14 તારીખથી આ 5 દિવસનું ખાસ ધ્યાન રાખજો | ભૂખ અને તરસથી તડપે છે આત્મા કરો આ કાર્ય

14 તારીખથી પ્રારંભ થતાં શ્રાદ્ધપક્ષના આ 5 દિવસનું રહેશે વિશેષ મહત્વ… જાણો શું છે મહત્વ. 

શ્રાદ્ધપક્ષ એ પિતૃમોક્ષનો મહિનો છે. આ પક્ષમાં દરેક લોકો પોતાના પિતૃની શાંતિ માટે વિવિધ કર્મકાંડ કરે છે. પરંતુ આ પક્ષમાં 5 દિવસ વિશેષ મહત્વ રહેશે. શું તમે જાણવા માંગો છો આ 5 દિવસો ક્યાં છે. 14 તારીખથી શરૂ થતાં પિતૃપક્ષનું આ 5 દિવસનું મહત્વ શું છે. તો ચાલો જાણીએ તેના વિશે.

કહેવાય છે કે શરીર જ્યારે નષ્ટ થાય છે ત્યારે તે દરેક પરિવાર માટે તે આત્મા એક પિતૃના રૂપે આવે છે. ત્યારે આ આત્માને તૃપ્ત કરવા માટે તેની પિતૃવિધિ કરવામાં આવે છે. એટલે કે આત્મા અને મનુષ્યના સંબંધને જોડતો સમય એટલે પિતૃપક્ષ. આ વખતે 14 તારીખથી પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે. પિતૃપક્ષને લઈને જાતજાતની માન્યતાઓ પણ આપણાં સમાજમાં રહેલી છે. આ દિવસે પિતૃઓને તર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે, આત્માને ગતિ મળે છે. પણ શ્રાદ્ધપક્ષમાં અલગ અલગ દિવસોએ શ્રાદ્ધ કરવાનો અનોખો મહિમા રહેલો છે.

એવી માન્યતા છે કે આ દિવસે પરલોકમાં રહેતા પિતૃઓની આત્માને પોતાના પરિવાર સાથે મળવાની મુક્તિ મળે છે. પુનમથી લઈને અમાસ સુધી પિતૃઓના આત્મા ધરતી પર નિવાસ કરે છે. આથી કહેવાય છે કે આ 15 દિવસમાં મનુષ્યએ પૂરા સંયમથી વર્તવું જોઈએ અને બને તેટલું પિતૃઓને શાંતિ મળે તેવું કાર્ય કરવું જોઈએ. આ દિવસોમાં સદાચારથી જીવન વ્યતિત કરવું જોઈએ. આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

ક્યારે ભૂખ અને તરસથી તડપે છે આત્મા: આપણાં પુરાણોમાં પણ પિતૃ આત્માની શાંતિ માટે અનેક ઉપાયો સૂચવ્યા છે. આમ ગરૂડ પુરાણ અનુસાર પિતૃલોકમાં ગયેલ આત્મા પિતૃપક્ષમાં જ્યારે પરિવાર દ્વારા આપવામાં આવેલ પિંડ, અન્ન તેમજ જળને ગ્રહણ કરી તૃપ્ત થાય છે. આનાથી પિતૃઓના આત્માને બળ મળે છે. તેમજ આપણાં પરિવારના સભ્યોનું કલ્યાણ થાય છે અને પિતૃઓના આશીર્વાદ મળે છે. કહેવાય છે કે જે પિતૃઓને અન્ન જળ પ્રાપ્ત થતું નથી તે આત્મા વ્યાકુળ થઈને અમાસના દિવસે પરત ફરી જાય છે અને પિતૃઓ નિરાશ થાય તો પરિવારમાં નિરાશા, અનિષ્ટ અને કષ્ટમાં વધારો થાય છે.

પિતૃઓને તૃપ્તી માટે કરો આ કાર્ય: આ ઉપરાંત પુરાણમાં આવું પણ કહેવામા આવ્યું છે કે પિતૃપક્ષમાં પિતૃઓના નામથી જ તર્પણ કરવું જોઈએ. આથી તમે જે દિવસે શ્રાદ્ધ કરો એ દિવસે પૂજા કરી, બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન આપવું જોઈએ. ગાય, કુતરા, બિલાડી અને કાગડાઓને ભોજન આપો. આમ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે.

પિતૃપક્ષમાં ગજછાયા યોગવાળી આત્માઓ માટે પણ શ્રાદ્ધ કરો: આ સિવાય જો તમને તમારા પિતૃની મોતની તિથી જાણતા નથી તો તેવી આત્માના મોક્ષ માટે વિશેષ વિધિ કરવી. આ સિવાય જેમનું અકાળે મૃત્યુ થયુ હોય તેમના માટે પણ શ્રાદ્ધ કરો. આ દિવસે ખાસ ગજછાયા યોગ બની રહ્યો છે આથી અકાળ મૃત્યુ પામેલા પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમને મુક્તિ મળશે અને શાંતિ મળશે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment