ફક્ત 22 વર્ષની ઉંમરે આ છોકરી પહેલા જ પ્રયાસમાં બની ગઈ IAS ઓફિસર, જણાવ્યા પોતાના મંતવ્યો અને સફળ થવાનો ફોર્મ્યુલા. જાણો તમે પણ…

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં નગર પરિષદ બદ્દીના હાઉસિંગ બોર્ડના બીજા તબ્બકાના રહેવાસી મુસ્કાન જિંદાલે દેશભરમાં 22 વર્ષની ઉમરે પ્રથમ પ્રયાસમાં સિવિલ સર્વિસ કમિશનની પરીક્ષામાં 87મુ સ્થાન મેળવ્યું છે. મુસ્કાન જિંદાલની પ્રારંભિક પરીક્ષા શરૂ થઈ હતી. તેણે 12માં ધોરણમાં 96.4 ટકા માર્કસ મેળવીને તેની શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

આ પછી તેની પોતાના આગળના ભણતર માટે ચંડીગઢમાં સ્થિત એસડી કોલેજમાં આગળ અભ્યાસ કર્યો. તેણે સિવિલ સર્વિસનો અભ્યાસ પણ શરૂ રાખ્યો હતો. મુસ્કાન જિંદાલે પોતાના મંતવ્યમાં એવું જણાવ્યુ કે, જો મનની અંદર દ્રઢ વિશ્વાસ હોય તો મોટામાં મોટી મુશ્કેલી પણ પાર કરી શકાય છે. તેમણે જણાવ્યુ કે, બાળપણથી જ મારૂ સપનું આઇએએસ અફસર બનવાનું હતું. જે મેં આજે પૂરું કર્યું છે. જેમાં મારા પરિવાર અને ગુરુજનો નો વિશેષ ફાળો રહ્યો છે.

દિવસ દરમિયાન 6-7 કલાક અભ્યાસ : મુસ્કાન જિંદાલે જણાવ્યુ કે, જ્યારે મારૂ ઇન્ટરવ્યુ ચાલી રહ્યું હતું, ત્યારે મને 6-7 સવાલ પુછવામાં આવ્યા હતા. મે તે દરેકના જવાબ આપ્યા હતા. મને કોઈપણ પ્રકારની સમસ્યા ન થઈ હતી. મુસ્કાને જણાવ્યુ કે, હું દિવસમાં 6-7 કલાક સુધી અભ્યાસ કરતી હતી.

મને જો વચ્ચે-વચ્ચે સમય મળતો, તો હું ઓનલાઈન પણ અભ્યાસ કરતી હતી. મુસ્કાન જિંદાલની બે બહેનો અને એક ભાઈ છે. તેમના પિતા વ્યવસાયી છે અને તેમની માતા જ્યોતિ જિંદાલ ગૃહિણી છે. મુસ્કાન જિંદાલે પોતાની સફળતાનો શ્રેય ગુરુ(શિક્ષક), દાદા સાધુ રામ જિંદાલ અને પરિવારના સભ્યોને આપ્યો છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું છે કે, મુસ્કાન જિંદાલની આ ઉપલબ્ધિ દેશ માટે ગૌરવની વાત છે અને તેની આ સફળતાથી પ્રદેશના અન્ય યુવાઓને પણ પ્રોત્સાહન મળે છે.

ચંબાના શૈલેશે બીજા પ્રયાસમાં IASની પરીક્ષા પાસ કરી : ચંબા શહેરમાં ધડોગમાં રહેતા શૈલેશ હીતાશિએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ પરીક્ષા પાસ કરીને ચંબા જીલ્લામાં પોતાનું નામ રોશન કર્યું. શૈલેશે તેના બીજા પ્રયાસમાં આઇએએસની પરીક્ષા પ્રાપ્ત કરી છે. તેમનો ક્રમ 758 હતો. હવે તેઓ વહીવટી સેવાઓ આપશે. તેનું અંતિમ ઈન્ટરવ્યૂ દિલ્હીમાં કરવામાં આવ્યું હતું અને અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. શૈલેશના પિતા તિલક રાજ હિંતાશી આયુર્વેદિક વિભાગમાંથી નિવૃત અધિક્ષક છે.

તેમની માતા સ્નેહલતા હિંતાશી ગૃહિણી છે. શૈલેશનો ભાઈ મૅડિકલ કોલેજ ચંબામાં ડોક્ટર તરીકે પોસ્ટમાં છે. અગાઉ શૈલેશ પણ HS ની પરીક્ષા પાસ કરી ચૂક્યો છે. તેઓ હાલમાં કિન્નર જિલ્લામાં જિલ્લા અન્ન અને પુરવઠામાં અધિકારી તરીકે સેવા આપે છે. તેમણે પોતાનું શિક્ષણ ચંબાની ભારતીય સાર્વજનિક શાળામાં કર્યું હતું. શૈલેશે પોતાની સફળતાનો શ્રેય ડોક્ટર આંબેડકર આપ્યો છે. શૈલેશના કહેવા મુજબ, તેણે બતાવેલા માર્ગને અનુસરીને તેણે આ સફળતા મળી છે.

આમ જો સાચી મહેનત અને લગન હોય તો કોઈપણ મુશ્કેલી પાર કરી શકાય છે. તેમજ સતત મહેનત અને અભ્યાસ જ માણસને સફળતા તરફ લઇ જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment