અનલોક-2 માં લાગુ પડી નવી ગાઈડલાઈન્સ, કરવું પડશે સખ્ત પાલન. જાણો તેના કેવા છે નિયમો..

મિત્રો કોરોના વાયરસના કારણે પહેલાં લોકડાઉન અને પછી અનલોક-1 અને ત્યાર બાદ અનલોક-2 ની અમુક નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. તો આ નવી ગાઈડલાઈન 1 જુલાઈથી લાગુ થઈ છે. ખરેખર તો અનલોક-1 ની અવધિ 30 જુનના રોજ સમાપ્ત થઈ. તો તેની સાથે અનલોક-2 એલાન પણ કરવામાં આવ્યું છે. જેમાં ઘણી બધી ગતિવિધિઓમાં છૂટ મળશે, પરંતુ અમુક પબંધિઓની સાથે છૂટ આપવામાં આવશે.  કંટેનમેંટ ઝોનમાં સખ્તી રાખવામાં આવશે, પરંતુ કંટેનમેંટ ઝોનની બહારના વિસ્તારોમાં છૂટ આપવામાં આવશે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે, અનલોક-2 માં શું શું નવી છૂટ મળશે. માટે આ લેખને અંત સુધી વાંચો અને જાણો નવી ગાઈડલાઈન્સ.

તો અનલોક-2 માં કંટેનમેંટ ઝોનની બહાર અમુક વસ્તુઓ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી છૂટ આપવામાં આવી છે. ખુબ જ સીમિત સંખ્યામાં ઘરેલું ઉડાન અને યાત્રી ટ્રેનોની અનુમતિ આપવામાં આવશે અને તેનું સંચાલન આગળ પણ ચાલુ રહેશે. વંદે ભારત મિશન હેઠળ સીમિત યાત્રિકોની આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રાની અનુમતિ આપવામાં આવી છે. તેને આગળ પણ વધારવામાં આવશે. નાઈટ કર્ફ્યુંનો સમય પણ બદલવામાં આવ્યો છે, તેનો સમય રાત્રીના 10 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધીનો રહેશે.

કોઈ દુકાનમાં 5 કરતા વધારે લોકો પણ જઈ શકે, પરંતુ દુકાનની અંદર સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન સંપૂર્ણ રાખવું પડશે. 15 જુલાઈથી રાજ્ય અને કેન્દ્ર સરકારોના જે ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ છે તેમાં કામકાજ શરૂ કરવામાં આવશે. અલગ અલગ પ્રદેશ સરકારોની સાથે પરામર્શ કર્યા બાદ એવો નિર્ણય લેવામાં આવ્યું છે કે, 31 જુલાઈ સુધી સ્કુલ-કોલેજ અને કોચિંગસસ્થાઓ બંધ રાખવામાં આવશે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, રાષ્ટ્રીય અને પ્રાદેશિક હાઈ-વે પર લોકોનું આવનજાવન અને કાર્ગોના લોડિંગ અને અનલોડિંગ, બસ, ટ્રેન, પ્લેન માંથી ઉતર્યા બાદ લોકોને પોતાના પહોંચવાના સ્થાન સુધી જવા માટે રાત્રી કર્ફ્યુંમાં છૂટ આપવામાં આવી છે.

અનલોક-2 માં કંટેનમેંટ ઝોનની અંદર 31 જુલાઈ સુધી લોકડાઉનનું સખ્તી સાથે પાલન કરવામાં આવશે. પરંતુ કંટેનમેંટ ઝોનની બહાર પણ બધું ખુલશે નહિ, હજુ પણ એવી ઘણી વસ્તુઓ છે જેને શરૂ કરવાની પરવાનગી નથી મળી. જેમ કે, મેટ્રો ટ્રેન, સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ જેવું વસ્તુઓ પર હજુ પ્રતિબંધ છે.

તો દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ કેવી છે તેની સમીક્ષા કરવા માટે અમુક ગતિવિધિઓને શરૂ કરવા માટેની તારીખોનું એલાન કરવામાં આવશે. જે ગતિવિધિઓમાં સામાજિક, રાજનૈતિક, સ્પોર્ટ્સ, મનોરંજન, એકેડમિક, ધાર્મિક વગેરેનું એલાન કરવામાં આવશે.

કંટેનમેંટ ઝોનની અંદર ખુબ જ કડક ઘેરાબંધી કરવા આવશે. કંટેનમેંટ ઝોન સંબંધિત જાણકારી જીલ્લા કલેક્ટરોની વેબસાઈટ પર નોટીફાઈ કરવામાં આવશે અને રાજ્યો સહીત કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા જાણકરી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સાથે પણ જણાવવામાં આવશે. રાજ્યોના અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારો દ્વારા કંટેનમેંટ ઝોનની બધી જ ગતિવિધિઓ પર ખુબ જ કડકાઈ સાથે નજર રાખવામાં આવશે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જે આદેશ અને દિશાનિર્દેશ આપવામાં આવ્યું છે તેનું ખુબ જ સખ્તી સાથે લાગુ કરવામાં આવશે. તો સ્વાસ્થ્ય મંત્રાલય અને પરિવાર ક્લાયન મંત્રાલય દ્વારા પણ કંટેનમેંટ ઝોન પર નિગરાની કરવામાં આવશે.

આટલી બાબતોનું ધ્યાન હજુ રાખવું પડશે : બે ગજની દુરી(સોશિયલ ડિસ્ટન્સ), દુકાનોની અંદર ગ્રાહકોની વચ્ચે દુરી હોવી જોઈએ, કોરોનાને લઈને જારી ક્ર્વાનામાં આવેલા દિશા અને નિર્દેશોનું પાલન કરવાનું રહેશે, આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાનો રહેશે.

આ લોકોએ ઘરની અંદર જ રહેવું : આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કમજોર વ્યક્તિઓએ આવશ્યક જરૂરિયાત અને સ્વાસ્થ્ય ઉદ્દેશ્યો સિવાય બહાર કોઈ પણ કામ માટે ન જવું જોઈએ. જેમાં 65 વર્ષ કરતા વધુ ઉંમર ધરાવતા લોકોએ બહાર ન જવું. અન્ય ગંભીર બીમારી ધરવતા લોકોએ બહાર ન જવું, ગર્ભવતી મહિલાઓ બહાર ન જવું, 10 વર્ષથી ઓછી ઉંમર ધરવતા બાળકોએ બહાર ન જવું.

આ કામ માટે પહેલાં મળી ગઈ છે મંજુરી : 30 મેં ના રોજ જારી કરવામાં આવેલ અનલોક-1 ના આદેશના આધારે કંટેનમેંટ ઝોનની બહાર અમુક ગતિવિધિઓની પરવાનગી પહેલાં જ આપી દેવામાં આવી છે. જેમાં ધાર્મિક સ્થાન અને સાર્વજનિક પૂજા સ્થળ, હોટેલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલોની સર્વિસ, શોપિંગ મોલને છૂટ આપી દીધી છે.

Leave a Comment