જાણો પહેલી જ વારમાં છોકરો કે છોકરી તમે પસંદ કરે છે કે નહિ….
મિત્રો કોઈ છોકરો કે છોકરી એક બીજાની સામે જોવે અથવા સ્મિત કરે તો બંનેના મનમાં એક સહજ સવાલ ઉભો થાય કે શું ! તેને હું પસંદ છું ? આ ઉપરાંત જો આપણને સામે વાળું વ્યક્તિ પસંદ હોય અને તે આપણને પસંદ કરે છે તેની ખબર ન હોય તો પણ તેના એક સ્મિતમાં એટલું વિચારવા લાગી જતા હોઈએ છીએ કે હમણાં જ તે આપણને પ્રેમનો ઈઝહાર કરી બેસશે. તો મિત્રો આવી પરિસ્થિતિમાં એ સમજવું મુશ્કેલ થઇ જતું હોય છે કે સામે વાળી વ્યક્તિ આપણને પસંદ કરે છે કે નહિ. પરંતુ આજે અમે તમને અમુક એવી ટીપ્સ જણાવશું કે જેના દ્વારા તમે નક્કી કરી શકો છો કે તમને કોઈ છોકરો કે છોકરી પસંદ કરે છે કે નહિ.
મિત્રો એ વાત અલગ છે કે આજના સમયમાં અમુક છોકરા અને છોકરીઓ માત્ર પોતાના સ્વાર્થ માટે એવો વ્યવહાર અને વાતો કરતા હોય છે. જેનાથી આપણને એવી ગલતફેમીઓ થઇ જાય કે તે આપણને પ્રેમ કરે છે. હવે આવામાં એક સમસ્યા આવે કે તમે તેને કંઈ રીતે ઓળખી શકો કે એ તમને ખરેખર દિલથી પસંદ કરે છે કે પછી પોતાના સ્વાર્થ માટે તે તમારી સાથે રમત રમી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આ વસ્તુ જાણવી ખુબ જ આવશ્યક બની જાય છે. તો ચાલો જાણીને કે કંઈ રીતે તમે આ વાતનો અંદાજો લગાવી શકો છો.
સૌથી પહેલા તો આપણે એક વાત સ્પષ્ટ કરી લઈએ. ઘણા લોકો કોઈ છોકરો કે છોકરી તેનું સામે જોવે તો એવું વિચારતા હોય છે કે તે તેને પ્રેમ કરતી હશે અથવા તો કરતો હશે. ત્યાર બાદ તમારા દિમાગમાં તે જ ઘૂમ્યા કરે છે. તમે ઈચ્છવા છતાં પણ તેને મગજમાંથી કાઢી નથી શકતા અને આપણે એવું વિચારવા મજબુર થઇ જતા હોઈએ કે તે મને પ્રેમ કરે છે. પરંતુ મિત્રો આ અપવાદ સ્વરૂપ છે. તો મિત્રો એવું જરૂરી નથી કે કોઈ છોકરો કે છોકરી તમારી સામે જોવે છે તો તે તમને પ્રેમ કરે છે. તેના માટે બીજી વસ્તુઓ પણ જોવી પડે છે. એ જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.
સૌથી પહેલા તો તમારે સામે વાળી વ્યક્તિની વાત કરવાની રીતને ખાસ ઓબ્સર્વ કરવાની છે. જો તે તમારી સાથે વાત કરતા સમયે તેની વાત કરવાની રીત બદલી નાખે, અન્યની તુલનાએ તમારી સામે સમજી વિચારીને બોલે, તો તમારે સમજવું કે તમારી ઈમેજ તેના મનમાં ખુબ જ સારી છે. તે તમને સ્પષ્ટ રીતે જણાવી નથી શકતા. પરંતુ તેના મનમાં પણ તમારા માટે કંઈક પ્રેમ જેવું પાંગરે છે ખરું. જે તમારા માટે સાચો પ્રેમ પણ સાબિત થાય છે.
બીજી વસ્તુ તમારે જોવાની છે, સામેવાળી વ્યક્તિના હાવભાવ. મિત્રો તમે તેની સામે જુઓ અને તેના હાવભાવ બદલાય જાય. તેની જોવાની રીત અને નજર બદલાય જાય અને ચહેરાના ભાવો કંઈ વધારે જ સ્પષ્ટ બની જાય, તમને તેની આંખોમાં તમારા માટે એક સામાન્ય ચમક દેખાય તો સમજી જવું કે તે છોકરો કે છોકરી તમને ખરેખર પસંદ કરે છે. જે તમારા જીવનમાં આગળ જતા તમને ખુબ જ ખુશ રાખી શકે છે અને તે વ્યક્તિ તમને જીવનભર પ્રેમ પણ કરે છે.
ત્રીજી વસ્તુ છે સામેવાળી વ્યક્તિની હા કે ના જોવી. જો સામે વાળી વ્યક્તિ બીજા કોઈ પણ લોકોને ખુબ સરળતાથી ના પાડી દે, પરંતુ તમને ખુબ જ મુશ્કેલીથી ના કહી શકે અને વધારે પડતા જવાબો તેના તમારા પ્રત્યે સકારાત્મક હોય, આ ઉપરાંત તે એવા પ્રયાસો કરે કે તે તમને ઓછામાં ઓછી કોઈ પણ વસ્તુની નાં કહે. જેટલું થઇ શકે તેટલું તમને સુવિધાજનક ફિલ કરાવે તો સમજવું કે તે છોકરા કે છોકરીના મનમાં તમારા માટે ફીલિંગ છે અને તે તમને પસંદ પણ કરે છે.
ત્યાર બાદ ચોથી વસ્તુ જોવાની છે તમારા પ્રત્યે તેના માપદંડો. જો કોઈ છોકરો કે છોકરી તમારી કોઈ પણ વસ્તુ પર સકારાત્મક ટીપ્પણીઓ કરે જેમ કે તમે કોઈ કપડાં પહેર્યા હોય તો તે ખુબ જ સરસ લાગે છે વગેરે જેવી સકારાત્મક ટીપ્પણી કરે. પરંતુ આ જ વસ્તુ કોઈ અન્ય પૂછે તો તેને નકારાત્મક ટીપ્પણીઓ પણ મળી શકે. પરંતુ તમને હંમેશા સારી જ કોમ્પ્લીમેન્ટ મળે તો સમજવું કે સામે વાળી વ્યક્તિના દિલમાં તમારા માટે કંઈક સારી ફીલિંગ્સ છે.
મિત્રો તમને જો કોઈ સામેનું પાત્ર તમને નાની નાની વાતમાં ટોકતું હોય અથવા સલાહ આપતું હોય તો પણ સમજવાનું કે એ પાત્ર તમારા માટે ખુબ જ મહત્વનું છે. કેમ કે તમને દરેક વસ્તુમાં એ વ્યક્તિ પરિપૂર્ણ બનાવવા માટે મહેનત કરતુ હોય છે. જેના કારણે જીવનમાં તે આદતો અને ભૂલોના કારણે તમે હેરાન કે પરેશાન ન થાવ. માટે જો કોઈ સામેનું વ્યક્તિ તમને ખુબ જ નાની નાની બાબતમાં સચેત કરતા હોય તો એ વ્યક્તિ તમારા જીવનને સફળ બનાવવા માટે પરફેક્ટ છે.
મિત્રો તમારો અનુભવ શું કહે છે? કોઈ છોકરો કે છોકરી એકબીજાને પસંદ કરતા હોય તો કેવી રીતે ખબર પડે એ કોમેન્ટ કરીનેજણાવજો.