જાણી લો ગેસના રેગ્યુલેટરમાંથી પાઈપ કાઢવાની આ સરળ રીત, વધારે બળ પણ નહિ પડે અને તૂટવાની બીક પણ નહિ રહે…

મિત્રો તમારા ઘરમાં ગેસનો ઉપયોગ થતો હશે તેમજ દર મહિને અથવા તો 15 દિવસે દરેક લોકો ગેસનું સિલિન્ડર ફેરવતા હોય છે. જ્યારે ગેસ પાઈપ બદલવી ઘણા લોકોને ખુબ જ મુશ્કેલ કામ લાગે છે. પણ આ ગેસ પાઈપ એક વખત ગેસ અને રેગ્યુલેટર સાથે જોડાઈ ગયા પછી ઘણો સમય તે ચાલે છે. જેના કારણે આ પાઈપ જામી જાય છે. એકદમ ચીપકી જાય છે. જેને કારણે તેને કાઢવો ખુબ મુશ્કેલ થઈ જાય છે. જ્યારે કેટલીક મહિલાઓ તેને કાઢવા કરતા પાઈપ જ થોડો કાપી નાખે છે. જો કે આમ વારંવાર કરવાથી પાઈપ ટૂંકો થઈ જાય છે.

જો કે મોટાભાગના લોકો રબ્બર અથવા તો પ્લાસ્ટિકની પાઈપનો ઉપયોગ કરતા હોય છે. પણ બંને પાઈપ કાઢવામાં પરેશાની તો થાય છે. જો કે જેટલી સાવધાની ગેસ પાઈપ ફીટ કરતી વખતે કરવામાં આવે છે એટલી જ સાવધાની જો તેને કાઢતી વખતે કરવામાં આવે તો સરળતા રહેશે. તો અહીં આપણે એવા સરળ ઉપાયો વિશે જાણી લઈએ જેની મદદથી તમે ગેસ પાઈપને ઝડપથી કાઢી શકશો.ગરમ પાણીનો ઉપયોગ કરો : જો ગેસ પાઈપ કાઢવામાં તમને મુશ્કેલી થઈ રહી છે તો તમે 2 થી 3 ગ્લાસ ગરમ પાણી લો. હવે ગેસ પાસેથી અથવા તો રેગ્યુલેટર પાસેથી ગમે ત્યાંથી તમારે પાઈપ કાઢવો હોય ત્યાં ગરમ પાણી નાખો. ગરમ પાણી પડવાથી પાઈપ થોડો નરમ થઈ જશે, અને પાઈપ કાઢવામાં સરળતા રહેશે.

જ્યારે ગરમ પાણી તમે નાખી રહ્યા હો ત્યારે તેની નીચે એક વાસણ મૂકી દો, જેથી કરીને પાણી નીચે ન પડે. રબ્બર અથવા પ્લાસ્ટિક કોઈ પણ પાઈપ પર તમે આ ટ્રીક અજમાવી શકો છો. ફટાફટ અને સરળતાથી થઈ જશે તમારું કામ.પાઈપને સાઈડમાંથી કાપી નાખો : રેગ્યુલેટર અથવા ગેસ પાસેથી પાઈપને કાઢવા માટે તમે નાની એવી કટ મૂકી શકો છો. તેમ કરવાથી પણ પાઈપ સરળતાથી નીકળી જશે. પણ ધ્યાન રાખો કે વધારે કટ નથી કરવાનું, જ્યાંથી પાઈપ કાઢવો છે ત્યાં નાનું એવું કટ કરવાનું છે. પછી હાથથી ગેસ પાઈપને ખેંચો.

આમ પાઈપ તરત નીકળી જશે. તમે વિચારશો કે જો કટ જ કરવાનું છે તો પાઈપને કાપી કેમ ન શકાય ? પણ આમ કરવાથી પાઈપ નાની થઈ જશે અને કાપેલ ટુકડાને કાઢવો પણ મુશ્કેલ છે.આ રીતે પણ ગેસ પાઈપને કાઢી શકો છો : ગેસનો પાઈપ  રેગ્યુલેટર અથવા તો ગેસ સાથે વધુ ચીપકી ગયો છે તો તેને કાઢવા માટે બાકસની દીવાસળી પ્રગટાવો, અને તે સ્થાનને ગરમ કરો. જો કે તમે આ પ્રયોગ કરી રહ્યા હો તો પહેલા તો ગેસ અને રેગ્યુલેટર સિલિન્ડરથી દુર કરી દો.

જ્યાંથી પાઈપ કાઢવો છે ત્યાં બાકસની દીવાસળી પ્રગટાવીને 2 થી 3 સેકેંડ રાખો અને પાઈપને ખેંચીને કાઢી લો. આમ કરવાથી તમારે વધુ બળ કરવાની જરૂર નહિ પડે. એક વખતમાં જ પાઈપ નીકળી જશે. આ ઉપાય કરતી કરતી આગ સાથે કોઈ રમત ન કરો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment