યોગ્ય એસેટ એલોકેશન ન માત્ર તમારી રકમ પરનું જોખમ ઓછું કરે છે પરંતુ ઊંચું વળતર આપવામાં પણ મદદ કરે છે. વળી, તે તમને અનિશ્ચિતતાના વાતાવરણમાં જોખમ સામે રક્ષણ પણ આપે છે.
ઉચ્ચ વળતર મેળવવા માટે સરળ ફોર્મ્યુલા:- શેર બજારમાં અત્યારે અનિશ્ચિતતા જળવાયેલી જ છે ત્યાં દુનિયાભરની અર્થવ્યવસ્થાઓમાં દબાવ જોવા મળી રહ્યો છે. જોકે તમે રોકાણના દરેક વિકલ્પો પર ધ્યાન આપશો તો તમને જોવા મળશે કે દરેક રોકાણનો વિકલ્પ એક દિશામાં નથી. આવી સ્થિતિમાં કેટલાક એસેડ્સ નુકસાન દેખાડી રહ્યા છે તો કેટલાક એસેડ્સમાં ફાયદા પણ થઈ રહ્યા છે.
રોકાણના વિકલ્પોમાં અલગ અલગ સ્થિતિઓમાં અલગ અલગ ચાલના કારણે રોકાણની સલાહ આપવા વાળા એક્સપર્ટ હંમેશા વિવિધતા લાવવાની સલાહ આપે છે. તેઓ કહે છે કે ક્યારેય પણ પોતાનું રોકાણ એક જ એસેટમાં ન લગાવવું જોઈએ. તેમના પ્રમાણે રોકાણકારોએ પોતાના પૈસા ઈક્વિટી થી લઈને ગોલ્ડ સુંધી પોતાના જોખમ લેવાની ક્ષમતા ના હિસાબે લગાવવું જોઈએ.જોકે પ્રશ્ન એ ઊઠે છે કે કોઈ રોકાણકાર કયા આધાર પર પોતાના પૈસા આ દરેક એસેટ્સમાં લગાવે જેનાથી તેનું જોખમ ઓછામાં ઓછું થાય અને રિટર્ન વધુમાં વધુ મળે. Axis bank એ પોતાના એક બ્લોગ દ્વારા આ સવાલનો જવાબ આપ્યો છે. જેમાં બેંકે એસેટ, એસેટ એલોકેશન અને રોકાણના ફોર્મ્યુલાની જાણકારી આપી છે. તમે પણ વાંચો સમજો અને કેવી રીતે પોતાની રકમને સાચી રીતે રોકાણ કરી શકાય છે.
એસેટ એલોકેશન શું હોય છે:- એલોકેશન નો મતલબ છે કે તમારા રોકાણની રકમનો કેટલો ભાગ કોઈ ખાસ એસેટ જેમ કે ઈક્વિટી, ગોલ્ડ ડેટ,પ્રોપર્ટીમાં લગાવવામાં આવ્યો છે અને કેટલું કેશ બાકી છે જેને તમે જરૂરતના સમયે ઉપયોગ કરી શકો છો, કે પછી કોઈ ખાસ એસેટમાં રોકાણ વધારી શકો છો. એસેટ એલોકેશન નો અંતિમ લક્ષ્ય તમારા રૂપિયા પર રોકાણ જોખમને ઓછામાં ઓછું કરવાનું હોય છે અને રિટર્નને વધુથી વધુ વધારવાનું હોય છે.
શું હોય છે અલગ અલગ એસેટની ખાસિયતો:- એક્સિસ બેન્ક પ્રમાણે દરેક એસેટની સાથે તેને પોતાના જોખમો અને વળતર જોડાયેલા હોય છે. જેમ કે ઇક્વિટી ખૂબ જ ઊંચી વૃદ્ધિ અને ડિવિડન્ડની આવક મેળવી શકે છે અને તેને ઝડપથી કેશ કરી શકાય છે. જોકે આમાં જોખમ પણ ખૂબ વધારે હોય છે. સ્ટોક અને એમએફ દ્વારા તેમાં રોકાણ કરી શકાય છે. ત્યારે જ ગોલ્ડ અને ડેટ વધારે સુરક્ષિત રોકાણ વિકલ્પ હોય છે, જોકે તેમાં ઈક્વિટી જેટલી ઝડપી કમાઈ નથી થઈ શકતી અને ડેટમાં રોકાણને જલ્દી કેશ કરવાથી વળતર પર અસર જોવા મળે છે. રોકાણ માટે સ્ટોક, એફડી, મ્યુચ્યુઅલ ફંડ ઇટીએફ વગેરેના દ્વારા રોકાણ કરી શકાય છે.શું છે રોકાણનો ફોર્મ્યુલા:- Axis bank પ્રમાણે એસેટ એલોકેશન તમારા જોખમ લેવાની ક્ષમતા પર આધારિત હોય છે અને જોખમની ક્ષમતાનો સીધો મતલબ એ છે કે તમે આ રોકાણને કેટલા સમય સુધી લઈને છોડી શકો છો જેનાથી નાના-મોટા ઉતાર ચઢાવ દરમિયાન પણ તમને કોઈ સમસ્યા ન હોય. બીજા શબ્દોમાં રોકાણના સમયને લઈને તમારું લક્ષ્ય શું છે. નીચે આપેલા ફોર્મ્યુલાને આધારે તમે એસેટ એલોકેશન કરી શકો છો.
1) એક થી ત્રણ વર્ષનો સમય:- જો તમને લાગે કે આ રકમની આવશ્યકતા એક થી લઈને ત્રણ વર્ષ સુધી પડી શકે છે, જેમ કે લગ્ન, બાળકોનું ભણતર કે કોઈ મોટો ખર્ચ તો સારું એ છે કે રકમના 95% ભાગ ડેટમાં રાખો અને પાંચ ટકા ભાગ ગોલ્ડમાં રોકાણ કરો, ઈક્વિટીથી દૂર રહેવું. કારણકે કેટલીક વાર સ્ટોકમાં ખૂબ જ ઘટાડો થયા બાદ તેને ઉપર આવવામાં વર્ષો લાગી જાય છે. ભલે તે રિકવરી ની દોડ લાંબી અવધીમાં તમારું સંપૂર્ણ નુકસાન ભરી દે પરંતુ તમારી પાસે એટલો સમય નથી હોતો.
2) ત્રણ થી પાંચ વર્ષનો સમય:- જો તમને લાગતું હોય કે ત્રણ વર્ષથી પહેલા તમને પૈસાની જરૂર નહીં પડે, પરંતુ ત્યારબાદ તમને પૈસા કાઢવા પડી શકે છે તો તમારી રકમના 40% ભાગ ઈક્વિટી માં રાખો, તેવી જ રીતે 50% ભાગ ડેટમાં રાખો અને 10% ભાગ ગોલ્ડમાં રાખો.3) પાંચથી આઠ વર્ષનો સમય:- પાંચ થી આઠ વર્ષના સમય માટે સારું રહેશે કે તમે ઈક્વિટીમાં પોતાના રોકાણને વધારો, અને 55% ભાગ ઈક્વિટીમાં રોકાણ કરો, ડેટમાં 30 % અને ગોલ્ડમાં 15 %નું રોકાણ કરો.
4) આઠ વર્ષથી વધારે સમય:- જો તમને તમારા પૈસાને આઠ વર્ષથી વધારે સમય માટે બજારમાં વધવા માટે મુકવા હોય તો તમારે વધારે જોખમ ઉઠાવવું જોઈએ. વળી તે જ ઉતાર ચડાવની વચ્ચે પણ લાંબા સમયગાળામાં બજારમાં અત્યંત ઊંચું વળતર મળવું સામાન્ય છે. વીતેલા દસ વર્ષમાં સેન્સેક્સ લગભગ ત્રણ ઘણો વધી ચૂક્યો છે. તેની સાથે જ આઠ વર્ષથી વધારે સમય માટે ગોલ્ડનો ભાગ 15 % પર સ્થિર રાખવો અને બાકી રહેતી રકમ ડેટમાં લગાવી દેવી.
( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી