પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરો આ ભૂલ, પિતૃઓ થઈ શકે છે નારાજ…!

મિત્રો, જેમ તમે જાણો છો કે, હાલ ભાદરવો માસ ચાલી રહ્યો છે અને થોડા દિવસમાં હવે શ્રાદ્ધ શરૂ થઈ જશે. એટલે કે, પૂનમથી હવે પિતૃ તર્પણના દિવસો શરૂ થશે. પિતૃ પક્ષના દિવસોમાં દરેક લોકો પોતાની શક્તિ અનુસાર પિતૃઓના મોક્ષ માટે કાર્યો કરતા હોય છે. પરંતુ ઘણી વખત આ પક્ષમાં એવી ભૂલો થઈ જતી હોય છે, જેના કારણે પિતૃઓ નારાજ થઈ જાય છે. તેથી જો તમે ઈચ્છો છો કે, તમારાથી આવી ભૂલો ન થાય તો ભૂલથી પણ આવી ભૂલોનું ધ્યાન રાખો અને પછી જ પિતૃ તર્પણની ક્રિયાઓ કરો. માટે આ લેખને અંત સુધી વાંચો.

આમ પિતૃઓને ખુશ રાખવા માટે ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તેથી પિતૃ પક્ષના આ 15 દિવસો દરમિયાન આ વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. ભાદરવા પક્ષની પૂર્ણિમા આ વર્ષે 1 અને 2 સપ્ટેમ્બર છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે અગસ્ત્ય મુનિનું તર્પણ કરવાનું કહેવામાં આવે છે. આ વર્ષે પિતૃપક્ષ 1 સપ્ટેમ્બરથી શરૂ થઈને 17 સપ્ટેમ્બર સુધી છે. આ સિવાય ભારતીય ધર્મશાસ્ત્ર અને કર્મકાંડ મુજબ પિતૃઓને દેવ માનવામાં આવ્યા છે. આ પક્ષમાં પિતૃઓના નિમિત્તે દાન, તર્પણ, શ્રાદ્ધ સ્વરૂપે ક્રિયાઓ કરવામાં આવે છે. આમ પિતૃપક્ષમાં કરેલા શ્રાદ્ધ કર્મ જીવનને સુખમય બનાવે છે અને વંશની વૃદ્ધિ કરે છે. 

આમ જોઈએ તો અંત્યેષ્ટિ સંસ્કારને જીવનનો અંતિમ સંસ્કાર માનવામાં આવે છે. પરંતુ આ સંસ્કાર પછી પણ એવા કર્મ હોય છે, જેને મૃતકના પરિવારજનો કરે છે. આ કર્મમાં સંતાન એટલે કે પુત્રની ભૂમિકા મહત્વની હોય છે. આ ક્રિયા છે શ્રાદ્ધ. જે સંતાનનું મુખ્ય કર્તવ્ય છે. આમ જો શ્રાદ્ધને સારી રીતે નિભાવવામાં આવે, તો પિતૃઓ ખુબ પ્રસન્ન થાય છે. ક્યારે કરવામાં આવે છે શ્રાદ્ધ કર્મ : આમ જોઈએ તો દરેક માસની અમાસના દિવસે શ્રાદ્ધ કર્મ કરી શકાય છે. પણ ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને ભાદરવા માસની અમાસ સુધી વિધિપૂર્વક શ્રાદ્ધ કરવાનું વિધાન આપેલું છે. આમ આ પક્ષને પિતૃપક્ષ પણ કહેવામાં આવે છે. ભાદરવા કૃષ્ણ પ્રતિપ્રદથી લઈને અમાસ સુધી, આ 15 દિવસ સુધીઓ સમય પિતૃપક્ષ નામે ઓળખાય છે. આ 15 દિવસોમાં લોકો પોતાના પિતૃઓનું તર્પણ કરે છે. તેમજ પિતૃઓની મરણ તિથી અનુસાર તેનું શ્રાદ્ધ કરે છે. 

શું છે પિતૃ શ્રાદ્ધ : માતા-પિતા અથવા પરિવારના અન્ય વ્યક્તિના મૃત્યુ પછી તેની પાછળ કરવામાં આવતી શ્રદ્ધાપૂર્વક ક્રિયાને શ્રાદ્ધ કહે છે. એવી માન્યતા છે કે, આ 15 દિવસો દરમિયાન આ દુનિયામાં જે પિતૃ મૌજુદ નથી તે આ દિવસોમાં ધરતી પર આવે છે. આપણે તેને જળ ભોજનનો ભોગ અર્પણ કરીએ છીએ. આવા સમયે પિતૃઓને પ્રસન્ન કરવા ખુબ જરૂરી હોય છે. કેમ કે તેમના આશીર્વાદથી આપણી ઉન્નતી થાય છે. પરંતુ ઘણી વખત અજાણતા આપણાથી એવી ભૂલો થઈ જતી હોય છે, જેથી કરીને પિતૃઓ નારાજ થઈ જાય છે. 

નવો સામાન ન ખરીદવો જોઈએ : પિતૃપક્ષમાં કોઈ પણ પ્રકારનો નવો સામાન ન ખરીદવો જોઈએ. એવું માનવામાં આવે છે. આ સમય એ પોતાના પિતૃઓને યાદ કરવાનો સમય હોય છે. તેથી આ સમય એ તેમની યાદમાં શોક કરવાનો હોય છે. તેથી આવા સમયે નવી વસ્તુની ખરીદી તેમને નારાજ કરી શકે છે. 

વાળ ન કાપવા જોઈએ : જે લોકો પોતાના પિતૃઓના શ્રાદ્ધ કરવાના હોય, તેમણે પોતાના વાળ ન કપાવવા જોઈએ, એવું માનવામાં આવે છે આમ વાળ કાપવાથી પિતૃઓ નારાજ થઈ શકે છે. ભિખારીને ભિક્ષા દેવાની મનાઈ ન કરવી : એવી માન્યતા છે કે, અતિથી એ દેવ સમાન હોય છે. પરંતુ મુખ્ય રૂપે પિતૃપક્ષમાં કોઈ પણ ભિખારીને ભિક્ષા દેવાની મનાઈ ન કરવી જોઈએ. કારણ કે ભિખારીના રૂપમાં તમારા પિતૃઓ હોય અને ભિક્ષા દેવાની મનાઈ કરવી, એ તેનું અપમાન સમાન છે. આમ દિવસોમાં કરવામાં આવેલું દાન પિતૃઓને તૃપ્તિ પ્રદાન કરે છે. 

 લોઢાના વાસણનો ઉપયોગ ન કરવો : પિતૃઓને પિત્તળ, તાંબુ કે ફૂલના વાસણમાં જ જળ અપાવું જોઈએ. તેથી તર્પણ માટે હંમેશા આ વાસણનો જ ઉપયોગ કરવો. આમ પિતૃઓની પૂજા માટે લોઢા વાસણની સંપૂર્ણ મનાઈ કરવામાં આવી છે. આમ કરવાથી પિતૃ નારાજ થઈ શકે છે. 

કોઈ અન્ય વ્યક્તિના ઘરે ભોજન કરવાથી બચવું જોઈએ : એવી પણ માન્યતા છે કે, જે લોકો પિતૃ તર્પણ કરવાના હોય તેમણે કોઈ અન્યના ઘરે ભોજન કરવાથી બચવું જોઈએ. કોઈ બીજાનું ભોજન ગ્રહણ કરવાથી પિતૃ નારાજ થઈ શકે છે. આમ પિતૃઓની પ્રસન્નતા માટે સૌથી સારો સમય એ પિતૃપક્ષ છે. આમ આ વાતોનું ધ્યાન રાખીને પિતૃઓનું તર્પણ કરવું વધુ લાભદાયક છે. 

Leave a Comment