આ મહિલાના વાળની લંબાઈ જાણીને ચોંકી જશો, ફક્ત વાળ અડવા માટે લોકો આપે છે મોં માંગી રકમ. આ છે તેના લાંબા વાળનું સિક્રેટ…

મિત્રો હાલ માન્ચેસ્ટરની એક મહિલા પોતાના લાંબા વાળને લઈને ખુબ જ ચર્ચામાં છે. કેટરીના ડેમર્સ નામની આ મહિલાના વાળ 4 ફૂટ 10 ઇંચ લાંબા છે. કેટરીના 10 વર્ષની ઉંમરથી પોતાના વાળ વધારી રહી છે. જે પણ લોકો કેટરીનાને જોવે છે તે તેના વાળના દીવાના થઈ જાય છે. કેટરીનાનું કહેવું છે કે, તેના વાળ જોઈને પુરુષો તેની પાછળ પડી જાય છે.

કેટરીનાનું કહેવું છે કે, ઘણા પુરુષો તેના વાળ જોઈને એ રીતે ઉત્સાહિત થઈ જાય છે જે તેઓ માત્ર તેને સ્પર્શ કરવા માટેના પણ પૈસા આપવા તૈયાર થઈ જાય છે. એક પુરુષ તો તેના વાળ ખરીદવા માટે 350,૦૦૦ ડોલર કરતા પણ વધુ રૂપિયા આપવા માટે પણ તૈયાર હતો.તમે એ જાણીને આશ્ચર્ય થશે કે વાળના કારણે જ કેટરીનાને બાળપણમાં લોકો છોકરો સમજી લેતા હતા. કારણ કે તે સમયે તેના વાળ છોકરાઓની જેમ જ નાના હતા. કેટરીનાનું કહેવું છે કે, એક દિવસ તેણે એ જોવાનો પ્રયાસ કર્યો કે તેના વાળ કેટલા લાંબા છે. અને ત્યાર પછી જ તે પોતાના વાળ વધારવા લાગી. હાલ તેના વાળ એટલા લાંબા છે કે, જે પણ લોકો તેની પાસેથી પસાર થાય છે તે તેના વાળ તરફ જરૂર આકર્ષિત થાય છે.

હેર મોડલ કેટરીના પોતાના વાળમાં અઠવાડિયામાં બે વખત શેમ્પુ કરે છે. વાળને સાફ કરવાને સૂકવવામાં તેને બે કલાકનો સમય લાગે છે. કેટરીના દરરોજ લીવ-ઇન કંડીશનરનો ઉપયોગ કરે છે અને તેને હીટ સ્ટાઈલિંગથી બચાવે છે.

કેટરીનાનું કહેવું છે કે, આટલા લાંબા વાળ રાખવાની સૌથી સારી વાત એ છે કે, તે તેના માથાને ગરમ રાખે છે. તેણે 10 વર્ષથી પોતાના વાળ બહુ જ ઓછા કપાવ્યા છે. પણ વાળને હેલ્દી રાખવા માટે કેટરીના દર 6 મહીને તેને થોડા ઇંચ સુધી ટ્રીમ કરે છે. કેટરીનાનું કહેવું છે કે જો તે વાળને ટ્રીમ ન કરે તો તેના વાળ અત્યાર સુધીમાં જમીનને સ્પર્શ કરતા હોય.કેટરીના પોતાના સુંદર વાળના ફોટો અવારનવાર instagram પર શેર કરે છે. Instagram પર તેના 99.2 હજાર ફોલોવર્સ છે. પુરુષ હોય કે મહિલા દરેક કેટરીનાના વાળની તારીફ કરતા રહે છે. ઘણા લોકો કેટરીનાને પૈસાના બદલામાં તેના વાળ સ્પર્શ કરવા અને તેને બ્રશ કરવાની પણ ઓફર આપે છે. જ્યારે ઘણા લોકો પોતાને રોકી નથી શકતા, અને કેટરીનાની મંજુરી વિના તેના વાળને સ્પર્શ કરે છે.

કેટરીના જણાવે છે કે, જર્મનીના એક બિજનેસમેને કેટરીનાને પોતાના હાથથી તેના વાળ શેવ કરવા માટે 355,181 ડોલર (2,61,89,271.04 રૂપિયા ) ની ઓફર કરી હતી. જ્યારે કેટરીના એ ખુબ જ વિનમ્રતા સાથે આ ઓફર અસ્વીકારી હતી.

કેટરીના કહે છે કે, ‘તેના વાળની દેખભાળ માટે હું સારા ખોરાકનું સેવન કરું છું, સ્પોર્ટ્સમાં ભાગ લવ છું, અને હેર કેર ઇન્ડસ્ટ્રીના સારા પ્રોડક્ટનો ઉપયોગ કરું છું. હિટીંગ ટુલ્સનો ઉપયોગ નથી કરતી અને ધ્યાન તથા ધૈર્ય સાથે વાળમાં દાંતિયો ફેરવું છું. ઘણી વખત હું કલાકો સુધી વાળને બાંધીને રાખું છું.’કેટરીના કહે છે કે, ‘મને પોતાના મુલાયમ, ચમકદાર વાળ અને તેની સુગંધ ખુબ જ પસંદ છે. મને નવી નવી હેર સ્ટાઈલ બનાવવામાં મજા આવે છે. હું પોતાના વિડીયો બનાવું છું, તેને જોઈને હું પોતે જ ખોવાઈ જાવ છું. મને મારા વાળનો કુદરતી રંગ જ પસંદ છે અને કોઈ પણ આર્ટીફીશિયલ કલર તેને સુંદર નથી બનાવી શકતા.’

કેટરીના કહે છે કે, ‘એક છોડની જેમ વાળને પણ વધારવા માટે ખુબ જ સંભાળ રાખવાની જરૂર હોય છે. જો હું કોઈ બીજી મહિલાના સુંદર વાળ જોવ છું તો હું તેન જરૂર પૂછું છુ કે તે પોતાના વાળની સંભાળ કેવી રીતે રાખે છે.’

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment