આર્મી પણ કરે છે આ કુતરાની શહીદીને સલામ… આ કુતરાએ એવું કામ કર્યું છે તે જાણીને દંગ રહી જશો.

ઇન્ડિયન આર્મી પણ કરે છે આ કુતરાની શહીદીને સલામ…  જાણો આ કુતરાએ શું કામ કર્યું છે તે જાણીને દંગ રહી જશો.

મિત્રો આપણા ભારત દેશમાં 60 વર્ષોથી નજરઅંદાજ કરવામાં આવી છે બેજુબાન સૈનિકોની કહાનીઓને. મિત્રો આ બેજુબાન સૈનિકો છે આર્મી ડોગ યુનિટના કુતરાઓ. આ કુતરાઓએ આપણી સેનાના ઘણા સૈનિકોનો જીવ આ કુતરાઓએ બચાવ્યો હતો. એટલું જ નહિ પરંતુ પોતાની સુંઘવાની શક્તિથી તેણે ઘણા હત્યારાઓ અને આતંકવાદીની શોધ કરી છે. પરંતુ આ બેજુબાન સૈનીકોની કહાની ભાગ્યે જ કોઈ મીડિયા દેખાડે છે. પરંતુ આજે અમે આ લેખ દ્વારા તમને આર્મી ડોગ યુનિટના જાબાંજ એવા કુતરાઓ વિશે જણાવશું. જેણે દેશ માટે તે પોતાનો જીવ દાવ પર લગાવીને દેશની રક્ષા કરી છે.

આ કુતરાઓ વિશે જાણીને તમને પણ ખુબ જ ગર્વ અનુભવાશે. કે આપણા દેશના મૂંગા પ્રાણીઓ પણ આ દેશ માટે પોતાનો જીવ આપવા તૈયાર થઇ જાય છે. તો ચાલો જાણીએ બહાદુર અને જાંબાજ કુતરાઓ વિશે.

સૌથી પહેલા આવે છે રેક્સ (Rex). રેક્સ નામના ગોલ્ડન લેબ્રાડોગનો જન્મ વર્ષ 1993 માં આર,વી,સી, સેન્ટર સ્કુલ મેરઠમાં થયો હતો. જ્યાં તેને ચૌદમી આર્મી ડોગ યુનિટમાં સામેલ કરવામાં આવ્યો હતો. જેને ખુદ ભારતની ડેલ્ટા ફોર્સ યુનિટ કોર્પોરેટ કરી રહી હતી એટલે કે ટ્રેઈન કરી રહી હતી. તે યુનિટમાં રેક્સનું કામ આતંકવાદીઓને પકડવામાં અને તેમણે ટ્રેક કરવા માટે સૈનિકોની મદદ કરવાનું હતું. રેક્સે એવા ઘણા બહાદુરીભર્યા કામો કર્યા છે જેથી આજે પણ તેને આર્મીના જવાનો દ્વારા દિલથી યાદ કરવામાં આવે છે. વર્ષ 1995માં મુડભેડમાં ઘાયલ થયેલા એક આતંકવાદીને શોધી કાઢ્યો હતો. ત્યાર બાદ 1998 માં એક મુડભેડમાં સૈનિકોએ બે આતંકવાદીઓને મારી નાખ્યા અને ત્રીજાને ખરાબ રીતે ઘાયલ કર્યો હતો. પરંતુ તે ત્રીજો આતંકવાદી ભાગવામાં સફળ રહ્યો ત્યારે રેક્સે તે આતંકવાદીને ટ્રેક કર્યો અને પહાડીઓમાં છુપાયેલા આતંકવાદીને પકડવામાં સૈનિકોની ખુબ જ મોટી મદદ કરી.

આ રીતે રેક્સે ઘણા આર્મીના મિશનમાં ભાગ લીધો. જેમાં આતંકવાદીઓના ઠેકાણાઓને ટ્રેક કરવા અને તેમણે શોધી કાઢવા તેમજ વિસ્ફોટક પદાર્થને પણ ટ્રેક કરીને પકડી પાડવા વગેરે. જેવા મિશનમાં સૈનિકોને રેક્સનો પુરેપુરો સહયોગ મળ્યો હતો. પરંતુ એક દિવસ આર્મીના ઓપરેશન દરમિયાન તેના આંતરડામાં ગંભીર ઈજા થઇ. ત્યાર બાદ તેને હોસ્પીટલમાં ઈલાજ માટે પણ મોકલવામાં આવ્યો. પરંતુ આખરે 22 સપ્ટેમ્બર 1999 માં રેક્સ મૃત્યુ પામ્યો અને આર્મીએ પોતાનો એક વીર અને વફાદાર સાથી ગુમાવ્યો.

ત્યાર બાદ બીજા નંબરનો સૈનિક છે રોક (Rock). રોક નામના આ લેબ્રા ડોગે વર્ષ 1990 માં દુરના પહાડી વાળા વિસ્તારમાં 4 કીલોમીટરના ટ્રેકિંગ બાદ સેનાને 4 વિદેશી આતંકવાદીઓ પકડવામાં મદદ કરી હતી. ત્યાર બાદ રોકે એક અન્ય અભિયાન દરમિયાન કાશ્મીર ઘાટીમાં આવેલ ફતેહપુર વિસ્તારમાં 4 AK47 રાયફલ, 2 રેડિયો સેટ, એક વિસ્ફોટક આઇએડી અને 117 રાઉન્ડ વિસ્ફોટક મુદ્દા પકડી પાડ્યા હતા. જે ભારતને નુકશાન પહોંચાડવાના ઈરાદાથી ગેરકાનૂની રીતે સંગ્રહાયેલા હતા. પરંતુ મિત્રો રોકનો જ્યારે કાર્યકાળ સમય ખતમ થયો ત્યારે તેને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. કારણ કે તે સમયમાં રીટાયર્ડ થયેલા ડોગ સાથે આવો જ વ્યવહાર કરવામાં આવતો હતો.

ત્રીજા નંબર પર છે રોકેટ(Rocket ). 9 જુન 1998 માં કાશ્મીરના બનીહાલ પાસે ભારતીય સૈનિકોની આતંકવાદીઓ સાથે હાથાપાઈ થઇ હતી. આ અભિયાનમાં રોકેટ પણ હતો. રોકેટે આતંકવાદીઓ દ્વારા છોડેલ એક સ્કાર્ફની મદદથી ગંધ પ્રાપ્ત કર્યા બાદ તરત જ એક આતંકવાદીની મશીનગન, 3 AK47, 2 AK 56 અને એક સ્નાઈબર રાયફલ, બે પિસ્તોલ અને સાત રેડિયો સેટ વગેરે શોધીને પકડી પાડ્યું. જેના કારણે સૈનિકો આતંકવાદીના થનારા હુમલાથી બચી ગયા.

ત્યાર બાદ આવે છે રૂદાલી. રૂદાલી એક શરારતી, ચંચળ સ્વભાવની ફીમેલ લેબ્રો ડોગ હતી. 16 સપ્ટેમ્બર 1998 માં રુદાલીએ સુનાર કોટ વિસ્તારમાં ખુબ જ ભારી માત્રામાં આઈએડી શોધી કાઢ્યું હતું. જેના કારણે એક મોટો આતંકી હુમલો ટળી ગયો હતો. તેથી ઘણા લોકોનો જીવ બચી ગયો. ત્યાર બાદ રુદાલીને એવી જગ્યાઓ પર સુરક્ષાના હેતુથી રાખવામાં આવી જ્યાં રાજનેતા અને VIP આવતા હોય.

પાંચમાં નંબર પર છે માનસી (Manasi). માનસીએ ઓગસ્ટ 2015 માં કુકવાડાના તંગ ભારત ક્ષેત્રમાં સુરક્ષા માટે ટ્રેઈન કરેલી હતી. અભિયાન દરમિયાન માનાસીએ આતંકવાદીઓની હરકતોને ઓળખી લીધી અને ત્યાર બાદ તરત જ તેણે સૈનિકોને ઈશારામાં જણાવ્યું. ત્યાર બાદ તપાસ હાથ ધરતા તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી જેના કારણે માનસીને ગોળી લાગી. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. પરંતુ માનસીના મૃત્યુ બાદ માનસીની જાણકારીના આધારે સૈનિકો અન્ય આંતકવાદીઓને મારવામાં સફળ રહ્યા હતા.

છઠ્ઠા નંબર પર છે એલેક્સ (Alex ). મિત્રો 1965 માં મેરઠ આર,વી,સી, ના ડોગ એલેક્સે ભૂટાનના રાજાનો જીવ બચાવ્યો હતો. એલેક્સે હત્યારાની ગંધ પકડીને જંગલમાં મિલો સુધી દોડ લગાવી અને અંતે મંદિરમાં છુપાયેલ હત્યારાને પકડી પાડ્યો હતો. ભૂતાનના રાજાએ એલેક્સને આભાર વ્યક્ત કરવા માટે એક સોનાની વીટી, હજાર રૂપિયા અને એક પ્રમાણપત્રથી નવાજ્યો હતો.

મિત્રો આવા તો ઘણા બેજુબાન સૈનિકો આપણી આર્મીમાં કામ કરી ચુક્યા છે અને કરી રહ્યા છે. જે દેશની રક્ષા માટે ખુબ જ સહાયક રહ્યા છે. આપણા દેશ માટે જવાનો તો શહીદ થાય જ છે પરંતુ કુતરાઓ અને અન્ય પ્રાણીઓએ પણ બલિદાનો આપ્યા છે. જેના પર ભારતીય આર્મી તો ગર્વ મહેસુસ કરે જ છે પરંતુ આપણે પણ તેના માનમાં ગર્વ મહેસુસ કરવો જોઈએ.

તો મિત્રો આજનો અમારો આ લેખ દેશના તે બેજુબાન સૈનિકો માટે હતો. તેથી આ લેખને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં તેમની બહાદુરીના કાર્યો માટે jay hind લખવાનું ભૂલતા નહિ.

Leave a Comment