બકરીના દૂધમાંથી બનેલો સાબુના ફાયદા જાણશો તો દંગ રહી જશો. મહિલાઓ માટે ખાસ..

મિત્રો આજે લોકો કોસ્મેટિક આઈટમનો ખુબ જ ઉપયોગ કરતા હોય છે. તો બજારમાં પણ અલગ અલગ સાબુ, ક્રીમ અને ફેસવોશ જેવી વસ્તુઓ મળે છે, જે કેમિકલથી ભરપુર હોય છે. તેનાથી ચહેરાની ચમક તો આવે છે, પરંતુ તે થોડા સમય માટે જ આવે છે. તેના ફાયદા ઓછા અને નુકશાન વધારે હોય છે. તો લોકો હવે એન્ટિસેપ્ટિક સાબુનો ઉપયોગ પણ ખુબ જ કરે છે, પરંતુ તમને જણાવી દઈએ કે તે સાબુ આપણી ચામડીને ખુબ જ નુકશાન કરે છે. પરંતુ મિત્રો તેની જગ્યાએ જો ઘરે જ બનાવવામાં આવેલ સાબુનો ઉપયોગ આપણી ત્વચા માટે કરવામાં આવે તો આપણને ખુબ જ ફાયદા થાય છે. તો આ લેખમાં અમે તમને જણાવશું કે બકરીના દુધનો સાબુ કેવી રીતે બનાવવો. આ સાબુ બનાવવાની પ્રોસેસમાં કેમિકલનો ઉપયોગ નહીવત છે.

બકરીના દૂધમાંથી બનાવવામાં આવેલ સાબુથી આપણી ડેડ થયેલી સ્કીનના સેલ્સને દુર કરે છે. સાથે સાથે વધતી ઉમર અનુસાર ચહેરા પર પડતી કરચલીઓ અને દાગને પણ ભગાવે છે. આ સાબુમાં વિટામીન-A પણ હોય છે જેના હોવાથી સ્કીનના ટીસ્યુ પણ સારા થઇ જાય છે. ખીલની સમસ્યા હોય તો તેમાં પણ આ સાબુ રાહત અપાવે છે. સૌથી ખાસ વાત કે આ સાબુ આપણી ત્વચાને એક કુદરતી ચમક આપે છે. તો નીચે તમને જણાવશું કે સાબુ કેવી રીતે બનાવવો તેની રીતે. પરંતુ તમને જણાવી દઈએ કે અહીં 100 ગ્રામ સાબુ બનાવવાની રીતે જણાવવામાં આવી છે. સાબુ બનાવવા માટે જોઈતી સામગ્રી :

સૌથી પહેલા 400 ગ્રામ બકરીનું પ્યોર દૂધ, 400 ગ્રામ ઓલીવ ઓઈલ, 350 ગ્રામ નાળીયેરનું તેલ, 350 ગ્રામ તાડનું તેલ અથવા તાડની ચરબી, 170 ગ્રામ સોડિયમ ડાઈડ્રોક્સાઇડ અને ત્યાર બાદ 20 થી 30 ગ્રામ સુધીનું તમારી પસંદગીની સુગંધનું કોઈ પણ તેલ લેવાનું છે.

સાબુ બનાવવા માટે આટલી સામગ્રી એકત્ર કરીને બકરીના દુધને ફ્રીઝરમાં જામી જાય ત્યાં સુધી રાખી દો, દૂધ જામી જાય ત્યાર બાદ તેના ટુકડા કરી નાખો, ત્યાર બાદ તેમાં સોડિયમ હાઈડ્રોક્સાઇડનો અડધો ભાગ નાખીને તેને મિક્સ કરવનો છે. ત્યાર બાદ તેમાં થોડો બરફ ફ્રી નાખો, તેને ઠંડું રાખવું ખુબ જ જરૂરી હોય છે. ત્યાર તેમાં ફરી બચેલો સોડિયમ હાઈડ્રોક્સાઇડ ઉમેરો. તેને ફરી બરાબર મિક્સ કરો.

હવે આ મિશ્રણને ખુબ જ હલાવવાનું છે. એટલું હલાવવાનું છે કે, બકરીના દુધના જે જામેલ ટુકડા હોય તે ઓગળી જાય ત્યાં સુધી તેને મિક્સ કરો. મિશ્રણને બને ત્યાં સુધી હળવા પીળા રંગનું બનવા દેવું. ત્યાર બાદ એ મિશ્રણને એક બાજુ થોડી વાર માટે મૂકી દેવાનું છે. હવે એક બીજું પણ મિશ્રણ તૈયાર કરવાનું છે. આ મિશ્રણમાં ઉપરની જણાવેલા બધા જ તેલને ભેગા કરવાના છે અને તેને 45 થી 50 ડીગ્રી સુધી ગરમ કરવાનું. બીજું મિશ્રણ ભેગું થઈને ગરમ થાય એટલે તેમાં પહેલું મિશ્રણ મિક્સ કરી દેવાનું છે. ત્યાર બાદ ઇમર્સન બ્લેન્ડર દ્વારા આ મિશ્રણને વધારે ઘાટું બનાવવાનું છે. જ્યારે આં મિશ્રણ પેસ્ટ જેવું ઘાટું બની જાય ત્યાર બાદ તેને કોઈ ચોક્કસ આકાર (તમને અનુકુળ હોય એવો) આપો. તમે આકાર આપવા માટે કોઈ બીબામાં નાખો અને એ બીબામાં મિશ્રણને 24 કલાક સુધી રહેવા દો. ત્યાર બાદ બીબની બહાર સાબુને કાઢી લો, ટીયર છે બકરીના દુધનો બનેલો સાબુ. આ સાબુને તમે 3 થી ચાર અઠવાડિયા સુધી ઉપયોગમાં લઇ શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment