5 માં ધોરણમાં અને કોલેજમાં પણ 2 વાર ફેલ થયેલા એશિયાના સૌથી અમીર વ્યક્તિની ગાથા..

મિત્રો વ્યક્તિ પોતાના જીવનમાં હંમેશા એક જ મહેનત કરતો હોય છે કે તે કોઈ પણ ક્ષેત્રમાં હોય બસ તેને સફળતા મળે. પરંતુ ઘણા એવા લોકો હોય છે જે સફળતા મેળવવા માટે ખુબ જ મહેનત કરતા હોય છે. પરંતુ તેમાં છતાં તેને સફળતા નથી મળતી હોતી. પરંતુ જે વ્યક્તિ એક ઉમ્મીદ સાથે પોતાની મહેનત અને લગનને જાળવી રાખે છે તે ક્યારેય નિષ્ફળ નથી થતા. તો આજે અમે તમને એક એવા જ સફળ વ્યક્તિ વિશે જણાવશું જેણે પોતાના જીવનમાં માત્રને માત્ર નિષ્ફળતાનો સામનો કર્યો છે. પરંતુ તેમ છતાં આજે એ વ્યક્તિ એવી ઉંચાઈ પર છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો ચાલો જાણીએ એક સફળ વ્યક્તિના એવા સંઘર્ષ વિશે જે હતો અસાધારણ.

મિત્રો અમે જે વ્યક્તિ તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પ્રાથમિક અભ્યાસમાં 5 માં ધોરણમાં બે વાર નાપાસ થયા હતા. પરંતુ આઠમાં તે વ્યક્તિ ધોરણ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં ત્રણ વાર ફેલ થયો હતો. ત્યાર બાદ કોલેજમાં પ્રવેશ લેવા માટે એન્ટ્રન્સ આપવી પડે. તેમાં પણ બે વાર ફેલ થયા હતા. ત્યાર બાદ તેના જીવનમાં બીજા પાસાઓ પણ આવ્યા. જેમાં તેમણે 30 જેટલી અલગ અલગ જગ્યાઓ પર નોકરી માટે અરજી કરી અને બધી જ જગ્યાઓ પરથી તેને ના કહેવામાં આવી. હાવર્ડ યુનિવર્સીટીમાં પણ આ વ્યક્તિએ એડમીશન માટે કોશિશ કરી હતી પરંતુ ત્યાં પણ તેને નિષ્ફળતા મળી હતી. ઉપર જણાવ્યું એ બધી નિષ્ફળતાને પ્રાપ્ત કરનાર વ્યક્તિ આજે એશિયાનો સૌથી ધનિક વ્યક્તિ છે. જેનું નામ છે જેક માનો. તેણે પોતાના જીવનમાં જે જે સંઘર્ષો સામે લડાઈ આપી છે તેની કથા આખી દુનિયા માટે અને ખાસ કરીને આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે. આ વ્યક્તિ એક સમયે ખુબ જ ગરીબ હતા. જેની ગરીબીને લઈને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બનવાની સફર ખુબ જ રોચક છે. જેણે એટલી બધી નિષ્ફળતાનો સામનો કર્યો છતાં તે પોતાના મનોબળના કારણે આજે ઉંચાઈ પર છે. તો ચાલો જાણીએ તેની રસપ્રદ કથા.

મિત્રો ચીનના હાંગઝુ રાજ્યમાં 10 સપ્ટેમ્બર, 1964 માં જેક મા નો જન્મ થયો હતો. તેમનું બાળપણ ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરીને પસાર થયું હતું. જેમાં બાળપણથી તેમણે પોતાના જીવનને મર્યાદિત બનાવી લીધું. કેમ કે જ્યારે તેવો નાના હતા ત્યારે ઘરની પરિસ્થિતિ ગરીબ હોવાને કારણે બધી જ સવલતો મર્યાદિત મળતી હતી. તેમાંથી જ તેવો ઓછી સુવિધા સાથે જીવન જીવતા શીખ્યા. પરંતુ આજે તે એસ્થાન પર પહોંચી ગયા છે કે જેની સફળતા વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકમાં જોવા મળી રહી છે. જેને આજે સ્કુલોમાં ભણાવવામાં આવી રહ્યા છે. જેક મા તેની સ્કુલના સમયમાં તે ખુબ જ સામાન્ય વિદ્યાર્થી હતા. તે બિલકુલ પણ હોંશિયાર ન હતા. તેમને ગણિત અને વિજ્ઞાનમાં કોઈ દિવસ ખબર પડતી ન હતી.

જેક મા અભ્યાસમાં એ હદ સુધી નબળા હતા કે તેવો ધોરણ પાંચમાં અને આઠમાં આવ્યા ત્યાં સુધીમાં ત્રણ વાર નાપાસ થયા હતા. પરંતુ મિત્રો ત્યાં સુધીમાં જેક મા ને એક વાતની સમજ પડી કે આ સમયમાં અંગ્રેજી ભાષા શીખવી અને જાણવી ખુબ જ જરૂરી છે. પરંતુ જેક મા એ અંગ્રેજી શીખવા માટે જે ઉપાય કર્યો તે ખુબ જ સારો અને અદ્દભુત હતો. તેવો રોજ એક હોટલ જતા. ત્યાં વિદેશી પર્યટકોને મળવાનું શરૂ કર્યું. ત્યાર બાદ તેવો ત્યાં ગાઈડ બની ગયા અને વિદેશી પ્રવાસીનોને શહેરનું દર્શન કરાવતા. ત્યાર બાદ આ કામમાં બધા સાથે અંગ્રેજીમાં વાત થતી અને શીખવાનું શરૂ થઇ ગયું. અને મિત્રો થોડા જ દિવસોમાં જેક મા ખુબ જ સુંદર રીતે અને વિદેશી શૈલી સાથે ઇંગ્લિશ બોલવા લાગ્યા. તેની સાથે સાથે જેક મા વિદેશી અને પશ્વિમી દેશના લોકોની બધી રીતભાતને પણ જાણી લીધી અને શીખી લીધી. મિત્રો જેક મા એ વર્ષ 1988 માં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યાર બાદ જેક મા એ અલગ અલગ 30 કંપનીમાં નોકરી માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ એ સમયે લગભગ બધી જ જગ્યાઓ પરથી તેને ના કહી દેવામાં આવી હતી. પરંતુ જ્યારે ચીનમાં KFC આવ્યું ત્યારે તેમાં નોકરીના ઈન્ટરવ્યૂ માટે જેક મા સહિતના 24 લોકો ગયા હતા. પરંતુ તેમાં આશ્વર્યની વાત એ છે કે જેક મા સિવાયના બધા જ 23 યુવાનો પસંદગી પામ્યા. પરંતુ માત્ર જેક મા રીજેક્ટ થયા હતા.

પરંતુ જેક મા ગ્રેજ્યુએટ થયા ત્યાર બાદ હાંગઝુ યુનિવર્સીટીમાં તેમણે એક અંગ્રેજી શિક્ષક તરીકે નોકરી મેળવી. ત્યાર બાદ જેક મા ને માસ્ટર્સ કરવાની પણ ખુબ જ ઈચ્છા હતી. તેથી તેમણે વિશ્વની ખુબ જ જાણીતી એવી હાવર્ડ યુનિવર્સીટીમાં પણ અરજી કરી હતી. પરંતુ તેમણે એક બે વાર નહિ, પૂરી દસ વાર અરજી કરી હતી. પરંતુ તેમ છતાં પણ તેમને ત્યાંથી નિષ્ફળતા પ્રાપ્ત થઇ હતી. પરંતુ 1995 મા જેક માં પોતાના મિત્રો સાથે અમેરિકા ગયા. પરંતુ અમેરિકાના આ પ્રવાસ બાદ જેક મા નું આખું જીવન બદલાય ગયું હતું. તેવો ચીનના અલીબાબા ગ્રુપના એક્ઝિક્યૂટિવ ચેરમેન પણ રહી ચુક્યા છે. જે આજે એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment