શેર બજારમાં પાછલા લાંબા સમયથી ઉથલપાથલ શરૂ રહી છે. વર્ષ 2022 માં સેન્સેક્સ લગભગ પાંચ ટકા પડી ચૂક્યો હતો. ઘણી ધૂમધામ સાથે લોન્ચ થયેલો એલઆઇસીનો આઈપીઓ પણ બજારમાં ચાલતી મંદીનો શિકાર થઈ ચૂક્યો છે. પરંતુ આ ઘટાડા દરમિયાન સ્મોલ કેપ કંપની ઈપી બાયોકમ્પોઝિટ્સ નો આઇપીઓ હીટ થયો છે. બીએસઇ પર કંપનીના શેર લિસ્ટિંગના દિવસથી જ ધૂમ મચાવી રહ્યો છે.
કંપનીએ માત્ર 15 દિવસ પહેલા જ શેર માર્કેટમાં ડેબ્યૂ કર્યું હતું ત્યારથી અત્યાર સુધી કંપનીના શેરની કિંમત લાંબી છલાંગ લગાવી છે. કંપનીના શેરમાં સતત ૧૩ સત્રોમાં અપર સર્કિટ લાગેલું છે. કંપનીની પ્રાઈઝ 126 રૂપિયા પ્રતિ શેર હતો. 13 સપ્ટેમ્બરે કંપનીનો શેર 27 ટકાના પ્રીમિયમ સાથે 160.25ના લેવલ પર સૂચિબદ્ધ થયો હતો. શેર ની કિંમત 346.95 થઈ ચૂકી છે.1) 13 સત્રો માં પૈસા ડબલ:- એક રિપોર્ટ પ્રમાણે 13 સપ્ટેમ્બરે કંપનીના એક શેર ની કિંમત 168.25 હતી. ત્યાં આ ગુરુવાર એટલે કે 29 સપ્ટેમ્બર 2022 એ કંપનીના એક શેર ની કિંમત બીએસઇમાં 346.95 થઈ ગઈ છે. આ રીતે માત્ર 13 સેશનમાં જ રોકાણકારોને 105% રિટર્ન મળ્યું છે. એવામાં જે રોકાણ કારે લીસ્ટીંગના દિવસે આ શેર માં હશે તે આજે તેનું રોકાણ બે ઘણું થઈ ચૂક્યું છે. જે રોકાણકારને આઈપીઓના સમયે જ શેર અલોટ થયો હશે અને તેને અત્યાર સુધી આ શેર પોતાની પાસે રાખ્યો હશે તો તેને અત્યાર સુધી 175 ટકા વળતર મળી ચૂક્યું છે.
2) સતત લાગી રહ્યો છે અપર સર્કિટ:- ઈપી બાયોકમ્પોઝિટ્સ ના આ મલ્ટી બેગર સ્ટોકમાં સતત અપર સર્કિટ લાગી રહ્યો છે અને આ શેર રોકેટ બની ચૂક્યો છે. આ સ્ટોક ને હવે એફપીઆઇ નો પણ સાથ મળ્યો છે. સિંગાપુર બેસ્ટ એનએવી કેપિટલ વીસીસી કેપિટલ ઈમર્જિંગ સ્ટાર ફન્ડે ઈપી બાયો કમ્પોઝિટ્સ માં રોકાણ કર્યું છે. કંપનીએ બલ્ક ડીલ દ્વારા ₹12,000 શેર ખરીદ્યા છે. આ ડીલ ₹224.15% શેરના હિસાબથી થઈ છે. આ રીતે એનએવી કેપિટલ એ 26, 89,800 રૂપિયાનું રોકાણ કર્યું છે.3) બજારનું મૂડી રોકાણ છે 58 કરોડ:- આ સ્મોલ કેપ સ્ટોક નું હાજર બજાર મૂડી રોકાણ 58 કરોડ રૂપિયા છે. ગુરુવારે લગભગ બે કલાકના કારોબારી સત્ર બાદ સ્મોલ કેપ સ્ટોકનો ટ્રેડ વોલ્યુમ 2000 રહ્યો. તેનાથી એ જાણવા મળે છે કે આ મલ્ટીબેગર સ્ટોક એક લો ફ્લોટ સ્ટોક છે અને માત્ર ઉચ્ચ જોખમ ધરાવતા વેપારીઓ માટે જ યોગ્ય છે. આ શેરની એકમાત્ર બીએસઈ લિસ્ટેડ બુક વેલ્યુ 14.88 પ્રતિ શેર છે.
( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી