આ જગ્યા પર વર્ષમાં એક દિવસ સમુદ્રનું પાણી થઇ જાય છે લાલ. | કારણ જાણીને તમે હેરાન રહી જશો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 આ જગ્યા પર વર્ષમાં એક દિવસ સમુદ્રનું પાણી થઇ જાય છે લાલ… કારણ જાણીને તમે હેરાન રહી જશો….. 💁

🔴 શું તમે જાણો છો ક્યારેય સમુદ્રનું પાણી પણ લાલ થઇ જાય. હા મિત્રો, એક સમુદ્ર એવો પણ છે જ્યાં વર્ષમાં એક દિવસ પાણી લાલ થઇ જાય છે. તેનું સાચું રહસ્ય જાણીને તમે પણ સ્તબ્ધ રહી જશો. સામાન્ય રીતે સમુદ્રનું પાણી દુધિયા કલર જેવું હોય છે. પરંતુ આજે અમે એક એવા સમુદ્ર તટ વિશે જણાવશું જેનું પાણી વર્ષના માત્ર એક જ દિવસે થઇ જાય છે લાલ.

Image Source :

🔴 પહેલા તો આપણને એ પ્રશ્ન થાય કે વર્ષમાં એક વાર શા માટે તે પાણી લાલ થઇ જતું હશે ? તેનું સત્ય જાણીને કોઈ પણ માણસ કંપી ઉઠે. તે લાલ પાણી થવાનું કારણ છે લોહી. હા મિત્રો, માત્ર એક જ દિવસના તહેવાર માટે ઘણી બધી વહેલ માછલીને એક સાથે ભેગી કરીને મારી નાખવામાં આવે છે. આ તહેવાર ડેન્માર્કમાં ઉજવવામાં આવે છે. ડેન્માર્કમાં તહેવાર માટે હજારો વ્હેલ માછલીઓને ભેગી કરી મારી નાખવામાં આવે છે.

🔴 આ તહેવાર ડેન્માર્કમાં ઉજવવામાં આવે છે. ત્યાં એક દ્વીપ આવેલો અને તેનું નામ છે ફૈરો. લગભગ આ તહેવારને ત્યાંના લોકો હજારો વર્ષોથી ઉજવાતા આવે છે. ડેન્માર્કની સરકાર દ્વારા પણ આ તહેવાર માટે કાયદા અને તેના નિયમને એક દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે. ત્યાં દર વર્ષે આ તહેવારને મનાવવા માટે ફૈરો દ્વીપના માણસો સમુદ્રમાં ઉતરી લાખો નિર્દોષ વ્હેલ માછલીઓ ઉપર ધારદાર હથિયારથી વાર કરી મારી નાખવામાં આવે છે.

Image Source :

🐋 ત્યાં માછીમારો પહેલા તો બોટથી બધી બાજુથી માછલીઓને ઘેરી લે છે અને કિનારા સુધી ખેંચી લાવે છે. પછી ત્યાંના લોકો પાણીમાં ઉતરીને હથિયાર વડે માછલીઓને મારીને વ્હેલને પાણીની બહાર કાઢે છે.

🐋 કિનારા પરના પાણીમાં જ ધારદાર હથિયાર વડે માછલીઓ પર વાર કરવામાં આવે છે. માછલીઓ પર એટલો જોરથી પ્રહાર કરવામાં આવે છે કે માછલી થોડી જ ક્ષણોમાં મૃત્યુ પામી જાય છે. એક વિરોધ કરનારા અભિયાનકર્મીનું કહેવું છે દર વર્ષે ત્યાં હજારો નાની અને મોટી વ્હેલ માછલીઓને મારી નાખવામાં આવે છે.

Image Source :

🐬 ત્યાં આ તહેવાર 19 કે 20 જુને મનાવવામાં આવે છે. પહેલા તો માછલીને મારીને તેના માંસનું લોકો સેવન કરે છે અને ત્યાર બાદ પોતાના મોજ શોખ માટે હજારો નાની અને મોટી માછલીઓનો ભોગ લે છે. નાની માછલીઓને મારીને તેનું સેવન કરી જાય છે અને મોટી માછલીઓને પોતાના શોખ માટે જ મારવામાં આવે છે અને તે લોકો તેનો આનંદ માણે છે.

🐬 વ્હેલ માછલીઓને મારી હોય તે જગ્યા પર પાણી લોહીથી લાલ થઇ જાય છે કિલોમીટરો સુધી. ત્યાર બાદ લાલ પાણીમાં બધા લોકો સ્નાન કરે છે અને માછલીનું ભોજન કરે છે. ડેન્માર્કની સરકાર દ્વારા એ તહેવારના દિવસે બધા કાનૂની નિયમોને સ્તબ્ધ કરવામાં આવે છે. ટૂંકમાં સરકાર પણ તે દિવસે લોકો છૂટ આપે છે. આ ઉત્સવને ઉજવવા માટે લોકો તે દ્વીપ પર ભેગા થઇ જાય છે અને સાથે મળીને આ ખૂની ઉત્સવ ઉજવે છે.

Image Source :

🐬 તો મિત્રો આ હતું સમુદ્રના લાલ પાણીનું રહસ્ય. તે દરિયાનું લાલ પાણી અને લોહીથી લથપથ મરેલી માછલીઓને કોઈ પણ જોવે તો સ્તબ્ધ થઇ જાય તેનું ભદ્ર દ્રશ્ય ત્યાં સર્જાય છે અને ત્યાંના લોકો તેને ઉત્સવ કહે છે. તમારો પણ અભિપ્રાય આપો આ વિષય વિશે કોમેન્ટ કરીને જણાવો…..

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી  

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ       Image Source: Google

Leave a Comment