ગુજરાતમાં રહેલું આ મંદિર એક દિવસમાં બે વાર થાય છે ગાયબ…. જાણો તેની પાછળ શું છે રહસ્ય…

આપણે જાણીએ છીએ કે ભારતદેશ એ વિવિધતાઓમાં એકતા ધરાવતો દેશ છે. સંપૂર્ણ ભારતમાં ધાર્મિક આસ્થા પ્રબળ રૂપમાં જોવા મળે છે. અહીં અનેક સમુદાયો રહે છે તેમજ બધાની જુદી-જુદી માન્યતાઓ જોવા મળે છે અને આ માન્યતાઓ અનુસાર તેમના જુદા-જુદા મંદિરો પણ જોવા મળે છે. સ્વાભાવિક છે કે જ્યાં મંદિર હોય ત્યાં તે મંદિરની કોઈને કોઈ કથાઓ અથવા ઈતિહાસ અવશ્ય હોય છે. દરેક મંદિરની સ્થાપના સાથે એક કથા અથવા તો ઇતિહાસ રહેલ હોય છે.

આવા અનેક મંદિર છે જેના રહસ્યો વિશે આજે પણ લોકો જાણતા હોતા નથી. આ રહસ્યોની સાથે આપણે તે મંદિરમાં થતી ક્રિયાઓ વિશે પણ નથી જાણતા. તો આવું જ એક અદભુત અને રહસ્યમય મંદિર છે કે જે દિવસમાં બે વાર આપણી આંખ સામે જ ગાયબ થઈ જાય છે. આવું સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે, પણ આ હકીકત છે. ચાલો તો આ મંદિરના રહસ્ય વિશે વિસ્તૃતથી માહિતી મેળવીએ. આ મંદિરના રહસ્યની કહાની અંત સુધી વાંચો.

શું તમને ખબર છે ગાયબ થતું આ મંદિર આપણા ગુજરાત રાજ્યમાં જ આવેલ છે. જી હા, ગુજરાત રાજ્યના વડોદરા શહેરથી લગભગ 60 કિલોમીટર દૂર કબી કંબોઈ ગામમાં આવેલ છે. જેને સ્તંભેશ્વર મંદિરના નામથી ઓળખવામાં આવે છે. અહીં આ મંદિરમાં શિવલિંગ સ્થાપિત છે. જેના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો લોકો આવે છે. આ મંદિરની શોધ લગભગ 150 વર્ષ પહેલા થઈ હતી.

આ મંદિર અરબ સાગરના ખંભાતના અખાતના કિનારે આવેલ છે. અહીં આ મંદિર પાણીમાં સ્વયં જ ડૂબી જાય છે અને સ્વયં જ પાણીમાંથી બહાર આવે છે. એટલે કે અહીં પાણી સ્વયં જ દૂર થઈ જાય છે. મંદિરની રહસ્યમય ઘટના સાચે જ હકીકતમાં બને છે.

આવું થવા પાછળનું કારણ એ છે કે અહીં જ્યારે સાગરમાં ભરતી આવે છે ત્યારે મંદિર ડૂબી જાય છે અને જ્યારે સાગરમાં ઓટ આવે છે ત્યારે મંદિર દ્રશ્યમાન થાય છે અને આ ઘટના દિવસમાં બે વખત બને છે. મંદિરના દર્શન કરવા માટે લોકો જાય છે ત્યારે મંદિર દેખાય છે.

મંદિર વિશે મળતી વિશેષ માહિતી અનુસાર અહીં એવા કાગળો પણ વેચવામાં આવે છે, જેમાં એ સમય બતાવવામાં આવે છે કે મંદિર ડૂબવાનું છે અને તે સમયે ત્યાં ન જવાની સલાહ દેવામાં આવે છે. એવું પણ સાંભળવા મળ્યું છે કે ઘણા લોકોએ મંદિરમાં તે સમયે જવાનો પ્રયત્ન કર્યો છે કે જે સમયે મંદિર પાણીમાં ડૂબેલું હોય. પરંતુ તેમાં કોઈ સફળ થયું નથી.

સ્તંભેશ્વર મંદિરની કથા :

કહેવામા આવે છે કે તાડકાસુર નામનો એક રાક્ષસ ભગવાન શિવનો ખુબ જ મોટો ભક્ત હતો. તેણે  શિવજીને પ્રસન્ન કરવા માટે ઘણી તપસ્યા કરી અને ભગવાન પ્રગટ પણ થયા. જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે તેને વરદાન માંગવા કહ્યું, અને રાક્ષસે એવું વરદાન માંગ્યું કે, “મારું મૃત્યુ માત્ર તમારો પુત્ર કરી શકે અને તેની ઉંમર માત્ર છ દિવસ જ હોય. શિવજી એ તેને આ વરદાન આપી દીધું.”

આ વરદાન મળતા જ તાડકાસૂર આખી સૃષ્ટિ પર તબાહી કરવા લાગ્યો. કારણ કે તેને ખબર હતી કે શિવજીની કોઈ સંતાન નથી, એટલે કોઈ તેને મારી નહીં શકે. પરંતુ થોડા સમયમાં જ ભગવાન શિવ અને પાર્વતીનું મિલન થયું અને કાર્તિકેયનો જન્મ થયો. આ કાર્તિકેય એ છ દિવસના થતાં જ તાડકાસુરની હત્યા કરી નાખી.

પરંતુ તાડકાસુરના વધ પછી તેને ખબર પડી કે આ રાક્ષસ તો શિવજીનો ભક્ત હતો. આથી કાર્તિકેયને દુઃખ થયું. ત્યારે આ દુઃખના સમાધાનમાં ભગવાન વિષ્ણુએ જે જગ્યા પર તાડકાસુરનો વધ થયો ત્યાં મંદિર બનાવવાનું કહ્યું અને ત્યાં શિવલિંગની સ્થાપના કરી. ભગવાન શિવ સ્વયં ત્યાં બિરાજમાન થયા. બસ, ત્યાર પછી સ્વયં સાગર જ દિવસમાં બે વાર ભગવાન શિવનો જળાભિષેક કરે છે અને આજે પણ એમ જ થઈ રહ્યું છે.

અહીં સ્થાપિત શિવલિંગની લંબાઈ ચાર ફૂટ છે અને તે બે ફૂટ જેટલી ગોળાકાર છે. અહીં અમાસ અને મહાશિવરાત્રિએ શિવભક્તોની ભીડ ખુબ જ રહે છે. તો મિત્રો આ સ્થળ ન ગયા હોવ તો એક વાર અવશ્ય મુલાકાત લો. તો મિત્રો કોમેન્ટમાં લખો હર હર મહાદેવ.    

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ 

1 thought on “ગુજરાતમાં રહેલું આ મંદિર એક દિવસમાં બે વાર થાય છે ગાયબ…. જાણો તેની પાછળ શું છે રહસ્ય…”

Leave a Comment