વિદ્યાર્થીઓમાં હતી હિમોગ્લોબીનની ઉણપ… શિક્ષકે શોધ્યો આ ઉપાય, સરકારે કરી  પ્રશંસા

મિત્રો આજના સમયમાં ફાસ્ટફૂડ અને જંક ફૂડનું ચલણ ખુબ વધારે જોવા મળે છે. જેના કારણે શરીરમાં ઘણા પ્રકારની ઉણપો સર્જાતી હોય છે. તેમાંની એક ખાસ ઉણપ છે હિમોગ્લોબીન એટલે કે શરીરમાં લોહીની ઉણપ હોવી. આજના સમયમાં દિવસે દિવસે લોકોમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું થતું જાય છે. ખાસ કરીને આ હિમોગ્લોબીનની ઉણપ બાળકના વિકાસ અને કૌશલ્યને પણ ક્યાંકને ક્યાંક અવરોધે છે.

પરંતુ એક શાળામાં જ્યારે શાળાના એક શિક્ષકને જાણ થઇ કે તેમના મોટા ભાગના વિદ્યાર્થીઓમાં લોહીની ઉણપ છે, ત્યારે તે ઉણપને પહોંચી વળવા તેમણે એવો રસ્તો શોધ્યો  કે સરકારે પણ તેમના કાર્યની નોંધ લીધી અને પ્રશંસા કરી. તો જાણો કોણ છે એ શિક્ષક અને ક્યો એવો રસ્તો શોધ્યો જેનાથી હિમોગ્લોબીનની ખામી વિદ્યાર્થીમાંથી દુર થઇ ગઈ. બોટાદમાં એક મ્યુનિસિપલની કન્યા શાળા આવેલી છે. ત્યાં દિલીપ ભાલગામીયા નામના એક વ્યક્તિ શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. જેમની ઉંમર 39 વર્ષની છે. દિલીપ ભાઈને ત્યારે ખુબ જ દુઃખ થયું, જ્યારે તેમને જાણવા મળ્યું કે તેની શાળામાં 70% બાળકોમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું છે. સામાન્ય રીતે એક સ્વસ્થ શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ 12 થી 15 ગ્રામ હોવું જોઈએ. પરંતુ તેમની શાળાના મોટાભાગના વિદ્યાર્થીઓમાં હિમોગ્લોબીનનું પ્રમાણ 9 ગ્રામ કે તેનાથી ઓછું જોવા મળ્યું. ત્યાર બાદ દિલીપભાઈ અને તેમની સાથે કામ કરતા અન્ય બે શિક્ષકો કે. જે. જોઢાંણી અને આર. ડી. જીવાણીને વિદ્યાર્થીઓના વિકાસમાં અવરોધ ઉભો કરતી હિમોગ્લોબીનની ખામી ખટકી અને તેઓ તેના પર ખુબ જ ઊંડી ચર્ચા પર ઉતર્યા.

ચર્ચા કર્યા બાદ ત્રણેય શિક્ષકો એક્શનમાં આવ્યા અને તેઓએ મળીને બધા જ વિદ્યાર્થીઓના નાસ્તા તપસ્યા તો તેમણે જોયું કે મોટાભાગના વિદ્યાર્થીઓ નાસ્તામાં ચેવડો, સેવ મમરા, ચિપ્સ, તળેલી વસ્તુઓ જેવી ખાવાની વસ્તુઓ જ લાવતા હતા. પછી તેમણે અધ્યયન કર્યું અને તારણ મેળવ્યું કે સુકા નાસ્તામાં કેલેરી હોય છે, પરંતુ પોષકતત્વનું પ્રમાણ નહિ બરાબર હોય છે. આ જાણ્યા બાદ દિલીપભાઈને થયું કે એક શિક્ષક તરીકે પોતે જ પોતાના વિદ્યાર્થીઓ માટે આ બાબતે કંઈક કરશે. ત્યાર બાદ દિલીપભાઈએ વિદ્યાર્થીઓને એક મુઠી મગ, ચણા જેવા કઠોળ નાસ્તામાં લાવવા કહ્યું અને આ કઠોળને એક રાત પલાળીને બીજા દિવસે તે ફણગાઈને તૈયાર થઇ જાય પછી તેને નાસ્તામાં આપવા લાગ્યા. પરંતુ વિદ્યાર્થીઓને તેનો સ્વાદ પસંદ આવે એટલે તેઓ એ મિક્સ કઠોળમાં લીંબુ, મરચા, ટામેટા અને ચટણી વગેરે જેવા મસાલા ઉમેરીને ભેળ બનાવીને વિદ્યાર્થીઓને તે નાસ્તામાં આપવાનું શરૂ કર્યું.

મિત્રો એક મહિના બાદ આ ઉપાયનું પરિણામ પણ જોવા મળ્યું. કઠોળ નાસ્તામાં આપ્યા બાદ છોકરીઓમાં રહેલી આયરનની ઉણપ દુર થઇ ગઈ. આ શિક્ષકના ઉપાયથી પ્રેરિત થઈને મધ્યાહ્ન ભોજનમાં પણ ફણગાવેલા કઠોળને સ્થાન આપવામાં આવ્યું. આ બાબતની  અમદાવાદમાં IIM માં થયેલ એજ્યુકેશનલ ઇનોવેશન તેમજ અન્ય અલગ અલગ સ્થળોએ પણ પ્રશંસા કરવામાં આવી હતી. એટલું જ નહિ, પરંતુ તેને રાષ્ટ્રપતિ ભવનની ઇનોવેશન ગેલેરીમાં પણ ઉલ્લેખવામાં આવ્યું. જેથી તે જોઇને અન્ય લોકો પણ પ્રેરિત થાય.આ બાબત પર સૌથી મોટી પ્રશંસા રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ બાબતથી પ્રેરિત થઈને એનીમિયા જેવા રોગોને દુર કરવા માટે 2017 માં મધ્યાહ્ન ભોજન યોજનામાં કઠોળ પણ આપવાનું નક્કી કરાયું. શિક્ષણ વિભાગના ઉચ્ચ  અધિકારીએ જણાવ્યું કે, “વર્ષ 2018 માં GR એવો નિર્દેશ આપ્યો કે રાજ્યની બધી જ સરકારી સ્કુલોમાં મધ્યાહ્ન ભોજનમાં કઠોળ આપવામાં આવે.”

તાજેતરમાં જ આ બાબત દિલીપ ભાલગામીયાએ ટ્રેઈની IAS અધિકારી અને વહીવટી અધિકારી સામે રજુ કરી છે. આ ઉપરાંત દિલીપભાઈની સાથે કામ કરતા શિક્ષક આર. ડી. જીવાણીએ જણાવ્યું કે હવે વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં વધારે પ્રમાણમાં પોષકતત્વો મળી રહે તેવા આહાર પર વધારે ધ્યાન આપવામાં આવે છે. જેથી એક મજબુત અને સ્વસ્થ સમાજનુ નિર્માણ થાય.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment