રોકેટની જેમ ભાગી રહ્યો છે ટાટા ગ્રુપનો આ શેર, રોકાણકારો બની રહ્યા છે માલામાલ… જાણો કેટલો ઉપર જશે અને ફાયદો થશે….

મિત્રો શેર બજાર હંમેશા અનિશ્ચિત હોય છે. તેમાં ક્યારે ઉછાળો આવી જાય કઈ કહેવાય નહીં. વળી,તેના ઉતાર ચડાવની વચ્ચે આજે ટાટા ગ્રુપની ટેલિકોમ સેક્ટર થી જોડાયેલી કંપની સબ્સિડિયરી તેજસ નેટવર્કના શેરમાં તેજી આવી છે. તેજસ નેટવર્કના શેરમાં 10% થી વધારે ઉછાળો આવ્યો છે.  કંપનીના શેર આજે 586 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. તેજસ નેટવર્કની સાથે સેન્ચ્યુરી ટેક્સટાઇલ ના શેરોમાં પણ આજે તેજી જોવા મળી. સેન્ચ્યુરી ટેક્સટાઇલના શેર આજે ઉછાળા સાથે 647.40 રૂપિયાના સ્તર પર બંધ થયા.

શેર બજારમાં તેજીની સાથે આ બંને શેરોમાં આખા દિવસ દરમિયાન ઉછાળો જોવા મળ્યો.બંન્ને શેરો લીલા નિશાન પર ઉછાળા સાથે બંધ થયા હતા. આખરે તેજસ નેટવર્ક અને સેન્ચ્યુરી ટેક્સટાઇલ ના શેરોમાં આ તેજીની પાછળ કયુ કારણ છે? શું આ શેરોમાં હજુ નફો કમાવવાની તક છે? તો આવો તમને જણાવીએ.આ કારણે સેન્ચ્યુરી ટેક્સટાઇલના શેરોમાં જોવાઈ રહી છે તેજી:- ટાટા ગ્રુપની ટેલિકોમ સેક્ટર થી જોડાયેલી સબ્સિડિયરી તેજસ નેટવર્કના શેરોમાં તેજીની પાછળ એક મોટું કારણ છે. વળી ટેલિકોમ સેક્ટરની બહાર થયા બાદ ટાટા એક મોટી તૈયારી કરી રહી છે. ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરે પાછલા દિવસોમાં તેના સંકેત આપ્યા હતા. ટાટા ગ્રુપ ટેલિકોમ સર્વિસની જગ્યાએ ગ્રુપ ઇક્વિપમેન્ટ અને સોફ્ટવેર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

ટાટા સમૂહ ટેલિકોમ બિઝનેસને વધારવા માટે તેજસ નેટવર્ક દ્વારા પોતાના દૂરસંચાર ઇક્વિપમેન્ટ અને ટેકનોલોજી ની રજૂઆત ને મજબૂત કરી રહ્યું છે. ટાટા સન્સ એ વર્ષ 2021 માં તેજસ નેટવર્કમાં 56 ટકા ભાગીદારીનું અધીગ્રહણ કર્યું હતું. તેજસ નેટવર્ક ના શેર એક વર્ષમાં 67.80 ટકા ચઢી ગયા છે. આજે તેજસ નેટવર્કના શેર સવારમાં 541.05 ના ભાવ પર ખુલ્યા હતા. ત્યારબાદ શેરોમાં તેજી જોવા મળી. શેર 11% ના વધારા સાથે 595.25 ના સ્તર પર બંધ થયા છે. રોકાણકારોને આવનાર સમયમાં શેરોમાં હજી વધુ તેજી આવવાની આશા છે.સેન્ચ્યુરી ટેક્સટાઇલના શેરોમાં કેમ આવી તેજી:- સેન્ચ્યુરી ટેક્સટાઇલ શેરોમાં પણ આજે તેજી જોવા મળી. સેન્ચ્યુરી ટેક્સ્ટાઇલ ના શેર સવારમાં 643.60 રૂપિયાના સ્તર પર ખુલ્યા હતા ત્યારબાદ તેમાં તેજી જોવા મળી. આ શેર આજે 656.5 રૂપિયાના ઉચ્ચ સ્તર ને આંબી ગયા. શેર ઉછાળાની સાથે લીલા નિશાન પર 647.40 ના સ્તર પર બંધ થયા.

શેરોમાં આજે સવારથી જ રોકાણકારોની ખરીદદારી જોવા મળી. સેન્ચ્યુરી ટેક્સટાઇલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મુંબઈમાં સ્થિત કાપડ અને કાગળનું ઉત્પાદન અને નિકાસ કરતી કંપની છે. કંપની મુખ્યત્વે સુતરાઉ કાપડ, યાર્ન, ડેનિમ, વિસ્કોસ ફિલામેન્ટ રેયોન યાર્ન, ટાયર-કોર્ડ, કોસ્ટિક સોડા, સલ્ફ્યુરિક એસિડ, મીઠું, પલ્પ અને કાગળના ઉત્પાદન સાથે સંકળાયેલી છે.

( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment