ગુજરાતના યુવાનોને આ વર્ષે મળશે 25 હજાર સરકારી નોકરીઓ, પીએમ મોદીએ કર્યું મોટું એલાન… જાણો ક્યાં સેક્ટરમાં આવશે વધુ નોકરી…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવતા પહેલા સોમવારે વર્ચ્યુઅલી ગાંધીનગર ના મહાત્મા મંદિરમાં આયોજિત ગુજરાત મેળાને સંબોધિત કર્યો હતો. મોદી એ કહ્યું હતું કે આજે ગુજરાતમાં 600 આઈ.ટી.આઈ છે. આ આઈ.ટી.આઈ ના પ્લેસમેન્ટ ખૂબ જ સારુ રહ્યું છે. પીએમ મોદીએ આગળ જણાવ્યું કે અમારો પ્રયત્ન છે કે વિકાસમાં બધાની ભાગીદારી હોય. 

નોકરીની રાહ જોઈ રહેલા ગુજરાતના યુવાનો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટું એલાન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વર્ચ્યુઅલી ગુજરાત રોજગાર મેળા ને સંબોધિત કરતા કહ્યું કે વર્ષ 2023 માં ગુજરાતના યુવાનોને સરકારમાં 25,000 થી વધારે નોકરીઓ મળશે. પીએમ મોદીએ રોજગાર મેળામાં નોકરી મેળવવા વાળા યુવાનો ને શુભકામનાઓ આપતા કહ્યું કે તમારા જીવન ની આ એક શુભ શરૂઆત છે.

એવામાં જે મહેનત તમે આ નોકરી મેળવવામાં કરી છે. તેને તમે બધા જાળવી રાખો. પીએમ એ કહ્યું કે ગુજરાત આવનારા સમયમાં દેશના વિકાસનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે લાખો કરોડો રૂપિયાના પ્રોજેક્ટ થી લાખોની સંખ્યામાં નોકરી અને રોજગારની તકો ઉભી કરવામાં આવી રહી છે.પાંચ વર્ષમાં દોઢ લાખ નોકરીઓ:- પાછલા વર્ષોમાં ગુજરાતમાં ડોઢ લાખથી વધારે યુવાકોને રાજ્ય સરકારની નોકરી મળી છે. સરકાર નોકરી એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ દ્વારા વીતેલા વર્ષોમાં 18 લાખ યુવકોને વિવિધ ક્ષેત્રોમાં રોજગાર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ગુજરાત સરકારે ભરતી કેલેન્ડર બનાવીને નિર્ધારિત સમયમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી છે. પીએમ મોદીએ કહ્યું આ વર્ષે 25000 થી વધારે યુવાઓને રાજ્ય સરકારમાં નોકરી આપવાની તૈયારી કરી છે 

જ્યારે વિકાસનું ચક્ર તેજ ગતિથી ચાલે છે તો દરેક સેક્ટરમાં રોજગારની તકો ઊભી થવા લાગે છે. આજે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફર્મેશન ટેકનોલોજી અને અન્ય સેક્ટરની પરિયોજનાઓમાં લાખો-કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. માત્ર ગુજરાતમાં જ નહીં કેન્દ્ર સરકારના સવા લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ વર્ષના બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ લાખો નોકરીઓનું સર્જન પણ કરી રહ્યા છે.પરીક્ષા પ્રક્રિયા પારદર્શક બની:- પીએમ મોદીએ કહ્યું કે ગુજરાત સરકારે ટેકનોલોજી નો ઉપયોગ કરીને સંપૂર્ણ ભરતી પ્રક્રિયાને પારદર્શક બનાવી છે.પીએમ મોદીનું કહેવું છે કે તેનાથી અલગ અલગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. મોબાઈલ એપ અને વેબસાઈટ પોર્ટલ વિકસિત કરવામાં આવ્યા છે. મોદીએ કહ્યું કે અલગ અલગ ક્ષેત્રોમાં બીજેપી સરકાર દ્વારા યુવાનો માટે નવા અવસર તૈયાર કરવામાં આવ્યા છે.

મોદીએ કહ્યું કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રોજગાર માટે એક ઠોસ રાજનીતિ તૈયાર કરી છે. મોદીએ કહ્યું કે અમે મેન્યુફેક્ચરિંગ ને પ્રોત્સાહન આપીને રોજગારની તકો આપી છે. અમે અલગ અલગ રણનીતિ થી કામ કર્યું છે. તેના દ્વારા બદલાતા સમય સાથે યુવાનોના સ્કીલ ડેવલોપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.રેલ એન્જિન કારખાના નો ઉલ્લેખ:- પીએમ મોદીએ પોતાના સંબોધનમાં દાહોદમાં નિર્માણાધીન રેલ એન્જિન ફેક્ટરીનો ઉલ્લેખ કર્યો હતો. પી એમ એ કહ્યું આદિવાસી બહુલ જિલ્લામાં 20,000 કરોડ રૂપિયામાં રેલ એન્જિન ફેક્ટરી નું નિર્માણ થઈ રહ્યું છે. આ તકોના નવા દરવાજા ખોલાશે.  PMએ કહ્યું કે ગુજરાત આગામી દિવસોમાં સેમી-કન્ડક્ટરનું હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાતના યુવાનોને પણ તેનો લાભ મળશે. રોજગારી ની હજારો તકો ઉભી થશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment