કૃષિ સેક્ટર સાથે જોડાયેલી કંપની પ્રોસિડ ઇન્ડિયા (Proseed India) એ શેર બજારમાં છેલ્લા એક વર્ષમાં 31,366% શાનદાર રિટર્ન આપ્યું છે. આ પેની શેરમાં જો કોઈએ એક વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેના પૈસા લગભગ 3.14 કરોડ રૂપિયા થઈ ગયા છે.
આ પેની શેરે છેલ્લા એક વર્ષમાં 31,366% શાનદાર રિટર્ન આપ્યું છે. આ શેરની તુલનામાં આ સમયે સેન્સેક્સે લગભગ 35% જ રિટર્ન આપ્યું છે. એક વર્ષ પહેલા એટલે કે 18 નવેમ્બર’ 2020 ના આ શેર 0.30 રૂપિયા પર હતો. પરંતુ આ ગુરુવાર એટલે કે 18 નવેમ્બર 2021 ના આ શેર BSE પર 94.40 રૂપિયાની ઉંચાઈ પર પહોંચી ગયો.
છેલ્લા 6 મહિનામાં પણ આ શેરે લગભગ 6321% નું રિટર્ન આપ્યું છે. 20 મેં, 2020 ના રોજ અ શેર લગભગ 1.47 રૂપિયા પર હતો. જો કે આ સ્મોલકેપ શેરમાં છેલ્લા અઠવાડિયે ચાર દિવસના સત્રમાં લગભગ 18% નીચે આવ્યું છે. BSE પર 12 નવેમ્બર શુક્રવારના રોજ આ શેર 115.8 રૂપિયા પર બંધ થયો હતો. આ સિવાય ગુરુવાર 18 નવેમ્બરના આ શેર 94.40 રૂપિયા પર બંધ થયો. શુક્રવારે 19 નવેમ્બરના રોજ શેર બજાર બંધ હતી.
પેની શેર મોટાભાગે એને જ માનવામાં આવે છે જેની કિંમત 10 રૂપિયા હોય અથવા તેનાથી ઓછી કિંમતના હોય. Proseed India ના શેર 100 દિવસ, 200 દિવસના મુવિંગ એવરેજથી ઉપર ચાલી રહ્યો છે, જો કે તે 5 દિવસ, 20 દિવસ અને 50 દિવસના મુવિંગ એવરેજથી નીચે છે. ગુરુવારના રોજ તેનું માર્કેટ કેપ નીચે આવીને 973.22 કરોડ રૂપિયા રહ્યું છે.
શું કરે છે કંપની : આ કંપની એગ્રી કમોડિટીઝના ટ્રેડિંગ અને સીડ કારોબારમાં લાગી છે. આ કંપની ઘણી પ્રકારના બીજ અને શાકભાજીઓ માટે રિચર્સ, ડેવલપમેન્ટ, ઉત્પાદન, પ્રસંસ્કરણ, માર્કેટિંગ અને વ્યાપાર સાથે જોડાયેલી છે, આ કંપનીની સ્થાપના 1991 માં થઈ હતી અને તેનું મુખ્યાલય હૈદરાબાદમાં છે.
રહેવું પડશે સચેત : પેની શેરોમાં ઘણી વાર શાનદાર રિટર્ન મળે છે. પરંતુ આવા શેરોમાં રોકાણ પહેલા તમારે ખુબ જ સચેત પણ રહેવું જરૂરી છે. આ શેરોમાં પ્રમોટરની ભાગીદારી ખુબ જ વધુ હોય છે એટલા માટે તેમાં નિમેપુલેશન કરવું on આસાન હોય છે. સપ્ટેમ્બર ત્રિમાસમાં આ કંપનીમાં પબ્લિક શેર હોલ્ડર્સનો ભાગ લગભગ 3% હતો. એટલે કે પ્રમોટર્સની ભાગીદારી 97% હતી. એટલા માટે કોઈ પણ શેરમાં રોકાણ પહેલા તમારે સેબીમાં રજિસ્ટર્ડ કોઈ આર્થિક સલાહકારની સલાહ જરૂર લેવી જોઈએ.
છેલ્લા છ મહિનામાં આ શેરનું શાનદાર પ્રદર્શન તેના આર્થિક પ્રદર્શન સાથે મેળ નથી ખાતું. એટલા માટે આ શેરમાં રોકાણ કરતા સમયે સતર્ક રહેવાની પણ જરૂરિયાત છે. સપ્ટેમ્બર 2021 માં કંપનીની નુકશાની વધીને 0.46 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ, જ્યારે એક વર્ષ પહેલાની સમાન ત્રિમાસમાં કંપનીઓ 0.09 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી