એક નાનકડા ગામથી અમદાવાદ આવી 22 વર્ષનો છોકરો એવા ધંધે ચડી ગયો કે, 3 જ વર્ષમાં બની ગયો કરોડ પતિ… અને આખા દેશમાં ચલાવે છે પોતાનો આ ધંધો…

મિત્રો ભલે તમે કોઈ નાના ગામથી હોવ પણ જો ઈરાદા મજબુત હોય તો તમે કોઈ પણ વસ્તુ મેળવી શકો છો. ઘણા લોકો એવા હોય છે જે નાના પાયે નાનો એવો બિઝનેસ શરુ કરીને ખુબ જ મોટા બિઝનેસ સુધી પહોંચે છે. આજે અમે તમને એક એવા જ એક સફળ છોકરાની વાત કરીશું, જેણે નાના પાયા ચા નો બિઝનેસ શરુ કર્યો અને આજે કરોડપતિ બની ગયો છે.

ટોપ IIM થી બિઝનેસ અને એન્ટરપ્રેન્યોરશીપની સ્ટડી કરવી એ લાખો ઉમેદવારોનું સપનું છે, જે દર વર્ષે CAT, XAT અને MAT સહિત MBA પ્રવેશ પરીક્ષામાં સમાવેશ થાય છે. મધ્યપ્રદેશના લાબરાવદા ગામના એક ખેડૂતના દીકરા પ્રફુલ્લ બિલોરે પણ આ જ સપનું જોયું હતું. પ્રફુલ્લ આઇઆઇએમ અમદાવાદ ભણવા માટે અમદાવાદ ગયો હતો. ત્યાં એકધારા ત્રણ વર્ષ કોમન એડમિશનની તૈયારી છતાં પણ કૈટની પરીક્ષા ક્લિયર ન કરી શક્યો. તેમણે ચાની દુકાન ખોલી અને તેનું નામ રાખ્યું ‘MBA-ચાયવાલા’ આજે તેના દેશભરમાં 22 થી વધુ આઉટલેટ્સ છે અને હવે જલ્દી જ એક આંતરરાસ્ટ્રીય આઉટલેટ પણ ઓપન થવા જઈ રહ્યું છે. વર્તમાનમાં પ્રફુલ્લ કરોડપતિ છે.

અમદાવાદથી શરૂઆત : ધાર નામના એક નાનકડા ગામ લબરાવદાના ખેડૂત પરિવારના પ્રફુલ્લ બિલોર અમદાવાદ IIM થી MBA કરવા માંગતો હતો. પરંતુ જ્યારે સક્સેસ હાથ ન આવી તો, મુંબઈ જેવા મોટા શહેરો તરફ મન લાગ્યું, પરંતુ તેનું મન તો લાગ્યું તો અમદાવાદમાં લાગી ગયું હતું. પ્રફુલ્લને અમદાવાદ શહેર એટલું પસંદ આવ્યું કે, તે ત્યાં જ રહેવાનું વિચારવા લાગ્યો. હવે રહેવા માટે પૈસા જોઈએ અને પૈસા માટે કંઈકને કંઈક તો કરવું જ પડશે. આ જ વિચારીને પ્રફુલ્લે અમદાવાદમા મેકડોનાલ્ડમાં નોકરી કરી લીધી. ત્યાં પ્રફુલ્લને 37 રૂપિયા પ્રતિ કલાકના હિસાબથી પૈસા મળતા હતા અને તે દિવસમાં લગભગ 12 કલાક નોકરી કરતો હતો.

ચાની દુકાને બદલી નાખી પ્રફુલ્લની દુનિયા : નોકરી કરતાં કરતાં પ્રફુલ્લને અનુભવ થયો કે જિંદગી આખી તો મેકડોનાલ્ડમાં નોકરી ન કરી શકાય. માટે તેને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું. પરંતુ બિઝનેસ શરૂ કરવા માટે પૈસા પ્રફુલ્લ પાસે ન હતા. એવામાં પ્રફુલ્લે એવા બિઝનેસ વિશે વિચાર્યું જેમાં રોકાણ ઓછું હોય અને સરળતાથી થઈ પણ શકે. બસ અહીથી જ ચાનું કામ શરૂ કરવાનો આઇડિયા પ્રફુલ્લના મગજમાં આવ્યો.

કામની શરૂઆત માટે પ્રફુલ્લે પોતાના પિતા પાસેથી ખોટું બોલીને 10,000 રૂપિયા ભણવાના નામે માંગ્યા. આ પૈસાથી જ પ્રફુલ્લે ચાની દુકાન ખોલી. આજે MBA ચાવાળા એક બ્રાન્ડ બની ચૂકી છે. દેશના 22 મોટા શહેરોમાં તેના આઉટલેટ છે અને હવે વિદેશમાં પણ તેની ફ્રેંચાઇઝી ખુલવા જઈ રહી છે. પ્રફુલ્લ બિલોરેનું કહેવું છે કે, તેમના પરિવારે તેમને ખુબ સપોર્ટ કર્યો છે. તેમનું માનવું છે કે, કોઈ પણ કામમાં ઈમાનદારીથી મહેનત કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે.

હવે દેશ આખામાં થઈ રહ્યા છે વખાણ : પ્રફુલ્લની સફળતાએ એ લોકોને જબરદસ્ત જવાબ આપ્યો છે જે તેમનો મજાક ઉડાવતા હતા. પ્રફુલ્લે કહ્યું કે, હવે લોકો તેમની પાસે સલાહ માંગે છે. હું એમને જણાવું છું કે ડિગ્રીનો કોઈ મતલબ નથી. મને જે ગમે છે હું એજ કરું છું. તમને જણાવી દઈએ કે પ્રફુલ્લે એમબીએ છોડીને ચાનો બિઝનેસ શરૂ કર્યો હતો. ચાનો બિઝનેસ શરૂ કરવાના 4 વર્ષની અંદર તેમણે 3 કરોડ રૂપિયા કમાઈને દેશભરમાંથી વખાણ સમેટયા હતા. પ્રફુલ્લ બિલોરેની દુકાન MBA ચા વાળા આજે યંગસ્ટર્સની લોકપ્રિય બ્રાન્ડ બની ચૂકી છે.

આમ નાના એવા ચા ના બિઝનેસ સાથે શરુઆત કરનાર પ્રફુલ્લ આજે દેશભરમાં ખુબ જ સફળ વ્યક્તિ તરીકેની છાપ ઉભી કરી શક્યો છે. જેમાં તેને અઢળક સફળતા મળી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment