આ ગામને કહેવાય છે જમાઈનું ગામ, આ કારણે પુરુષોને જ જવું પડે છે સાસરે.

મિત્રો જેમ તમે જાણો જ છો કે લગ્ન પછી છોકરીઓ જ સાસરે જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવશું જ્યાં દીકરીએ નહિ પરંતુ દીકરાએ સાસરે જવું પડે છે. ટૂંકમાં જમાઈએ સાસરે જવું પડે છે. તમને આ વાત જાણીને થોડી વિચિત્ર લાગશે પરંતુ આ એક સત્ય હકીકત છે. આ ગામમાં લગ્ન થઈ ગયા પછી છોકરો જ ઘર જમાઈ બનીને રહે છે. તો ચાલો જાણીએ ક્યાં આવ્યું છે આ ગામ, શું છે તેની પરંપરા. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

દેશના મોટાભાગના લોકોમાં એક રીવાજ છે કે, લગ્ન પછી છોકરી જ સાસરે આવે છે. જ્યારે દેશનું એક એવું ગામ પણ છે, જ્યાં છોકરો જમાઈ બનીને સાસરે જાય છે. આ ગામમાં છોકરી સાસરે નથી જતી. આ ગામનું નામ છે કૌશાબી. જે ઉત્તરપ્રદેશમાં આવેલું છે. આમ જોઈએ તો ગામનું નામ હિંગુલપુર છે. પરંતુ આ ગામ જમાઈના ગામ તારીખે ખુબ જ પ્રખ્યાત છે. આ ગામની બીજી ઘણી ખાસિયત પણ છે.

કન્યા ભ્રુણ હત્યા તેમજ દહેજને કારણે ઉત્તરપ્રદેશમાં ખુબ જ હત્યાઓ થતી હતી. જેના કારણે આ ઉપાય કરવામાં આવ્યો છે. દશકો પહેલાં ગામના વડીલોએ નક્કી કર્યું કે, લગ્ન પછી છોકરી પ્રિયરમાં જ રહે અને ગામના લોકોએ આ નિર્ણય સ્વીકારી લીધો. ગામના લોકોની છોકરીઓ જેવી મોટી થાય અને તેના લગ્નની વાત ચાલે એટલે પહેલી શરત આ મુકવામ આવે છે કે, દીકરી સાસરે નહિ આવે, પરંતુ જમાઈને સાસરે આવવું પડશે.આ શરતને કારણે બની શકે કે, તેનાથી છોકરીઓના લગ્ન જ ન થાય, તેથી અહિયાં પહેલેથી જ છોકરીઓના ભણતર પર ધ્યાન આપવામાં આવે છે. આમ અભ્યાસ સિવાય છોકરીઓને ત્યાં સિલાઈ જેવા કામ પણ શીખવાડવામાં આવે છે. જેનાથી છોકરીને આર્થિક ટેકો મળી શકે.

આ ઉપરાંત જે છોકરો જમાઈ બનીને આ ગામમાં આવે છે, તેને રોજગારી મળી રહે તે માટે ગામના લોકો મળીને નિર્ણય લે છે. આ ગામના આસપાસના ગામો જેમ કે કાનપુર, ફતેહપુર, પ્રતાપગઢ, ઇલાહાબાદ, અને બાંદાના જમાઈ રહે છે. ત્યાં 18 થી લઈને 70 વર્ષ સુધીની મહિલાઓ પોતાના પતિ સાથે રહે છે. ત્યાં એક જ ઘરમાં જમાઈની પેઢી વસેલી છે.

જો કે હિંગલપુર એકલું જ એવું ગામ નથી, જ્યાં જમાઈ રહે છે પણ મધ્યપ્રદેશના નરસિંહપુર જીલ્લાના મુખ્યાલય પાસે પણ આવું જ એક જમાઈનું ગામ આવેલું છે. બીતલી ગામ જમાઈનું ગામ તરીકે ઓળખાય છે. ત્યાં પણ મોટાભાગના પરિવાર બીજા પ્રદેશથી માઈગ્રેટ થઈને આવ્યા છે, અને વસ્યા છે. ત્યાર પછી ત્યાંના લોકોએ પોતાની છોકરીઓને સુરક્ષિત રાખવા માટે પ્રિયરમાં જ રાખવાનો નિર્ણય કર્યો.એક બીજું કારણ એ પણ છે કે, દીકરીના લગ્ન બીજે દુર કરવાથી બીજા પરિવાર વિશે વધુ જાણી નથી શકાતું. ઘણી વખત અધુરી માહિતીને આધારે સંબંધ જોડવામાં આવે છે. આવા સમયે સંબંધ લાંબો સમય ટકી નથી શકતો અને બંને પક્ષો પરેશાન થાય છે. આ ઘટનાને ટાળવા માટે ઘણી જગ્યા પર જમાઈને ઘરે રાખવાનો રીવાજ ચાલ્યો.

આ સિવાય ઝારખંડના જમશેદપુરના આદિત્યપુર પણ જમાઈ પાડા નામે ઓળખાય છે. જ્યાં જમાઈ જ રહે છે. 1960 માં ઇન્ડસ્ટ્રીયલાઈજઝેશન દરમિયાન ફેકટરીઓમાં કામ કરવા માટે લોકોની જરૂર પડી. તેથી ગામના લોકો પોતાના જમાઈને બોલાવી લીધા. ત્યારથી તેનું નામ જમાઈ પાડા હતી ગયું. જ્યાં હવે છોકરીઓ લગ્ન પછી સાસરે નથી જતી પરંતુ જમાઈ સાસરે આવે છે.જ્યારે રાજસ્થાનનું એક ગામ ચિતોડગઢ જીલ્લાનું એક નાનું એવું ગામ પાલોદ પણ જમાઈનું ગામ છે. આ ગામના લોકો પોતાના દીકરીઓના લગ્ન ગામની બહાર નથી કરતા. વડીલોના કહ્યા મુજબ જો છોકરીના લગ્ન ગામમાં કરવામાં આવ્યા તો છોકરી આંખની સામે રહેશે. જેથી કરીને તેની સુરક્ષાની થઈ શકે. બીજુ કારણ એ છે કે, તે જ ગામમાં લગ્ન થવાથી ખેતી માટે ટ્રેક્ટર લેવું, ગૃહસ્થીના કામ, બાળકોની જવાબદારી વગેરેમાં એકબીજાની મદદ કરી શકાય છે.

આ સિવાય હરિયાણાનું એક ગામ સૌદાપુર પણ આ રીવાજ અપનાવવામાં આવ્યો છે. જેનું કારણ છે અહી મહિલાઓ પર થતા હત્યાચાર. તેને ઓછા કરવા માટે આ રીવાજ અપનાવવામાં આવ્યો છે. પાણીપતથી થોડે દુર આ ગામના પણ હવે જમાઈની સારી એવી વસ્તી થઈ ગઈ છે.

Leave a Comment