90% લોકો ખોટી રીતે દુધની કોથળી તોડી રહ્યા છે, કરી રહ્યા છો ખુદનું જ ગંભીર નુકશાન.

મિત્રો આજે અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવશું. પહેલા તો જાણીને તમને એ ખુબ જ સામાન્ય બાબત લાગે. પરંતુ સંપૂર્ણ જાણ્યા બાદ તમને સમજાશે કે એ કોઈ સામાન્ય બાબત નથી. મિત્રો કોઈ પણ કામ હોય તેની એક પદ્ધતિ હોય છે, એક રીતે હોય છે. તે કાર્યને એ અનુસાર કરવામાં આવે તો પરફેક્ટ બનતું હોય છે. પછી તે કોઈ પણ કાર્ય હોય. તો આજે અમે તમને જણાવશું દુધની કોથળી વિશેની એક મહત્વપૂર્ણ બાબત. જે લગભગ ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે. ચાલો જાણીએ કે બધા કરે છે એ ભૂલ આપણે પણ નથી કરી રહ્યા ને ? જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.

મિત્રો દૂધ એ દરેક ઘર માટે એક જીવન જરૂરિયાત વાળી વસ્તુ છે. સવરની ચા થી લઈને રાત્રે સુવા સમયે પણ દુધને પીવામાં આવે છે. મિત્રો હજુ ગામડાઓમાં દૂધ ગાયનું અથવા ભેંસનું મળી રહે છે. પરંતુ શહેરમાં દૂધ માત્ર પ્લાસ્ટિકની થેલીમાં જ જોવા મળે છે. પરંતુ આજના સમયે ગામડાઓમાં પણ હવે લોકો પશુ ઓછા રાખવા લાગ્યા છે. માટે ત્યાં પણ ઘણી વાર પ્લાસ્ટિક થેલીમાં દૂધ જોવા મળે છે. જ્યારે પ્લાસ્ટિકની થેલીમાં આપણને દુધને લઈને આવીએ છીએ ત્યારે તેનો એક બાજુનો ખૂણો કાપીને કોઈ વાસણમાં નાખતા હોઈએ છીએ. પરંતુ આ પદ્ધતિ એકદમ ખોટી છે. લગભગ બધા જ લોકો દુધની થેલીનો ખૂણો કાપતા સમયે ખૂણાનો ટુકડો અલગ કરી નાખે છે. જે બિલકુલ ખોટી પદ્ધતિ છે. કેમ કે તેનાથી પર્યાવરણને ખુબ જ નુકશાન થાય છે. આપણે એ ખૂણાને કાપીને સીધો નાખી દેતા હોઈએ છીએ.

ત્યારે આપણને સવાલ થાય કે દુધની થેલીનો નાનો એક ખૂણાનો ટુકડો પર્યાવરણને આટલું બધું નુકશાન કેવી રીતે કરી શકે ? પરંતુ આપણે સામુહિક રીતે વિચારીએ તો એક ઘરમાં રોજની બે થી ત્રણ દુધની થેલીનો વપરાશ હોય તો બે થી ત્રણ ટુકડા રોજના આપણે અલગ ફેંકી દઈએ. પરંતુ માત્ર આપણે જ દુધની થેલીનો ઉપયોગ નથી કરતા. આપણી આસપાસમાં રહેતા બધા જ લોકો આવું વિચારતા હોય છે. સરેરાશ જોઈએ તો એક ઘરના બે થી ત્રણ ટુકડા હોય તો આખા શહેરના કેટલા પ્લાસ્ટિકના ટુકડા થાય. દુધની થેલીના ખૂણાના નાના ટુકડા હોવાથી તે રીસાયકલીંગ પણ નથી થતા. આ પ્લાસ્ટિક એટલું ખતરનાક હોય છે કે તે 400 થી 600 વરસ સુધી નાશ પણ નથી પામતું. જેના કારણે આખા વાતાવરણમાં પ્રદુષણ ફેલાય છે.

તો મિત્રો આં માત્ર દુધની થેલીની વાત અહીં કરવામાં આવી. પરંતુ આખો દિવસ દરમિયાન આપણે ઘણી બધી પ્લાસ્ટિકની એવી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેની આપણને કલ્પના પણ નથી હોતી. આજે દૂધ સાથે દહીં, છાસ, ઘી, વેફર્સ વગેરે ઘણી બધી વસ્તુઓ પ્લાસ્ટિકના રેપરમાં આવે છે. જેનો આપણે ખૂણો તોડીને ફેંકી દેતા હોઈએ છીએ. તો મિત્રો એ ખૂણો કાપવાની એક પદ્ધતિ હોય છે. જેના વિશે આજે અમે તમને જણાવશું. તો ચાલો જાણીએ કે શું પદ્ધતિ છે ખૂણો કાપવાની.  બેંગ્લોરમાં એક ખુબ જ સારા સામાજિક કાર્યકર્તા છે, જેમનું નામ છે તેજસ્વીની અનંતકુમાર. તેમણે પોતાના એક વિડીયો દ્વારા આ બાબતની આખી હકીકત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, માત્ર એક જ દિવસમાં આખા બેંગ્લોર શહેરમાં આ પ્રકારની પ્લાસ્ટિક થેલીના 50 લાખ ટુકડા નીકળે છે. તો આપણે વિચારીએ તો આખા દેશભરમાં કેટલા ટુકડા થાય. તો તેમણે આ વિષય પર તેમની ચિંતા વ્યક્ત કરી હતી અને દુધની થેલી અને આ પ્રકારની અન્ય બીજી પણ પ્લાસ્ટિક થેલીને કંઈ રીતે કાપવી જોઈએ તેના વિશે જણાવ્યું હતું.

જ્યારે પણ દુધની થેલી માંથી દૂધ બહાર કાઢીએ ત્યારે એ રીતે ખૂણો કાપવાનો કે બધું દૂધ નીકળી પણ જાય અને થેલીથી તેનો ખૂણો અલગ પણ ન થાય. જો કાપવામાં આવેલ ખૂણો તેની સાથે જોડાયેલો રહે તો તે પ્લાસ્ટિક રીસાયકલ થઇ જાય. પરંતુ જો કાપીને ટુકડો અલગ કરી દેવામાં આવે તો તેનું રીસાયકલ ન થાય અને પર્યાવરણને નુકશાન થાય છે. માટે હંમેશા દુધની થેલીને એ રીતે કાપો કે તેનો ખૂણો તેની સાથે જોડાયેલો રહે. જો આપણા દ્વારા બરાબર ખૂણો કાપવામાં ન આવે અને તેને જ્યાં ત્યાં ફેંકી દઈએ અને જો કોઈ પ્રાણી કે પક્ષી મોં માં નાખે તો તેનો જીવ પણ જોખમમાં આવી જાય છે. આપણને દુધની થેલીનો પ્લાસ્ટિકનો ટુકડો એક નાની બાબત લાગે, પરંતુ જો આખા દેશના લોકો આવું વિચારે તો એક દિવસમાં કેટલું પર્યાવરણને નુકશાન થાય. માટે દુધની થેલી અથવા તો કોઈ પણ પ્લાસ્ટિકની થેલીનો ટુકડો આખા પેકેટ સાથે જ જોડાયેલો રાખવો જોઈએ. જેનાથી આપણા પર્યાવરણનું જતન થશે. તો મિત્રો તમને પણ ખાસ વિનંતી છે કે આ પ્રકારે થોડા જાગૃત બનીએ અને સમાજમાં પર્યાવરણને બચાવવા માટે લોકોને જાગૃત બનાવીએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “90% લોકો ખોટી રીતે દુધની કોથળી તોડી રહ્યા છે, કરી રહ્યા છો ખુદનું જ ગંભીર નુકશાન.”

  1. It seems that WE have zero common sense. We need instructions at every step? Is it really that we are that backward and poor ill educated and only roam around in ignorance? Here something is missing.

    Reply

Leave a Comment