ગુજરાતમાં વહેંચાય છે ગધેડીનું દૂધ આટલા રૂપિયે પ્રતિ લીટર, કિંમત જાણીને ગધેડા પાળવાનું મન થશે. 

મિત્રો તમે ઘણા પ્રાણીઓના દૂધ વિશે જાણ્યું, તેમજ સાંભળ્યું હશે. આમ પ્રાણીઓના દૂધ પીવાથી ઘણા પોષક તત્વો મળે છે. જેમ કે બકરીનું દૂધ, ગાયનું દૂધ, ભેંસનું દૂધ, વગેરે. જો કે આપણે ભેસ અને ગાયનું દૂધ તો પીતા હોઈએ છીએ. કહેવાય છે કે, બાળકો માટે બકરીનું દૂધ ખુબ ફાયદાકારક છે. પરંતુ આજે આપણે વાત કરવાની છે ગધેડીના દૂધ વિશે. માટે આજે આ લેખ ખુબ જ ખાસ છે, તો જાણો આ લેખને અંત સુધી. 

જાણવા મળતી માહિતી મુજબ ગુજરાતમાં એક ખાસ પ્રકારની ગધેડીના દુધની ડેરી ખોલવામાં આવી રહી છે. તેનું કારણ છે કે, તેનું દૂધ ખુબ જ મોઘું છે. જેને જાણીને તમે ચોકી જશો. 7000 રૂપિયા પ્રતિ લીટર દૂધ વહેંચાય છે. 

એવું જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં હલારી નસ્લના ગધેડાનું દૂધ ઘણું લોકપ્રિય બની રહ્યું છે. હલારી નસ્લના ગધેડા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ જોવા મળે છે. જે જામનગર અને દ્વારિકામાં મળે છે. અને ત્યાં જ તેની ડેરી ખોલવામાં આવી રહી છે. વાસ્તવમાં આ ગધેડાનો ઉપયોગ પહેલાં સામાન લેવા કે લઈ જવામાં જ થતો હતો. પરંતુ પછી તેનું દૂધ કાઢવાનું શરૂ કરવામાં આવ્યું. એક ખાસ સમુદાય તેનું પોષણ કરે છે અને દૂધ કાઢે છે.

હલારી નસ્લના ગધેડા સફેદ હોય છે. તેનું કદ કાઠી મજબુત અને સામાન્ય હોય છે. હરિયાણાના કરનાલ સ્થિત રાષ્ટ્રીય પશુ અનુવાંશિક સંસાધન બ્યુરો એ પણ તેના પર રીસર્ચ કરીને તેને ખાસ પ્રકારના ગધેડા જણાવ્યા છે. આ સિવાય જો સ્વાસ્થ્યના રૂપે જોવામાં આવે તો ગધેડીનું દૂધ આંતરડાનું સંક્રમણ કરે છે. માથાના દુઃખાવા માટે સારું છે. તેમાં લેક્ટોજ ઇંટોલેરેન્ટસ હોય છે. તે ઓસ્ટીયોપોરોસીસ માટે ઉપયોગી છે. તેમજ પ્રતિરક્ષા પ્રણાલી વધારે છે. તેમજ વાળ અને સૌંદર્ય માટે ફાયદાકારક છે. દુનિયાભરના ઘણા દેશોમાં ગધેડીના દુધનો ઉપયોગ સૌંદર્ય ઉત્પાદનો અને ત્વચાના નિખાર માટે ઉપયોગમાં લેવાય છે. ત્યાં સુધી કે આયુર્વેદમાં પણ ગધેડીના દુધને ત્વચાના રોગો નિવારવા માટે કહેવામાં આવ્યું છે. એવું પણ કહેવાય છે કે ગધેડીનું દૂધ પ્રાકૃતિક મોઈશ્યરાઈજરનું કામ કરે છે. તેમાં પ્રોટીન ખુબ મળે છે.

મિશ્રની રાણી વિશે એવું કહેવામાં આવે છે તેનું સૌંદર્ય ખુબ જ આકર્ષક હતું અને પોતાની ખુબસુરતી બનાવી રાખવા માટે તે ગધેડીના દુધથી સ્નાન કરતી હતી. જો કે આ વાત સત્ય હોય કે ન હોય પણ એ વાત સત્ય છે કે ગધેડીનું દૂધ ત્વચા માટે ખુબ ફાયદાકારક છે. આ સિવાય એક રીપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે, આર્જેન્ટીમાં પોતાના બાળપણમાં “માં”ના દુધના વિકલ્પમાં ગધેડીના દુધ આપવામાં આવતું હતું. ટૂંકમાં એવું જાણવા મળ્યું છે કે, ગધેડીનું દૂધ પોષ્ટિક જ નહિ પણ સ્કીન કેર માટે પણ ખુબ લાભદાયક છે. આજે ભારતમાં આપણ ગધેડીના દુધથી બનેલી પ્રોડક્ટની માંગ વધી રહી છે. જ્યારે Dolphin IBA નામની એક કંપની ગધેડીના દૂધ માંથી બનતા બ્યુટી પ્રોડક્ટ વહેંચે છે. એન્ટી-એન્જીંગ પ્રોડક્ટના રૂપે તેની ઘણી માંગ છે. આ સિવાય ગધેડીના દુધના ઘણા ફાયદા પણ છે. તે પીવામાં પણ ખુબ ફાયદાકારક છે. ગધેડીના દુધથી દુનિયાનું સૌથી મોઘું પનીર બને છે. ઉત્તરી સર્બિયામાં બનતા આ પનીરની કિંમત 70 હજાર રૂપિયા માનવામાં આવે છે. પનીર બનાવતા સ્લોબોદાનની માનવામાં આવે તો આ પનીર ખુબ જ લજીજ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ સારું છે. આ પનીર 2012 માં ત્યારે ચર્ચામાં આવ્યું હતું, જયારે સર્બિયાના ટેનીસ સ્ટાર નોવાક જોકોવિચ વિશે કહેવામાં આવતું હતું કે, આ પનીરની સાલાના સપ્લાઈ કરવમાં આવે છે. જો કે નોવાકે અ ખબરનું ખંડન કર્યું હતું. 

પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, એક ગધેડી એક દિવસમાં એક લીટર દૂધ પણ નથી આપતી, જ્યારે ગાય 40 લીટર પ્રતિદિન આપે છે. આ કારણે તેના પનીરનું ઉત્પાદન ખુબ ઓછું થાય છે. એક વર્ષમાં આ ફોર્મ 6 થી 15 કિલો પનીર બનાવીને વહેંચે છે. આમ ઉત્પાદન ઓછું હોવાથી તે ખુબ જ મોઘું મળે છે. આમ ગધેડીના દુધથી બનતા પનીરને પ્યુલ ચીજ કહેવામાં આવે છે. 

Leave a Comment