Jio અને Google કરી રહ્યા છે પાર્ટનરશીપ, બંને મળીને ભારતમાં કરશે આ સૌથી મોટો બદલાવ. 

આપણા દેશના સૌથી મોટા ગણાતા બિઝનેસમેન મુકેશ અંબાણી આજકાલ પોતાના બિઝનેસને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે. વિશ્વની મોટી મોટી ટેક કંપનીઓ સાથે ટાઈપ કરીને પોતાનો વ્યાપ અને લોકોની સુવિધામ સતત વધારો કરી રહ્યા છે. તો હાલમાં જ તેઓ એક નવી પાર્ટનરશીપ કરી રહ્યા છે. તેનાથી આપણા દેશના લોકોને ખુબ જ ફાયદો પણ થશે. આ નવી પાર્ટનરશીપ ગુગલ સાથે થઈ રહી છે, તો ચાલો જાણીએ તેના વિષે વિશેષ માહિતી.

તો એ સંદર્ભમાં રિલાયન્સ જિઓએ એવું એલાન કર્યું છે કે, કંપની ગુગલ સાથે પાર્ટનરશીપ કરી રહી છે. આ પાર્ટનરશીપ એ અનુસંધાનમાં કરવામાં આવી રહી છે, જેમાં એક ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે, જેમાં એન્ટ્રી માત્ર 4G અને 5G સ્માર્ટ ફોનને જ આપવામાં આવશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 43 મી એન્યુઅલ જનરલ મિટિંગ દરમિયાન રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે, ‘GOOGLE અને JIO 4G અને 5G બેઝ્ડ વેલ્યુ ઇન્જીનિયર્ડ, એન્ટ્રી લેવલ સ્માર્ટ ફોન માટે એક ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે.’ ગુગલ અને રિલાયન્સનો આ પાર્ટનરશીપ કરવાનો મુખ્ય હેતુ ભારત દેશને 2G મુક્ત કરવાનો છે. એટલે કે દેશમાં દરેક લોકો નવી 4G અને 5G ટેકનોલોજી સાથે જોડાય જાય.રિલાયન્સ અને ગુગલ ભારતને એટલા માટે 2G મુક્ત કરવા માંગે છે, કેમ કે ભારતમાં હજુ પણ 2G નેટવર્કનપ ઉપયોગ કરવામાં આવે છે, એટલા માટે કંપનીનો ટાર્ગેટ છે 2G યુઝર્સ. આવનાર વર્ષોમાં કંપની 2G યુઝર્સને સસ્તા 4G અને 5G સ્માર્ટ ફોન દ્વારા લુભાવવાની કોશિશ કરશે, જેવી રીતે શરૂઆતમાં જિઓ 4G નેટવર્ક આવ્યું હતું. ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ બેઝ્ડ ગુગલ અને જિઓ બંને દ્વારા મળીને તૈયાર કરવામાં આવશે. જેમાં ગુગલ પ્લે સ્ટોરનો પણ સપોર્ટ આપવામાં આવશે, એટલે કે પ્લે સ્ટોરની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકાશે.

મુકેશ અંબાણીએ કહ્યું છે કે, ભારત 5G એરા હવે દરવાજા પર ઉભું છે અને હજુ ભારત દેશમાં 350 મિલિયન લોકો આજે પણ 2G નેટવર્ક યુઝ કરે છે. તેને અફોર્ડેબલ સ્માર્ટ ફોનમાં અપગ્રેડ કરવામાં આવે.

નોંધપાત્ર છે કે, કંપનીએ એ નથી જણાવ્યું કે, આ ફોન લોન્ચ ક્યારે કરવામાં આવે અને તેની કિંમત કેટલી હશે. જો જિઓ ફોનની વાત કરવામાં આવે તો તેને કંપનીએ 1500 રૂપિયામાં લોન્ચ કર્યો હતો. ત્યાર બાદ જિઓ ફોન 2 લોન્ચ કર્યો હતો, જેની કિંમત 2999 રૂપિયા એ સમયે રાખવામાં આવી હતી. ત્યારે એવું પણ જાણવામાં આવ્યું હતું કે, જિઓ ફોન 3 આવી શકે, પરંતુ લોન્ચ ન થયો. પરંતુ હાલ તો કંપની દ્વારા નવા 4G/5G સ્માર્ટ ફોન લોન્ચ કરવા માટેની કોઈ ટાઈમલાઈન નથી જણાવી. તો હવે મુકેશ અંબાણી દેશના દરેક લોકોને 4G અને 5G નેટવર્ક મળે એ રચના બનાવી રહ્યા છે.

Leave a Comment