તાંબાના સિક્કા વડે જાણો રુદ્રાક્ષ અસલી છે કે નકલી … કરો આ ૫ માંથી કોઈ પણ એક ઉપાય

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

જાણો રુદ્રાક્ષ અસલી છે કે નકલી તેની ઓળખ કરવાની રીત….

મિત્રો રુદ્રાક્ષ વિશે તો સાંભળ્યું હશે. રુદ્રાક્ષ ભગવાન શિવજીને અતિ પ્રિય છે. તેથી તેમના  મસ્તિષ્ક ઉપર રુદ્રાક્ષ જોવા મળે છે. અને બીજું એ પણ છે કે જે લોકો ભગવાન શિવને પ્રસન્ન કરવા ઈચ્છતા હોય છે તે પણ રુદ્રાક્ષની માળાના જાપ કરીને પ્રસન્ન કરે છે.

આપણી મનોકામના પૂરી કરવા માટે રુદ્રાક્ષની માળા સાધુ-સંતોને આપવાથી મનોકામના પૂર્ણ થાય છે અને રુદ્રાક્ષ સાધુ-સંતોને આપવાથી તમને ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય છે. આમ તો સામાન્ય રીતે રુદ્રાક્ષના 12 પ્રકાર હોય છે. જેમાં દરેક રુદ્રાક્ષની અલગ અલગ વિશેષતા હોય છે. અને દરેક પ્રકારના રુદ્રાક્ષ પહેરવા માટે અલગ અલગ રીતો હોય છે. આપણે જ્યારે ભગવાન શિવજીને પૂજા કરવા જઈએ છીએ ત્યારે આપણને રુદ્રાક્ષ જોવા મળી જતા હોય છે. પરંતુ આપણને ખબર નથી હોતી કે સાચા રુદ્રાક્ષ છે કે નહિ.

લોકો દ્વારા સાંભળ્યું હશે કે આ રુદ્રાક્ષનો ઉપયોગ કરો તમારી સમસ્યાઓનું સમાધાન થઇ જશે, તમારું કલ્યાણ થશે, તમારી મનોકામના પૂર્ણ થશે વગેરે બાબતો સાંભળી હશે. પરંતુ આ રુદ્રાક્ષ સાચો છે કે ખોટો તેની પરખ કેવી રીતે કરવી.તો મિત્રો શું તમે પણ જાણવા માગો છો કે આ રુદ્રાક્ષની પરખ કેવી રીતે કરવી.

તો ચાલો આજે જાણીએ કે આ રુદ્રાક્ષની પરખ કેવી રીતે થાય છે.

રુદ્રાક્ષની પરખ કરવા માટે સૌપ્રથમ તો એક નાની વાટકી લઈ તેને પાણીથી ભરી દો. ત્યારબાદ તમારી પાસે રહેલા રુદ્રાક્ષને પાણી ભરેલ વાટકી નાખો. જુઓ આ રુદ્રાક્ષ તળિયે બેસી જશે તો આ રુદ્રાક્ષ અસલી છે અને જો તે પાણીની ઉપર તરે છે તો તે રુદ્રાક્ષ નકલી છે.

બીજી રીત એ છે કે સૌ પ્રથમ એક પાત્રમાં પાણી લો તેમાં રુદ્રાક્ષ નાખો અને તેને થોડી વાર પાણીને ગરમ કરો. રુદ્રાક્ષનો રંગ નીકળવા લાગે અથવા તો તેના આકારમાં કંઈક ફેરફાર થઈ જાય તો સમજવું કે આ રુદ્રાક્ષ નકલી છે. કારણ કે અસલી રુદ્રાક્ષને ગરમ કરવાથી તેનામાં કોઈ ફેરફાર થતો નથી.

ત્રીજી રીત એ કે રુદ્રાક્ષ પરખવાની મહત્વની રીત છે. એક તાંબાનો ટુકડો લો તેની ઉપર રુદ્રાક્ષ મુકો પછી ફરી એક તાંબાનો ટુકડો લો અને અને તેને તેના પર ફેરવો અને જુઓ રુદ્રાક્ષમાં હલન ચલન થતું જોવા મળે તો સમજવું કે આ રુદ્રાક્ષ સાચો છે.

રુદ્રાક્ષને જો સોઈથી કોતરવામાં આવે અને તેમાંથી રેસા નીકળે તો તે રુદ્રાક્ષ અસલી છે અને જો તેમાંથી રેસા ન નીકળે તો તે રુદ્રાક્ષ નકલી છે.  શુદ્ધ સરસવના તેલમાં રુદ્રાક્ષને ગરમ કરવામાં આવે તો અસલી રુદ્રાક્ષ ચમકવા લાગે છે અને જો નકલી રુદ્રાક્ષ હોઈ તો તેનો કલર નીકળી જાય છે.

બીજું એ પણ છે કે સાચા રુદ્રાક્ષનો આકાર ખરબચડો અને અવ્યવસ્થિત હોય છે. જ્યારે નકલી રુદ્રાક્ષ એ દરેક બાજુથી સમાન હોય છે. તેના પર કોઇ કોતર કરીને બનાવ્યો હોય તેવું લાગે છે આમ તેને જોવાથી પારખી શકાય છે.

ગૌરીશંકર રુદ્રાક્ષ કે જે  બે જોડેલા રુદ્રાક્ષ હોય છે. તેને ગરમ પાણીમાં નાખવાથી જો તે તૂટી અથવા  કટકા થઈ જાય તો સમજવું કે આ રુદ્રાક્ષ નકલી છે. જો સાચો ગૌરીશંકર રુદ્રાક્ષ હશે તો તે માં કોઈ ફેરફાર નહીં થાય.

તો મિત્રો જો તમે પણ રુદ્રાક્ષ ખરીદો અથવા તો કોઈ તમને રુદ્રાક્ષ આપે તો તમે આ રીતે રુદ્રાક્ષની પરખ કરીને જ લેજો.અથવા તમે ક્યારેય નકલી રુદ્રાક્ષ જોયો હોય તો કોમેન્ટ કરો. હર હર મહાદેવ…..

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment