મિત્રો મહિલાઓ અને યુવતીઓ ને વધુ પસંદ એવા ઘરેણાને લઈને કેન્દ્ર સરકારે એક નવો આદેશ જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે ગોલ્ડની જ્વેલરી ખરીદવાના નિયમોમાં બદલાવ કરી દીધા છે. 1 એપ્રિલ થી હોલમાર્ક વગરની જ્વેલરી માન્ય નહીં ગણાય.નવા નિયમો લાગુ થયા બાદ હવે માત્ર 6 ડિજિટવાળા આલ્ફાન્યુમેરિક હોલ માર્કિંગ જ માન્ય રહેશે. જણાવીએ કે હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન જ્વેલરી ની શુદ્ધતાની ઓળખ કરવામાં આવે છે.
જો તમે સોનુ ખરીદવાની અને જ્વેલરી ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોય તો તમારા માટે એક મોટી ખબર છે. કેન્દ્ર સરકારે સોનાની જ્વેલરી ખરીદવાના નિયમોમાં મોટા બદલાવ કર્યા છે. વળી 31 માર્ચ 2023 બાદ હોલમાર્ક વગરની જ્વેલરી માન્ય નહીં ગણાય.ગ્રાહક મંત્રાલય પ્રમાણે 31 માર્ચ બાદ હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન વગર કોઈપણ સોનાના ઘરેણા ને વેચી નહી શકે. ગ્રાહક મંત્રાલય વિભાગ એ કહ્યું કે ગ્રાહકોની વચ્ચે 4 ડીજીટ અને 6 ડિજિટ હોલ માર્કિંગને લઈને મૂંઝવણ દૂર કરવા માટે આ મુખ્ય નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમો લાગુ થયા બાદ 1 એપ્રિલ 2023 થી માત્ર 6 ડિજિટવાળા આલ્ફાન્યૂમેરિક હોલ માર્કિંગ જ માન્ય ગણાશે. તેના વગર સોનુ અને સોનાના ઘરેણા વેચી નહી શકાય. જણાવ્યું કે સરકારે સોનામાં હોલ માર્કિંગ ને અનિવાર્ય બનાવવાની શરૂઆત લગભગ દોઢ વર્ષ પહેલા કરી હતી
હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન શું છે:- હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (HUID) નંબર ઘરેણાંની ઓળખ હોય છે. આ એક 6 નંબરના આલ્ફાન્યુમેરિક કોડ હોય છે. તેના માધ્યમથી કસ્ટમરને ગોલ્ડ જ્વેલરી વિશે દરેક પ્રકારની જાણકારી મળી જાય છે. આ નંબર દરેક જ્વેલરી પર લગાવવામાં આવે છે. આ કોડ દ્વારા છેતરપિંડીના કેસોમાં ઘણો ઘટાડો આવ્યો છે. 1 એપ્રિલથી દુકાનદાર હોલમાર્ક વગર જ્વેલરી નહીં વેચી શકે. આખા દેશમાં હજુ લગભગ 1338 હોલમાર્કિંગ સેન્ટર છે.આ કારણે કરવામાં આવ્યો બદલાવ:- આ નિર્ણય સરકારે માઇક્રો સ્કેલ યુનિટ્સમાં ગુણવત્તાયુક્ત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે લીધો છે. તે BIS પ્રમાણપત્ર પર 80 ટકા છૂટ આપશે. સોનાની હોલ માર્કિંગ કીમતી ધાતુની શુદ્ધતાનું પ્રમાણપત્ર છે. આ 16 જુન 2021 સુધી સ્વૈચ્છિક રૂપે લાગુ હતો. હવે સરકારે ચરણબદ્ધ રીતે ગોલ્ડ હોલ માર્કિંગ અનિવાર્ય કરવાનો નિર્ણય લીધો છે.
પ્રથમ ચરણમાં આ દેશના 256 જિલ્લામાં અનિવાર્ય કરી દેવામાં આવ્યું હતું. બીજા ચરણમાં બીજા વધું 32 જિલ્લાઓને જોડવામાં આવ્યા. હવે કુલ જીલ્લાઓની સંખ્યા 288 થઈ ગઈ છે. હજુ બીજા 51 જિલ્લાઓને તેમાં જોડવામાં જઈ રહ્યા છે. 1 એપ્રિલ 2023 માત્ર એચયુઆઈડી ની સાથે સોનાના ઘરેણાના વેચાણની પરવાનગી આપવામાં આવશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી