રાહુલ ગાંધીએ આપ્યું રાજીનામું… તેનાપર ૩ કલાક વાતાઘાટો ચાલી.. અંતે આવો નિર્ણય લેવાયો.. રાજીનામું દીધું કે નહિ? 

રાહુલ ગાંધીએ આપ્યું રાજીનામું… તેનાપર ૩ કલાક વાતાઘાટો ચાલી.. અંતે આવો નિર્ણય લેવાયો.. રાજીનામું દીધું કે નહિ? 

મિત્રો હાલ ચુંટણીમાં હારી ગયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાને લઈને આખા દેશમાં ખુબ જ ચર્ચા થઇ રહી છે. તેના જ કારણો સર આ મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં બધા કોંગ્રેસના દિગ્ગજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તો આજે અમે તમને જણાવશું કે આ મીટીંગમાં રાહુલ ગાંધીના અધ્યક્ષ પદના રાજીનામાને લઈને શું નિર્ણય આવ્યો તેના વિશે. આ મીટીંગમાં માત્ર રાહુલ ગાંધીના રાજીનામાને લઈને જ ચર્ચા થઇ હતી જે લગભગ સાડા ત્રણ કલાક ચાલી હતી. કેમ કે જે દિવસે લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પરિણામ જે પણ આવ્યું તેની 100 % જવાબદારી મારી જ છે.

મીટીંગમાં એવી પણ ચર્ચા કરવામાં આવી કે નરેન્દ્ર મોદીને કેન્દ્રિત કરીને કોંગ્રેસે તૈયાર કરેલી ચુંટણીની રણનીતિ ખોટી હતી અને કોંગ્રેસને તેનું નુકશાન થયું છે. જેનું પરિણામ આજે લોકોની સામે છે. સુત્રો અનુસાર એવી વિગત સામે આવી છે કે, જો રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડવાની અપીલ કરશે તો કોંગ્રેસ કાર્ય સમિતિ દ્વારા તેને ખારીજ કરી દેવામાં આવશે.

લોકસભાની ચૂંટણી 2019 માં હાર મળતા કોંગ્રેસ માટે હાલ તો મંથનનો સમયગાળો ચાલી રહ્યો છે. જેના કારણે કોંગ્રેસ પક્ષમાં ખુબ જ હિલચાલ થવા પામી છે. કોંગ્રેસ મુખ્યાલયમાં CWC એટલે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ લગભગ સાડા ત્રણ કલાક સતત ચાલી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ આ મીટીંગમાં હાજરી આપનારા કોંગ્રેસના નેતાઓએ આ રાજીનામાને ખારીજ કરી નાખ્યો હતો. કોંગ્રેસના નેતાઓ ક્યારેય પણ એવું નથી ઈચ્છતા કે રાહુલ ગાંધી રાજીનામું આપે.

આ મીટીંગમાં ઘણા કોંગ્રેસના દિગ્ગજો હાજર હતા. જેમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, મહાસચિવ ગુલાબ નબી આઝાદ, શીલા દીક્ષિત, અમરિંદર સિંગ વગેરે ઘણા બધા કોંગ્રેસના મુખ્ય નેતાઓ હાજર રહ્યા હતા.

જ્યારે લોકસભા ચુંટણી 2019 નું રીઝલ્ટ આવ્યું ત્યારે મીડિયા સામે રાહુલ ગાંધી દ્વારા કબુલવામાં આવ્યું હતું કે કોંગ્રેસની હારની સંપૂર્ણ જવાબદારી મારી જ છે. ત્યારે મુંબઈ કોંગ્રેસના નેતા સંજય નિરુપમ સામે આવ્યા અને તેણે રાહુલ ગાંધીનો બચાવ કરતા જણાવ્યું હતું કે, રાહુલે રાજીનામું ન આપવું જોઈએ. આ ઉપરાંત સંજય નિરુપમે ટ્વીટમાં પણ જણાવ્યું હતું કે કોંગ્રેસે રાહુલ ગાંધીના નેતૃત્વમાં બહાદુરીથી લોકસભાની ચૂંટણી લડી છે. આ ઉપરાંત તેણે ટ્વીટમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ ઘણી મહેનત કરી હતી. પરંતુ અમારું દુર્ભાગ્ય રહ્યું કે અમે હારી ગયા. માટે રાહુલ ગાંધીએ રાજીનામું ન આપવું જોઈએ અને તેણે પાર્ટીનું નેતૃત્વ જાળવી રાખવું જોઈએ.

એક અન્ય ટ્વીટમાં સંજય નિરુપમે એવું પણ જણાવ્યું હતું કે ચૂંટણીમાં ઘણી પાર્ટીઓ અને નેતા હારી ચુક્યા છે પરંતુ કોઈએ પણ ન તો રાજીનામાંની માંગ કરી છે ન તો કોઈએ રાજીનામાનો પ્રસ્તાવ આપ્યો છે. અમારા નેતાને બદનામ કરવા માટે સમજી વિચારીને સાજીશ કરવામાં આવી છે તેને રોકવી જોઈએ. પાર્ટીએ રાહુલની સાથે ઉભા રહેવું જોઈએ.

લોકોનું અને મીડિયાનું માનવું એવું છે કે નરેન્દ્ર મોદી વિરુદ્ધ વધારે તુચ્છ ભાષામાં બોલવાના કારણે કોંગ્રેસ પાર્ટીને નુકશાન થયું છે. ખાસ કરીને “ચોકીદાર ચોર છે” જેવા નકારાત્મક પ્રચારે પાર્ટીને નુકશાન કરાવ્યું છે. અમુક અમુક કોંગ્રેસના અધ્યક્ષો પણ રાહુલ ગાંધીથી ખુબ જ નાખુશ છે. તે નાખુશ નેતાઓનું કહેવું છે કે રાહુલ ગાંધીએ ખોટા મુદ્દા પર સમય બર્બાદ કર્યો. રાહુલ ગાંધીએ રાફેલ પર મોદીજીને ઘેર્યા ત્યારે લોકોનો રિસ્પોન્સ તેમને મળ્યો ન હતો. આ ઉપરાંત બાલાકોટ અને રાષ્ટ્રીય સુરક્ષા પર સવાલ ઉઠાવવો પણ કોંગ્રેસ પર ભારી પડ્યો છે. તો આ બધા મુદ્દા પર એ મીટીંગમાં ચર્ચા કરવામાં આવી અને અંત રાહુલ ગાંધીને હિંમત આપીને તેના રાજીનામાને ખારીજ કરવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીના રાજીનામાં પર તેમજ તેમને મળેલી કરારી હાર પર તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.રાહુલ ગાંધીએ રાજીનામું આપી દેવું જોઈએ કે નહિ. કોમેન્ટ કરીને જણાવો. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment