સેન્ડવીચ ખાવાના શોખીન છો? તો આ લેખ અવશ્ય વાંચો… નહિ તો પસ્તાશો.

સેન્ડવિચ, પીઝા, બર્ગર, દાબેલી, ટોસ્ટર સેન્ડવિચ, વગેરે દરેક લોકોને આજના સમયમાં ખાવા ખુબ જ પસંદ હોય છે. કેમ આજે બધા લોકો તેને હેલ્દી સમજીને તેનું સેવન પણ કરે છે. પરંતુ આ બધા ખોરાકની હકીકતને આજના લોકો નથી જાણતા, અને જાણે છે છતાં તેને નજર અંદાજ કરે છે. તમને જણાવી દઈએ કે સેન્ડવિચમાં એવા તત્વ રહેલા હોય છે આપણને ખુબ નુકશાન કરે છે. તો આજે જ જાણી લો આ નુકસાન વિશે, અને ત્યાર બાદ વિચારો કે સેન્ડવિચ ખાવી જોઈએ કે નહીં. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

મોટાભાગના લોકો સેન્ડવિચને આરોગ્યપ્રદ ખોરાક માનતા હોય છે. આ વિચારને કારણે સેન્ડવિચને સૌથી સારો નાસ્તો માને છે. પરંતુ સામાન્ય રીતે લોકો સેન્ડવિચને નાસ્તાના રૂપમાં અથવા તો સાંજના નાસ્તામાં ખાવાનું પસંદ કરે છે. એટલું જ નહીં પરંતુ  આપણે બાળકોના લંચ બોક્સમાં આજે સેન્ડવિચને આપવામાં આવે છે. બાળકોના લંચ બોક્સ સૌથી વધારે સેન્ડવિચ આપવામાં આવે છે.  સેન્ડવિચને આપણે એ નાસ્તાની ગણતરીમાં રાખીએ છીએ, જ્યારે હળવી ભૂખ હોય છે ત્યારે તે પેટ ભરવા માટેનો વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ લોકો લોકો સેન્ડવિચને ખુબ જ શોખ સાથે ખાતા હોય છે. પરંતુ જો તમે તેના પોષક તત્વોને જોશો તો તમને સેન્ડવિચ ખુબ જ ઓછું આરોગ્યપ્રદ અને વધુ હાનિકારક જોવા મળશે. તો આજે આ લેખમાં તમને જણાવશું કે સેન્ડવિચ શું શું નુકશાન થાય છે.

વધુ જાણવા મળતી માહિતી અનુસાર એક સંશોધનથી એવું સામે આવ્યું હતું કે, અન્ય વસ્તુઓની તુલનામાં બ્રેડમાં ખુબ જ ઓછા પોષણ જોવા મળે છે. ખાસ કરીને સફેદ બ્રેડમાં ન તો ફાયબર હોય છે અને ન અનાજમાંથી મળતા કોઈ તત્વ હોય. પરંતુ જો તમે બ્રેડની ટેવ છોડી શકતા નથી, તો પછી તમારા માટે સફેદ બ્રેડને બદલે આખા-અનાજની બ્રેડ શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે બીજી વસ્તુ કરતાં બ્રેડમાં મીઠું વધારે માત્રામાં હોય છે. જેના કારણે શરીરમાં સોડિયમનું પ્રમાણ વધે છે. જે શરીરને અનેક નુકસાન પણ કરે છે.જો તમે બ્રેડના ખુબ જ શોખીન છો, તો તમારું વજન વધવું નક્કી છે. તેમાં હાજર મીઠું, ખાંડ અને પ્રિઝર્વેટિવ વજન વધારવાના પરિબળો છે. ધ્યાનમાં રાખો કે સેન્ડવિચમાં ચીઝ અને માખણ જેટલું વધારે છે, તેટલી જ વધુ કેલરી હશે.

ઘણી વાર એવું બને છે કે જો તમને ઘરે સેન્ડવિચ બનાવવાનો સમય ન મળે, તો પછી તમે જો બજારથી સેન્ડવિચ ખરીદવા જાવ તો તે પાતળા વરખમાં લપેટેલ જોવા મળે છે. માહિતી માટે તમને જણાવી દઈએ કે સેન્ડવિચ બે દિવસથી વધુ સમય સુધી સંગ્રહિત ન રાખવી જોઈએ. ઘણી વખત સેન્ડવિચ ન વહેંચાય તો તેને 4 થી 5 દિવસ સુધી પણ મૂકી રાખવામાં આવતી હોય છે. જે ઇન્ફેક્ષનનું મુખ્ય કારણ બને છે અને ત્યારે ફૂડ પોઇઝનિંગની સમસ્યાનો સામનો કરવો પડે છે.જામ – બટર સેન્ડવિચ = 225.9 કેલરી, વેજિટેબલ સેન્ડવિચ = 184.9 કેલરી, બટાટા સેન્ડવિચ = 124 કેલરી, કાકડી-ટામેટા સેન્ડવિચ (બ્રાઉન બ્રેડ) = 99 કેલરી, ચીઝ સેન્ડવિચ = 159.5 કેલરી, પનીર અને વેજ સેન્ડવિચ = (બ્રાઉન બ્રેડ) 90.1 કેલરી, ચીઝ સેન્ડવિચ = 232 કેલરી, એગ મેયોનેઝ સેન્ડવિચ = 132.8 કેલરી, ચિકન સેન્ડવિચ = 196.5 કેલરી.

જો તમને સેન્ડવિચ ખુબ જ પસંદ છે અને તે તમારા રૂટિન ખોરાકનો એક ભાગ છે, તો પછી તમે સેન્ડવિચમાં હેલ્દી બનાવવા માટે અન્ય ચીજોનો સમાવેશ કરી શકો છો. સેન્ડવિચને વધુ સ્વસ્થ બનાવવા માટે, તમે ફળો, સૂકા મેવા, કેળાં, કિવિનો ઉપયોગ કરીને તેના પોષક મૂલ્યમાં વધારો કરી શકો છો.

ડાયેટિશિયન્સના કહેવા મુજબ તમે કાચા શાકભાજીનો ઉપયોગ સેન્ડવિચમાં બનાવવા માટે કરી શકો છો. ધ્યાનમાં રાખો, તેની સાથે કોઈ પ્રોસ્ટેડ વસ્તુનો ઉપયોગ કરશો નહીં. તેના બદલે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરો. તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે કે તમે ડેરીવાળી વસ્તુને બદલે ચીઝવાળી સેન્ડવિચ બનાવો છો..

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment