મિત્રો દરેક લોકો પોતાનું એક સુરક્ષિત રોકાણ ઈચ્છતા હોય છે. આથી તેઓ અનેક સ્કીમ વિશે અકસર શોધમાં રહેતા હોય છે. જો તમે સંપૂર્ણપણે સુરક્ષિત રોકાણની યોજના શોધી રહ્યા છો, એટલે કે, તમે તમારા રોકાણ પર કોઈ પણ પ્રકારનું જોખમ ઇચ્છતા નથી, તો પોસ્ટ ઓફિસ તમારા માટે વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તમને પોસ્ટ ઓફિસ સ્કીમમાં વધુ સારું રોકાણ અને વળતર પણ મળે છે. પોસ્ટ ઓફિસની નાની સેવિંગ સ્કીમ વધુ સારી થશે. ઓછા ખર્ચે તેમાં રોકાણ કરીને કમાણી થાય છે. આવી જ એક પોસ્ટ ઓફિસ સ્કીમનું નામ છે. – પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ(Post Office Recurring Deposit).
શું છે પોસ્ટ ઓફિસ RD સ્કીમ ? : એકંદરે આ યોજના દ્વારા, તમે ખુબ જ ઓછા પૈસાથી રોકાણ કરી શકો છો. આ સિવાય તમારા પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. આમાં તમે દર મહિને 100 રૂપિયાથી રોકાણ કરી શકો છો. તમે કેટલું રોકાણ કરી શકો તેની કોઈ પણ મહત્તમ મર્યાદા નથી. પોસ્ટ ઓફિસ આરડી ડિપોજિટ એકાઉન્ટ નાના વ્યાજદર સાથે નાના હપ્તા જમા કરાવવાની સરકારી અને ગેરેંટી વાળી આ યોજના છે.
જાણો કેટલું મળશે વ્યાજ : પોસ્ટ ઓફિસમાં જે RD એકાઉન્ટ ખુલ્લે છે, તે 5 વર્ષ સુધીનું હોય છે. તેનાથી ઓછા સમયમાં તે ઓપન થતું નથી. દર ત્રિમાસિકમાં(વાર્ષિક દરે) જમા નાણાં પર વ્યાજની ગણતરી કરવામાં આવે છે. પછી તે દરેક ક્વાટરના અંતે ચક્રવૃતિ વ્યાજ સાથે તમારા ખાતામાં ઉમેરવામાં આવે છે. ઈન્ડિયા પોસ્ટ ઓફિસની વેબસાઇડ મુજબ હાલમાં RD સ્કીમ પર 5.8 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર તેમની તમામ નાની બચત યોજનાઓમાં દર ત્રિમાસિકમાં વ્યાજ દરની જાહેરાત કરે છે.
કેટલું રોકાણ અને વળતર : જો તમે પોસ્ટ ઓફિસ આરડી સ્કીમમાં દર મહિને 10 હજાર રૂપિયાનું રોકાણ કરો છો અને તે પણ 10 વર્ષ માટે, તો તેને મેચ્યોરિટી પર 16, 26, 476 લાખ રૂપિયા મળશે.
RD એકાઉન્ટ વિશે કેટલીક ખાસ વાતો : જો તમે સમયસર આરડી હપ્તા જમા નહીં કરો, તો તમારે દંડ ભરવો પડશે. હપ્તામાં વિલંબ માટે, તમારે દર મહિને 1 ટકા દંડ ભોગવવો પડશે. આ સાથે જો તમે 4 હપ્તા જમા નહીં કરો, તો તમારું ખાતું બંધ થઈ જશે. જો કે, જ્યારે ખાતું બંધ થાય છે, ત્યારે તેને આગામી બે મહિના માટે ફરીથી સક્રિય કરી શકાય છે. આમ તમે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પોતાના નાણા રોકીને તેનું વ્યાજ લઈ શકો છો.
જો કે આજકાલ સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે ત્યારે ગ્રાહકે પોતાના ભવિષ્યનો વિચાર કરીને પોતાના માટે એક સેવિંગ રાખવું ખુબ જ જરૂરી છે. આ માટે તમે પોસ્ટ ઓફિસની આ સ્કીમનો લાભ ઉઠાવી શકો છો. જે તમને સારું એવું વ્યાજ આપે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી