. આ એક માત્ર એવો કેસ છે જેમાં હાથનો રંગ બદલ્યો છે. આ વિશે ડોક્ટર્સનું જણાવવું છે કે, આ પહેલો એવો કેસ છે જેમાં આ રીતે બદલાવ થયો હોય. આ કેસ પહેલા અફઘાનિસ્તાનમાં પણ આવો કેસ સામે આવ્યો છે.

સચિન એર્નાકુલમમાં એક રાજગીરી નામનો વિદ્યાર્થી હતો. જે બી.કોમમાં અભ્યાસ કરતો હતો. રાજગીરી પોતાની બાઈક પર તારીખ 9 ઓગસ્ટ 2017 ના રોજ જઈ રહ્યો હતો. ત્યારે તેનો અકસ્માત થયો, અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ડોક્ટરો દ્વારા તેને બ્રેનડેડ ઘોષિત કર્યો. પરંતુ ત્યારે રાજગીરીના પરિવાર તેનું બોડી ડોનેટ કરવાનો નિર્ણય કર્યો. ત્યારે એક બાજુ શ્રેયાના પિતા પણ કોઈ ડોનરની શોધમાં હતા. ત્યારે જ તેમને ફોન આવ્યો કે 9 ઓગસ્ટના રોજ શ્રેયાનું ઓપરેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યાર બાદ શ્રેયાનું ઓપરેશન શરૂ થયું અને તેમાં 20 જેટલા ડોક્ટરો હાજર રહ્યા હતા. ઓપરેશન થઇ ગયા બાદ પણ શ્રેયાને દોઢ વર્ષ સુધી ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. શ્રેયાના હાથનું ઓપરેશન થયું તેમાં હાજર રહેલા પ્લાસ્ટિક સર્જન ડો. મોહિત શર્મા જણાવે છે કે, ઈન્ટર-જેન્ડર હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ વિશે કોઈ વિશેષ સંશોધન નથી થયું. હોર્મોનલ પરિવર્તનના કારણે આ યુવતીમાં આવું બની શકે એવું અનુમાન છે. અત્યર સુધીમાં આખા વિશ્વમાં 200 જેટલા હથોનું ટ્રાન્સ પ્લાન્ટ થયું છે, પરંતુ સ્કિન ટોન બદલે એવો કિસ્સો પહેલી વાર બન્યો છે. આખી દુનિયામાં આવો પહેલો કેસ હોય શકે.

એઈમ્સ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. સુબ્રમણ્યમ અય્યર દ્વારા મીડિયાને કહેવામાં આવ્યું કે, સાયન્ટિફિક જર્નલ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટના બે કિસ્સાને પ્રકાશિત કરવા ઇચ્છીએ છીએ. હાલ તો શ્રેયાના હાથ બદલ્યા છે તેનો રંગ બદલાયો છે, જે એક રેકોર્ડ છે. પરંતુ આંગળી અને હાથની બનાવટમાં બદલાવ થવો જોઈએ તેના વિશે સંશોધન થશે. પરંતુ એ સંશોધનને જાહેર કરવામાં સમય પણ લાગી શકે.

Leave a Comment