ભારતીય ડ્રાઈવિંગ લાઇસન્સ થી આટલા દેશોમાં ચલાવી શકો છો ગાડી ! જાણો ક્યાં છે એ દેશ.

આપણે સૌ જાણીએ જ છીએ કે, જે રીતે દરેક દેશની નાગરિકતા અલગ અલગ હોય છે. તે રીતે વ્યક્તિગત આઈડી પણ અલગ હોય છે. જે બીજા દેશમાં વાપરી શકાતા નથી. જે તે દેશમાં ગયા બાદ ત્યાંથી નવું આઇડી બનાવવું પડે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે, ઘણા એવા પણ દેશ છે જ્યાં ભારતનું લાયસન્સ વાપરી શકાય છે. તો આવો જાણીએ એવા ક્યાં દેશ છે. જ્યાં ભારતીય લાયસન્સ વાપરી શકાય તથા તે માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સ ક્યાં ક્યાં દેશમાં ઉપયોગમાં લઈ શકીએ. માટે આ લેખ અંત સુધી અવશ્ય વાંચો.

અમેરિકા : ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સથી અમેરિકામાં ગાડી ડ્રાઈવ કરી શકાય છે. ભારતમાં ગાડીઓને રોડની ડાબી બાજુ ચલાવવામાં આવે છે. જ્યારે અમેરિકામાં રોડની જમણી તરફ ગાડી ચલાવવામાં આવે છે. જો કોઈ ભારતીયની પાસે અંગ્રેજી ભાષામાં ડ્રાઈવિંગ લાયસન્સ છે તો તે અમેરિકામાં વર્ષ સુધી ગાડી ચલાવી શકે છે. જો તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ અંગ્રેજી ભાષામાં નથી, તો તમારે આતંરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ પરમિટની સાથે ફોર્મ I – 94 ની કોપી પણ તમારી સાથે રાખવી પડે. 

સ્વીત્ઝરલૅન્ડ : સ્વીત્ઝરલૅન્ડમાં પણ ગાડીને રસ્તાની જમણી તરફ જ ચલાવવામાં આવે છે. તમે ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સ દ્વારા ત્યાં પણ 1 વર્ષ સુધી ગાડી ચલાવી શકો છો. જો કે, અમેરિકાની જેમ અહીં પણ ડ્રાઈવિંગ લાયસન્સનું અંગ્રેજીમાં હોવું જરૂરી છે. ફ્રાંસ  : અહીં પર પણ ગાડીને જમણી તરફ જ ચલાવવામાં આવે છે. ફ્રાંસમાં પણ ભારતીય લાયસન્સ દ્વારા 1 વર્ષ સુધી તમે અહીં ડ્રાઈવ કરી શકો છો. જો કે અહીં, લાયસન્સની ફ્રેંન્ચ ભાષામાં કોપી સાથે રાખવી જરૂરી છે. 

જર્મની : જર્મનીમાં તમે ઇન્ડિયન ડ્રાઈવિંગ લાયસન્સથી 6 મહિના સુધી ગાડી ચલાવી શકો છો. અહીં ઇન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સની જરૂર નથી. પરંતુ તમારી સાથે ઇન્ડિયન લાયસન્સની સાથે ઇગ્લિંશ ટ્રાંસલેટ કોપી સાથે જરૂરથી રાખવી. 

ઓસ્ટ્રેલિયા : ઓસ્ટ્રેલિયામાં ભારતની જેમ ડાબી બાજુ જ ડ્રાઈવિંગ કરવામાં આવે છે. અહીં ઇન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સની પણ જરૂર હોય છે. તેમ છંતા જો તમારી પાસે ભારતીય લાયસન્સની અંગ્રેજી કોપી હોય તો તમે 3 મહિના સુધી ક્વીંસલેન્ડ, ન્યૂ સાઉથ વેલ્સ, દક્ષિણ ઓસ્ટ્રેલિયા, ઉત્તરી ક્ષેત્ર અને ઓસ્ટ્રેલિયાની રાજધાની ક્ષેત્રમાં ગાડી ચલાવી શકો છો.નોર્વે અને મોરેશિસ : અહીં ભારતીય લાયન્સ દ્વારા ફક્ત 3 મહિના ગાડી ચલાવી શકો છો. તે સાથે જ તમે તમારી પાસે અંગ્રેજી ભાષામાં લાયસન્સ હોવું જરૂરી છે. અહીં ગાડીને ડાબી તરફ જ ચલાવવામાં આવે છે. 

ન્યૂઝીલેન્ડ : આ દેશમાં રોડની ડાબી તરફ ગાડી ચલાવવામાં આવે છે. અહીં પણ લાયસન્સનું અંગ્રેજીમાં હોવું ખુબ જ જરૂરી છે. અથવા તો ન્યુઝીલેન્ડ ટ્રાંસપોર્ટ એજન્સી દ્વારા ટ્રાંસલેટ કરાવેલ હોવું જોઈએ. 

આ ઉપરાંત સાઉથ આફ્રિકામાં ગાડી ડાબી બાજુએ જ ચલાવવાની હોય છે. અહીં ગાડી ચલાવવા માટે પણ ડ્રાઈવિંગ લાયસન્સ અંગ્રેજીમાં હોવું જરૂરી છે. તે સાથે જ ધ્યાન રાખવું કે તમારી પાસે આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ પરમિટ પણ હોવી જોઈએ. 

Leave a Comment