એક સમયની મશહુર અભિનેત્રી સ્નેહલતા લાગે છે કઈક આવી….. જોઇને તમને લાગશે આંચકો.

એક સમયની મશહુર અભિનેત્રી સ્નેહલતા લાગે છે કઈક આવી….. જોઇને તમને લાગશે આંચકો.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે આપણું ફિલ્મી જગત ખુબ જ રંગીલું છે. તેમાં સમયે સમયે નવા નવા એક્ટર અને અભિનેત્રીઓ આવતી રહેતી હોય છે. બધા અભિનેતાઓનો એક સમયગાળો ગાળો હોય છે જેમાં તેની નામના આકાશને આંબી ગઈ હોય છે. પરંતુ અમુક સમય બાદ તેનો સમય જતો પણ રહેતો હોય છે. તો આવા ઘણા બધા નામાંકિત હીરો અને હિરોઈન ઉદય પામ્યા અને અસ્ત પણ થયા. પરંતુ અમુક અભિનેતાઓ આજે પણ લોકોના દિલમાં રહેતા હોય છે. તેમની છબી આજે પણ તેના ચાહકોમાં જોવા મળતી હોય છે.

તો મિત્રો આજે અમે ગુજરતી ફિલ્મોની એક એવી જ અભિનેત્રી વિશે તમને જણાવશું. જેમણે એક સમયે ગુજરતી ફિલ્મોમાં ખુબ જ કામ કર્યું છે. આમ જોવાજઈએ તો તેને એક સમયની ગુજરાતી ફિલ્મોની મહાનાયિકા પણ કહેવામાં આવે છે. પરંતુ આજે તે ક્યાં રહે છે, કેવી રીતે રહે છે, શું કરે છે તેની જાણ ખુબ જ ઓછા લોકોને હોય છે. તો આજે અમે તે અભિનેત્રી વિશે તમને જણાવશું જાણીને તમે પણ દંગ રહી જશો.

તે હિરોઈનનું નામ છે સ્નેહલતા. હા મિત્રો, સ્નેહલતા એક સમયે ગુજરતી ફિલ્મોની મહાનાયિકા કહેવાતી હતી. પરંતુ આજે તે શું કરે છે અને ક્યાં રહે છે તેના વિશે લગભગ કોઈને પણ ખબર નહિ હોય. જેવી રીતે બોલીવુડમાં અમુક અમુક જોડીઓ ખુબ જ સુપરહિટ હતી, જેમ કે અમિતાભ-રેખા, ધર્મેન્દ્ર- હેમા માલિની, શાહરૂખ-કાજોલ વગેરે જોડીઓને સુપરહિટ માનવામાં આવે છે. પરંતુ આપણા ગુજરાતી ફિલ્મોમાં જો કોઈ સૌથી વધારે સુપરહિટ જોડી રહી હોય તો એ છે સ્નેહલતા અને ઉપેન્દ્ર ત્રિવેદી. પરંતુ સ્નેહલતા નરેશ કનોડિયા સાથે પણ ખુબ જ સફળ જોડી રહી હતી.

ગુજરતી જુના ફિલ્મોની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા આપણા મનમાં સ્નેહલતાની તસ્વીર સામે આવી જાય છે. તેની અદાઓ અને તેની એક્ટિંગથી લોકો ખુબ જ પ્રભવિત હતા અને તેની અદાકારીના દીવાના પણ હતા. પરંતુ મિત્રો હાલ સ્નેહલતાની હાલ ઉમર 63 વર્ષ છે. આજે તેમને ઓળખવા પણ ખુબ જ મુશ્કેલ થઇ ગયા છે. કેમ કે હમણાં થોડા સમય પહેલા તે એક વાર ગુજરાતમાં વઢવાણ શહેરમાં દેખાયા હતા. ત્યાં તેમના એક પારિવારિક મિત્રના ઘરે લગ્નના પ્રસંગમાં આવ્યા હતા. પરંતુ આજે સ્નેહલતાને ઓળખવા ખુબ જ મુશ્કેલ થઇ જાય તેવો બદલાવ આવી ગયો છે. તે લગ્નમાં પોતાની દીકરી સાથે આવ્યા હતા.

તેમની દીકરીનું નામ છે ઇન્દિરા અને તે હાલ ડોક્ટર છે. સ્નેહલતા આજે ખુબ જ સાદગીભર્યું જીવન પસાર કરી રહ્યા છે અને તેવો હાલ મુંબઈના બાંદ્રામાં પોતાના પરિવાર સાથે રહે છે. તે ખુબ જ ઓછા જાહેર જીવનમાં આવે છે અને તેમનું જણાવવું છે કે તેમને હવે જાહેર જીવનમાં ઓછો રસ છે. તેમણે એક વાર એવું પણ જણાવ્યું હતું કે તેના આખા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ ફિલ્મ ઇન્ડઝસ્ટ્રીમાં રસ નથી ધરાવતા.

મિત્રો આજ સુધીમાં સ્નેહલતાજી પાસે ઘણી બધી સિરીયલોમાં કામ કરવાની ઓફર આવી હતી, પરંતુ સ્નેહલતાજી એ એ બધી સિરીયલોમાં કામ કરવાની ના પાડી દીધી હતી. તેમનું માનવું હતું કે હવે આ ઉમરમાં મારે પરિવાર સાથે સમય પસાર કરવો છે. અને ગ્લેમર બનવામાં હવે કોઈ ખાસ મહત્વ નથી. હવે બાકી રહેલું જીવન હું મારા સુખી પરિવાર સાથે પસાર કરવાનું પસંદ કરું છું. અને આજે તે તેમના પરિવાર સાથે મુંબઈમાં ખુબ સરળ જીવન પસાર કરી રહ્યા છે.

તો મિત્રો શું કહેવું છે તમારું આ અભિનેત્રી વિશે કોમેન્ટ કરીને ખાસ જણાવો. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

Leave a Comment