નાની નાની વાતોમાં ડોક્ટર પાસે ન જાવ, દબાવી દો તમારી આંગળીઓના આ પોઇન્ટ, માનસિક અને શારીરિક ઇન્સ્ટન્ટ થશે આવા ફાયદા

મિત્રો, મગજને શાંત કરવા તો બધા ઈચ્છે છે, પરંતુ ઘણા લોકો તેમાં સફળ થાય છે તો ઘણા નિષ્ફળ થાય છે. આમ દરેક લોકો પોતાના મગજને શાંત કરવા નવા નવા ઉપાયો કરે છે. કારણ કે આ ભાગદોડ ભરેલી જિંદગીમાં આરામ કરવો કોઈ પણ માણસ માટે શક્ય નથી. પરિણામે આરામ પુરતો ન મળવાથી અનેક માનસિક રોગોનો શિકાર લોકોએ બનવું પડે છે.

તમે પણ મિત્રો, ઘણી વખત ટ્રેસનો અનુભવ કર્યો હશે. દુનિયામાં બધા જ લોકો કોઈને કોઈ કારણસર કોઈને કોઈ વિચારને લઈને તણાવ અનુભવે છે અને તેમાંથી બહાર નીકળવાના તેઓ તમામ પ્રયત્નો કરે છે છતાં તેઓ બહાર નથી નીકળી શકતા. ઘણા લોકો તણાવથી મુક્ત થવા માટે વિવિધ ઉપાયો કરે છે. જેમ કે કસરત દ્વારા, યોગા દ્વારા અથવા તો થોડા દિવસ મગજને ફ્રેશ કરવા માટે ફરવા ચાલ્યા જાય છે. પરંતુ આજે અમે તમને આ લેખમાં એવી ટેકનીક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. આ ટેકનીક ખુબ જ સહેલી અને સરળ છે. જેને તમે ગમે ત્યારે અને ગમે ત્યાં કરી શકો છો અને તમને વિશ્વાસ નહિ આવે કે, આ ટેકનીક ખુદ તમારા હાથમાં જ રહેલી છે. ચાલો તો આ ટેકનીક વિશે વિગતે વાત કરીએ.

મિત્રો એક આ જાપાની ટેકનીક છે. આ ટેકનીકનું નામ છે ‘Jin Shin Jyutsu’ આ ખુબ અનોખી અને સરસ ટેકનીક છે. જેને કરવાથી તમને 2-3 મિનીટમાં જ મગજને શાંત થતા જોઈ શકો છો. જ્યારે પણ તમે બહુ તણાવમાં હો, ગુસ્સામાં હો, ડર અનુભવો છો ત્યારે તમે આ ટેકનીકનો ઉપયોગ કરી શકો છો.

આપણા શરીરની અંદર સતત એક પ્રવાહ વહેતો હોય છે અને જ્યારે આ પ્રવાહમાં કોઈ અડચણ આવે છે ત્યારે આપણે ડર, તણાવ, ગુસ્સો, ઉદાસી, નેગેટીવ વિચારો વગેરે જેવા ભાવો અનુભવીએ છીએ. જ્યારે આ જાપાની ટેકનીક અનુસાર આપણા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણા હાથમાં જ રહેલુ છે. આ ટેકનીક ખુબ સરળ છે, તરત જ તેની ઈફેક્ટ જોવા મળે છે, તેમજ તેને તરત જ પ્રોસેસમાં લાવી શકાય છે. આ ટેકનીક અનુસાર આપણા હાથમાં જ 5 પ્રકારની નેગેટીવ એનર્જી બ્લોક થઈ જાય છે. એટલે કે જ્યારે પણ તમે આ 5 માંથી કોઈ એક પ્રવાહ માંથી પસાર થઈ રહ્યા હો ત્યારે તમે આ ટેકનીકનો ઉપયોગ કરી શકો છો.

નીચે આપેલા ફોટોમાં તમે સમજાય જશે, કોઈ પણ એક આખી આંગળીને બીજા હાથની મુઠ્ઠીમાં રાખી દબાવવાનની છે.

 

Stress (તનાવ) : તમે ઘણી વાર કોઈ બાબતને લઈને ખુબ જ ચિંતિત રહેતા હો, અને ખુબ જ ટ્રેસ અનુભવો છો, ચિંતા  થાય છે, તો તમે આ ટેકનીકનો ઉપયોગ કરી શકો છો. તણાવ કે ચિંતા કોઈ પણ હોય શકે છે, જેમ કે જોબને લઈને, પૈસાને લઈને, અથવા તો બીજા લોકોની વાતો કે ટીકાઓને લઈને તમે તણાવ અનુભવો છો. ત્યારે તમે પહેલા તો પોતાના જમણા હાથના અંગુઠાને ડાબા હાથે પકડો, બહુ જોરથી નથી પકડવાનો અને હળવા હાથે પણ નહિ, આમ જ 2 થી 3 મિનીટ સુધી અંગુઠાને પકડી રાખો એની હળવે થી દબાવો, આર્ટિકલના પ્રથમ ફોટોમાં પીળા કલર માં બતાવ્યું છે. તમે જોશો કે તમે ધીમે ધીમે રીલેક્સ અનુભવ થવા લાગશે અને મન શાંત થશે. ફોટોમાં (1) નંબર જુઓ.

Fear (ડર) : જો તમે કોઈ વાતને લઈને ડર અનુભવો છો, આ ડર કોઈ પણ પ્રકારનો હોય શકે છે. જેમ કે તમને ઈન્ટરવ્યૂનો ડર લાગતો હોય, પરીક્ષાનો ડર હોય, પરિણામનો ડર હોય અથવા તો ભવિષ્યને લઈને ડર અનુભવો છો. ત્યારે તમારે આ ટેકનીક અજમાવવાની જરૂર છે. આ ટેકનીકમાં તમારે પોતાના જમણા હાથની પહેલી આંગળીને દબાવવાની છે. અને તે પણ 2 થી 3 મિનીટ માટે જ ધીમે ધીમે ડર ઘટવા લાગશે. ફોટોમાં (2 Index) નંબર જુઓ. 

Anger (ગુસ્સો) : જો તમને કોઈ પણ બાબતને લઈને ખુબ જ ગુસ્સો આવી રહ્યો છે. તો તમે આ ટેકનીક અપનાવી શકો છો. તમને વગર કારણે ગુસ્સો આવે તો પણ તમે આ ટેકનીકનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે પોતાની વચ્ચેની આંગળીને 2 થી 3 મિનીટ માટે દબાવવાની છે. જેનાથી તમારો ગુસ્સો ધીમે ધીમે શાંત થતો જશે. ફોટોમાં (3 Middle) નંબર જુઓ.

sadness (ઉદાસી) : જો તમે કોઈ પણ વાતને લઈને ખુબ જ ઉદાસ છો અથવા તો ઉદાસી અનુભવી રહ્યા છો તો તમે આ ટેકનીક અપનાવી શકો છો. તમે કોઈ નિર્ણય લેવામાં પણ ઉદાસી અનુભવી રહ્યા તો પણ તમે આ ટેકનીક અપનાવી શકો છો. આ માટે તમારે પોતાની રીંગ ફિંગરને 2 થી 3 મિનીટ માટે દબાવવાની છે.ફોટોમાં (4) નંબર જુઓ Middle fingure.

Nervousness/self Respect : જો તમે કોઈ પણ કાર્ય કરતા પહેલા ખુબ નર્વસનેસ અનુભવો છો અથવા તો પોતાના પ્રત્યે જે સમ્માન અનુભવવું જોઈએ તે નથી અનુભવતા તો તમારે આ ટેકનીક અપનાવી જોઈએ. જેમ કે તમારે તમારી ટચલી આંગળીને 2 થી 3 મિનીટ માટે પકડવાની અને હળવા હાથે દબાવવાની છે. ફોટોમાં (5) નંબર જુઓ last fingure.આ ટેકનીક એવી છે તે માટે જરૂરી નથી કે તમે જમણા હાથની જ આંગળીઓ દબાવો તમે ડાબા હાથની આંગળીઓ પણ દબાવી શકો છો. આ ટેકનીક દ્વારા તમે તમારો મૂડ ચેન્જ કરી શકો છો. આ સિવાય હજુ પણ એક ઉપાય છે જેના દ્વારા તમે હજુ પણ રીલેક્સનેસ અનુભવી શકો છો. આમ તમે વારંવાર એકબીજા હાથની આંગળીઓને દબાવી શકો છો. આ સિવાય જો તમે એકદમ રીલેક્સનેસ અનુભવવા માંગો છો અથવા પોતાને એકદમ હળવા અનુભવવા માંગો તેમજ મગજને એકદમ શાંત કરવા માંગતા હો, તો તમારે 6 નંબરની આ ટેકનીક પણ અપનાવી જોઈએ.

આ ટેકનીક 6 અનુસાર તમારે પોતાના હાથના વચ્ચેના ભાગને પોતાના બીજા હાથના અંગુઠા દ્વારા દબાવવાનું છે. તેનાથી તમે એકદમ શાંતિ અનુભવશો. આ ટેકનીક પણ 2 થી 3 મિનીટ સુધી કરી શકો છો. આ ટેકનીક તમે ગમે ત્યારે અને ગમે ત્યાં કરી શકો છો. તમે તેને સૂતા પહેલા પણ કરી શકો છો અને સવારે ઉઠીને પણ કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment