હાલ આપણે બધા જ જાણીએ છીએ કે, કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં અફડાતફડી મચી ગઈ છે. તો તેવામાં લગભગ મોટાભાગના દેશોમાં ત્યાંના શાસન દ્વારા માસ્ક અને અમુક મહત્વની સુરક્ષા માટે લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે. તો લોકો પણ આ વાતને ધ્યાનમાં રાખીને માસ્ક અને સામાજિક દુરી બનાવીને પોતાની સુરક્ષાનું વિચારી રહ્યા છે. તો માસ્કને લઈને પાકિસ્તાનની એક ઘટના સામે આવી છે, જેને જાણીને તમમેં ખુબ જ આશ્વર્ય થશે.
પાકિસ્તાનમાં એક રિપોર્ટરને રિપોર્ટીંગ કરવું ભારે પડ્યું હતું. તેની એક નાની ભૂલના કારણે મોટો ઝટકો મળ્યો હતો. તો ચાલો જાણીએ શું છે એ આખી ઘટના. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
મિત્રો આપણા દેશની જેમ પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસનો કહેર ભયાનક રીતે ચાલુ છે. તો તેની વચ્ચે હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવું જોવા મળી રહ્યું છે કે એક રિપોર્ટર માસ્ક વગર રિપોર્ટીંગ કરી રહ્યો હતો, પરંતુ એ રિપોર્ટીંગ રિપોર્ટરને ભારે પડી ગયું હતું. જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં એક પાકિસ્તાની પ્રાઈવેટ ચેનલના રિપોર્ટર પેશાવર શહેરમાં પેટ્રોલની અછત પર રિપોર્ટીંગ કરતા નજર આવી રહ્યા હતા. તે દરમિયાન જ એક બાઈક સવારને રિપોર્ટર દ્વારા પેટ્રોલની અછતને લઈને સવાલ કરવામાં આવ્યો. પરંતુ અંતમાં બાઈક સવારે જે જવાબ આપ્યો એ સાંભળીને રિપોર્ટર ચોંકી ગયો હતો. જુઓ તેના વિડીયોની લિંક પણ આપવામાં આવી છે.
Genuinely feel sorry for the ARY Reporter, Adnan Tariq – for better understanding, watch the video till the end. #covid19 #Pakistan pic.twitter.com/pnzSDeGj6U
— Anas Mallick (@AnasMallick) July 18, 2020
પહેલા તો એ બાઈક સવાર દ્વારા જવાબમાં કહેવામાં આવ્યું કે, પેટ્રોલ નથી મળી રહ્યું. ત્યાર બાદ તેણે કહ્યું કે, હું કોરોના પોઝિટીવ છું અને હોસ્પિટલમાં જઈ રહ્યો છું. આ જવાબ સાંભળીને કોઈ પણ કોઈ પણ વ્યક્તિ દંગ રહી જાય. તો તેવી જ રીતે રિપોર્ટર પણ ચોંકી ગયો. તમને જણાવી દઈએ કે આ વિડીયોને અનસ મલિક દ્વારા શેર કરવામાં આવ્યો છે.
અમસ મલિક અનુસાર આ પત્રકારનું નામ છે અદનાન તારીક અને તે પેશાવરમાં રિપોર્ટીંગ કરે છે. હાલ આ વિડીયો લોકો દ્વારા ખુબ જ જોવાય રહ્યો છે અને પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. તેમજ લોકો ખુબ જ શેર પણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, બિચારો પત્રકાર ફસાઈ ગયો. જો કે અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે, પત્રકારે મોં પર માસ્ક લગાવીને રિપોર્ટીંગ કરવાની જરૂર હતી. પરંતુ તેને જે જવાબ આપવામાં આવ્યો છે એ ખુબ જ અજીબ હતો.